Vol. 2 / No. 53 About   |   Contact   |   Advertise March 07, 2024


 
 
ભાજપની 195 ઉમેદવારોની પ્રથમ યાદી સાથે ચૂંટણી જંગનો આરંભ

લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા ભાજપે શનિવાર, 2 માર્ચે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડશે. પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય પ્રધાનો નામ છે, જેમાં અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા દિગ્ગજ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. અમિત શાહ વર્તમાન ગાંધીનગર અને રાજનાથ લખનૌ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડશે. ગુજરાતની 15 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતાં.

Read More...
નિક્કી હેલીએ ટ્રમ્પને હરાવ્યા, વોશિંગ્ટન ડીસી પ્રાઇમરીમાં પ્રથમ વિજય

અમેરિકન પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડી રહેલા નિક્કી હેલીએ રવિવારે વોશિંગ્ટન ડીસીમાં પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં પોતાનો પ્રથમ વિજય મેળવ્યો હતો. હેલીનો દેશની રાજધાનીમાં થયેલો આ પ્રથમ પ્રતિકાત્મક વિજય અમેરિકાની લાંબી નામાંકન પ્રક્રિયામાં નિર્ણાયક દિવસ, એટલે કે સુપર ટ્યૂઝડે અગાઉ થયો છે.

Read More...
ટ્રમ્પે સાત વર્ષમાં 46 ટકા સંપત્તિ ગુમાવી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ કાનૂની અવરોધો ભરેલા રસ્તે ચાલીને બીજીવાર પ્રેસિડેન્ટ બનવાના માર્ગે આગળ વધી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં કાનૂની કેસોના કારણે ટ્રમ્પની સંપત્તિમાં જોરદાર ઘટાડો થયો છે.

Read More...
USમાં ગુજરાતી પરિવારના વિવાદનો ચુકાદો, હરેશ જોગાણીએ ભાઈઓને $2.5 બિલિયન ચૂકવવા પડશે

કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટના ગયા સપ્તાહના મલ્ટિબિલિયન ડોલરના એક ચુકાદા પછી પાંચ ગુજરાતી બિઝનેસમેન ભાઇઓ વચ્ચેનો 21 વર્ષ જૂનો કાનૂની વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

Read More...
ભારતીય યુગલને લગ્નની નોંધણી માટે USથી વર્ચ્યુઅલ હાજર રહેવા કોર્ટની મંજૂરી

દિલ્હી હાઈકોર્ટે યુએસમાં રહેતા ભારતીય દંપતીને તેમના લગ્નની નોંધણી કરાવવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપી હતી. કોર્ટે દંપતીને સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ સમક્ષ હાજર થવા અને પરિસરમાંથી વીડિયો કોન્ફરન્સમાં જોડાવાનો આદેશ આપ્યો હતો.

Read More...
અમેરિકામાં ભારતીય કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષની ગોળી મારી હત્યા

તાજેતરના મહિનાઓમાં અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકનો પરના વધુ એક જીવલેણ હુમલામાં ભારતના 34 વર્ષીય ક્લાસિકલ ડાન્સર અને વોશિંગ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થીની મિઝોરી રાજ્યના સેન્ટ લુઇસ શહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી.

Read More...
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ વચ્ચે ભાજપનો 10 અને વિપક્ષનો 5 બેઠકો પર વિજય

લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની કુલ 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મોટાપાયે કોસ વોટિંગ થયું હતું અને તેનો ફાયદો ભાજપને થયો હતો.

Read More...
ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોના નામ જાહેર, 5 સાંસદો પડતાં મૂકાયાં

આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે શનિવાર, 2 માર્ચે તેના કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમાંથી ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી 15 બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

Read More...
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓના રાજીનામા

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચાર માર્ચે રાજ્ય વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મોઢવાડિયા આગામી થોડા દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

Read More...
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું ઝાકઝમાળભર્યું પ્રી-વેડિંગ સેલિબ્રેશન

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શનની જામનગરમાં ધામધૂમથી ઊજવણી થઈ હતી.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ચૂંટણી પહેલા ભારતની GDPમાં 8.4%ની આશ્ચર્યજનક વૃદ્ધિ

2023ના છેલ્લા ત્રણ મહિનામાં ભારતની જીડીપીમાં 8.4 ટકાનો આશ્ચર્યજનક વધારો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 8.4 ટકાની વૃદ્ધિ થઈ હતી, જે એક વર્ષ અગાઉના આ સમયગાળા 4.3 ટકા હતી.

Read More...
સુનીલ ભારતી મિત્તલને યુકેનો ઓનરરી નાઈટહુડનો ઇલકાબ

ભારતી એન્ટરપ્રાઈઝના સ્થાપક અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલ બુધવાર, 28 ફેબ્રુઆરીએ બ્રિટનના રાજા ચાર્લ્સ III દ્વારા માનદ નાઈટહુડના ઇલકાબથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય નાગરિક બન્યા હતાં. યુકે અને ભારતના બિઝનેસ સંબંધો માટે યોગદાન આપવા બદલ તેમને આ બિરુદ અપાયું હતું.

Read More...
પતંજલિ પ્રોડક્ટ્સની જાહેરખબરો પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

કેન્દ્ર સરકાર અને પતંજલિ આયુર્વેદ પર આકરા ટીપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નનને નોટિસ જારી કરી હતી અને જવાબ માંગ્યો હતો કે કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ.

Read More...
2023ના અર્નિંગ કૉલ્સ દરમિયાન ચોઇસ-વિન્ધામ પ્રસ્તાવિત મર્જરની દરખાસ્ત પર ડિબેટ

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ અને વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ માટે ચોથા ક્વાર્ટર/ પૂર્ણ-વર્ષ 2023ની કમાણી બંને કંપનીઓ માટે ચોઈસના વિન્ધામના સૂચિત સંપાદન પર બાર્બ્સની આપ-લે કરવાની તક બની.

Read More...
STRનો ફોરવર્ડ સ્ટાર પ્રોગ્રામ અવિશ્વાસના કાયદાનું ઉલ્લંઘન કરતાં હોવાનો આરોપ

વોશિંગ્ટન સ્ટેટની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કોમર્શિયલ રિયલ એસ્ટેટ માહિતી રિસર્ચર કોસ્ટાર ગ્રૂપની માલિકીની STR અને ઘણી મોટી હોટેલ કંપનીઓએ લક્ઝરી હોટેલના દરો વધારવાનું કાવતરું ઘડ્યું હતું.

Read More...
IHG 2023ના મજબૂત વર્ષના પગલે શેરધારકોને $1 બિલિયન વળતર આપી શકે

IHG હોટેલ્સ અને રિસોર્ટ્સે 2023 માં રિપોર્ટેબલ સેગમેન્ટ્સમાંથી નફામાં 23 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે પ્રથમ વખત $1 બિલિયનના માઇલસ્ટોનને વટાવી ગયો હતો.

Read More...
  Entertainment

…… ઔર પ્યાર હો ગયા

જેમ ફિલ્મોમાં હીરો-હીરોઇન ક્યાંક અચાનક મળે છે અને તેમના વચ્ચે પ્રેમ પાંગરે છે તેમ, રીઅલ લાઇફમાં પણ કેટલાક એવા ફિલ્મી કલાકારો છે કે જેમના વચ્ચે આવી જ રીતે પ્રેમ થયો હતો અને પછી તેમણે લગ્ન કરીને સંસાર શરૂ કર્યો હોય.

Read More...

કરિશ્મા કપૂરે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સંબોધન કર્યું

બોલીવૂડના જાણીતા કપૂર ખાનદાનની પુત્રી કરિશ્માને 1990ના દાયકાની ફિલ્મો અને ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવે છે.

Read More...

સપ્ટેમ્બરમાં દીપિકા-રણવીરના ઘરમાં પણ ગુંજશે કિલકારી

બોલિવૂડ સેલિબ્રિટી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરે પ્રથમ બાળકના માતાપિતા બનશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store