બોલીવૂડમાં આ વર્ષે વધુ કિલકારીઓ ગુંજશે
બોલિવૂડ સેલિબ્રિટી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરે પ્રથમ બાળકના માતાપિતા બનશે. દંપતીએ 29 ફેબ્રુઆરીએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતની સાથે અભિનંદનની વર્ષા થઈ હતી.
આ કપલના લગ્ન નવેમ્બર 2018માં થયાં હતાં અને લગ્નને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં માત્ર સપ્ટેમ્બર 2024 જ લખેલું છે. આ ફોટોમાં નાના બાળકના કપડા, ટોપી, શૂઝ જેવા ફોટા હતાં.
Read More...