Vol. 4 / No. 372 About   |   Contact   |   Advertise February 23, 2024


 
 
ભારતીયો સાથે લગ્નમાં NRI, OCI દ્વારા થતા ફ્રોડ સામે નવા કડક કાયદાની દરખાસ્ત

ભારતમાં NRI યુવક અથવા યુવતી સાથે પરણવાનો એક ક્રેઝ જોવા મળે છે જેમાં ઘણી વખત લોકો છેતરાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકોને મદદ કરવા માટે કાયદા પંચે કડક નિયમો ઘડવાની ભલામણ કરી છે. તેના કારણે કોઈ પણ NRI જ્યારે કોઈ ભારતીય યુવતી અથવા યુવક સાથે લગ્ન કરશે ત્યારે તેનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવશે.કાયદા પંચે જણાવ્યા પ્રમાણે ભારતીય નાગરિકો સાથે લગ્ન કરતા NRI માટે કડક નિયમો હોવા જોઈએ.

Read More...
લેબર પાર્ટી મુસ્લિમોના વોટ ગુમાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 14 ફેબ્રુઆરીએ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિમાં અબુ ધાબી ખાતેના ભવ્યાતિભવ્ય પ્રથમ BAPS હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું હતું.

Read More...
બ્રિટનની શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

મોબાઇલ ફોન વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધરૂપ બનતો હોવાથી બ્રિટન સરકારે શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ મુકયો છે. બ્રિટન સરકારના આ નિર્ણય બાદ ઘણા દેશોમાં ચર્ચા થવા લાગી છે.

Read More...
બ્રિટનમાં સંસદની બે બેઠકોની પેટા ચૂંટણીમાં સુનકની ટોરી પાર્ટીનો પરાજય

બ્રિટનમાં આ વર્ષના અંત ભાગમાં યોજાનારી ચૂંટણી પહેલા વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીનો શુક્રવારે હાઉસ કોમન્સની બે બેઠકોની પેટાચૂંટણીમાં પરાજય થયો હતો. આ બંને બેઠકો લેબર પાર્ટીએ સત્તારૂઢ પાર્ટી પાસેથી છીનવી લીધી હતી.

Read More...
યુકેની ભારતીય પ્રોફેશનલ્સ માટે 3,000 વિઝાની સ્કીમ ખુલ્લી મુકાઈ

યુકેએ બે વર્ષ માટે દેશમાં સ્થાયી થવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગતા ભારતીય નાગરિકો માટે તેના દરવાજા ખોલ્યાં છે. મંગળવારે ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશને ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ નવી બેલેટ સિસ્ટમની જાહેરાત કરી હતી.

Read More...
ઈન્ડિયા બિઝનેસ ગ્રુપના સીઈઓ અમરજીત સિંહને ‘હિંદ રત્ન’ એવોર્ડ

એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઈન્ડિયાએ નવી દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીએ ઈન્ડિયા બિઝનેસ ગ્રુપ (IBG)ના સ્થાપક અને CEO અમરજીત સિંહનું પ્રતિષ્ઠિત ‘હિંદ રત્ન 2024 એવોર્ડ’ વડે સન્માન કર્યું હતું.

Read More...
પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં વાઇલ્ડકાર્ડ ઉમેદવારો બાજી બગાડી શકે

અમેરિકના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં જ્યોર્જ વોશિંગ્ટન પછી ક્યારેય કોઈ સ્વતંત્ર ઉમેદવાર વિજેતા રહ્યા નથી, પરંતુ અમેરિકાના લોકો માટે વક્રોક્તિ એવી છે કે તેમણે 2024ની ચૂંટણીમાં મુખ્યત્વે બે સૌથી બિનલોકપ્રિય પ્રેસિડેન્ટમાંથી એકની પસંદગી કરવાની છે.

Read More...
રાજકીય પક્ષોને દાન આપવામાં વપરાતા ઈલેકટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોદી સરકારની ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તે નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

Read More...
જગદગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને જ્ઞાનપીઠ એવોર્ડ

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને જાણીતા ઉર્દૂ કવિ ગુલઝારની 58મા જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ હોવાની જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી.

Read More...
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોનો બિનહરીફ વિજય

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો ગત મંગળવારે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે સંખ્યાબળ ના હોવાથી ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા.

Read More...

  Sports
ભારતે ત્રીજી ટેસ્ટમાં રેકોર્ડ 434 રને ઈંગ્લેન્ડને હરાવ્યું

ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ટીમને પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રવિવારે (18 ફેબ્રુઆરી) ભારતે રેકોર્ડ 434 રનથી હરાવી સીરીઝમાં 2-1ની લીડ મેળવી હતી.

Read More...
બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ્સમાં ભારતીય મહિલા ટીમને ટાઈટલ

મલેશિયામાં ગયા સપ્તાહે રમાયેલી બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ્સની મહિલા ફાઈનલ્સ રવિવારે રમાઈ હતી, જેમાં ભારતીય ખેલાડીઓએ થાઈલેન્ડને 3-2થી હરાવી પ્રથમવાર આ ટાઈટલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો હતો.

Read More...
જયસ્વાલની યશસ્વી ડબલ, છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ

ભારતને લાંબા સમય પછી એક ડાબોડી ઓપનર મળ્યો છે અને યશસ્વી જયસ્વાલે ઈન્ટરનેશનલ કેરીયર શરૂ કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં બીજી ડબલ સેન્ચુરી ફટકારી છે અને સાથે સાથે છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
2023ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ યુકેની ઇકોનોમી મંદીમાં

ઊંચા ફુગાવા અને ઊંચા જીવનખર્ચની કટોકટી વચ્ચે બ્રિટનનું અર્થતંત્ર ગયા વર્ષના અંત ભાગમાં મંદીમાં સપડાયું હતું. ચૂંટણી પહેલા આ નવા આર્થિક ડેટાથી વડાપ્રધાન ઋષિ સુનકને ફટકો પડ્યો હતો. 2020ના પ્રથમ છ મહિના પછી અર્થતંત્ર પ્રથમ વખત મંદીમાં આવ્યું છે. 2020ના પ્રારંભમાં કોરોના મહામારીથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2023ના ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 0.3 ટકાનો ઘટાડો થયો હતો. અગાઉના ત્રણ મહિનામાં જીડીપીમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. સતત બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડાને પગલે અર્થતંત્ર મંદીમાં આવ્યું છે. સામાન્ય રીતે સતત બે ક્વાર્ટર માટે જીડીપીમાં ઘટાડો થાય ત્યારે તેને મંદી કહેવામાં આવે છે.

Read More...
દુબઈમાં ‘ભારત માર્ટ’ ચીનના ડ્રેગન માર્ટને ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વાઇસ પ્રેસિડન્ટ મોહમ્મદ બિન રશીદે બુધવારે દુબઈના જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં રિટેલ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સુવિધાઓને માટે ભારત માર્ટ નામના મેગા પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. ભારત માર્ટનું નિર્માણ ડીપી વર્લ્ડ કરશે અને તે 2025 સુધી કાર્યરત બનવાની સ્પર્ધાનો છે. આ પ્રોજેક્ટને દુબઇમાં ડ્રેગન માર્ટને ટક્કર આપશે. ભારત માર્ટ એક વેરહાઉસિંગ સુવિધા છે, જે ભારતીય MSME કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે. તે ભારતની નિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ભારતીય MSME ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ UAEમાં ભારતીય પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે.

Read More...
સ્પાઇસ જેટ 1,000થી વધુ કર્મચારીઓની છટણી કરશે

આર્થિક સંકટ, કાનૂની કેસો અન્ય અવરોધનો સામનો કરી રહેલી ભારતની નો ફ્રિલ્સ એરલાઈન્સ સ્પાઇસજેટે આગામી દિવસોમાં ઓછામાં ઓછા 1000 કર્મચારીઓને છટણી કરવાની યોજના બનાવી છે, એમ મંગળવારે અધિકારીઓએ જણાવ્યું હતું. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરલાઈન્સે ખર્ચમાં કાપ મૂકવા અને પોતાના ઓછા વિમાનોનું સંચાલન સુવ્યવસ્થિત કરવાના દિશામાં આગળ વધવા માટે આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્પાઇસ જેટ એક વર્ષમાં ખર્ચમાં રૂ.100 કરોડનો કાપ કરશે. કેટલાં કર્મચારીઓએ નોકરી ગુમાવવી પડશે તેનો નિર્ણય સપ્તાહના અંતમાં લેવાશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની આર્થિક સંકટ, કાયદાકીય લડાઇ તથા અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે, જેના કારણે વધુમાં વધુ કર્મચારીઓને નોકરી છોડવાનું કહી શકે છે, કારણ કે હાલ જેટલા વિમાનો છે, તેની સરખામણીમાં કર્મચારીઓની સંખ્યા વધુ છે.

Read More...
  Entertainment

બાફ્ટા એવોર્ડમાં ‘ઓપનહાઇમર’ અને ‘પૂઅર થિંગ્સ’ છવાયા

લંડનમાં 18 ફેબ્રુઆરી 2024એ યોજાયેલા બાફ્ટા ફિલ્મ એવોર્ડ સમારંભમાં કુલ સાત એવોર્ડ મેળવી ક્રિસ્ટોફર નોલાનની મૂવી “ઓપનહાઇમર”એ છવાઈ ગઈ હતી. અણુ બોમ્બની બનાવવા પર કેન્દ્રિત આ ફિલ્મે આગામી ઓસ્કાર પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી દીધી હતી. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો સમારંભમાં પ્રેઝન્ટર તરીકે પ્રથમ વખત હાજરી આપી હતી. આ વર્ષે કોઈ ભારતીય ફિલ્મને બાફ્ટામાં નોમિનેશન મળ્યું ન હતું. પ્રિન્સ વિલિયમ પણ BAFTA ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી, તેમણે કહ્યું કે તેઓ ક્રિસ્ટોફર નોલાનના “મોટા ચાહક” છે અને તેમને ઓપેનહાઇમર પસંદ છે.

Read More...

અમિતાભ-જયા બચ્ચન પાસે રૂ.1,578 કરોડની સંપત્તિ

સમાજવાદી પાર્ટીએ પીઢ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચનને રાજ્યસભામાં સતત પાંચમી મુદત માટે ઉમેદવાર બન્યા છે. જયા 2004થી સપાના સભ્ય છે. તેમણે 13 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઉમેદવારી પત્ર સબમિટ કર્યું હતું. અહેવાલો અનુસાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જયાએ જાહેર કર્યું કે તેમની અને તેમના પતિ અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ રૂ. 1,578 કરોડ છે. જયા બચ્ચનની ચૂંટણી એફિડેવિટ મુજબ 2022-23માં જયા બચ્ચનની કુલ સંપત્તિ રૂ.1.64 કરોડ છે અને અમિતાભ બચ્ચનની રૂ. 273.75 કરોડ હતી. જયા અને અમિતાભ પાસે કુલ રૂ.849.11 કરોડની જંગમ સંપત્તિ અને રૂ.729.77 કરોડની સ્થાવર સંપત્તિ છે. જયા બચ્ચનનું બેંક બેલેન્સ 10,11,33,172 રૂપિયા છે, જ્યારે અમિતાભ બચ્ચનનું બેંક બેલેન્સ 120,45,62,083 રૂપિયા છે. તેમની પાસે રૂ.40.97 કરોડની જ્વેલરી અને રૂ.9.82 લાખની કિંમતનું ફોર વ્હીલર છે.

Read More...

‘દંગલ’ની અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની ઉંમરે અવસાન

આમિર ખાન સ્ટારર રેસલિંગ ડ્રામા ‘દંગલ’માં યુવા બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 16 ફેબ્રુઆરીએ દિલ્હીમાં માત્ર 19 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેના પરિવારે જણાવ્યું હતું કે તે ડર્માટોમાયોસિટિસથી પીડિત હતી. આ એક દુર્લભ બિમારી છે, જેનાથી ત્વચા પર ફોલ્લીઓ અને સ્નાયુઓમાં નબળાઇ આવે છે. 19 વર્ષીય અભિનેત્રીને 7 ફેબ્રુઆરીના રોજ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાઈ હતી અને મેડિકલ કોમ્પ્લીકેશન પછી 16 ફેબ્રુઆરીના રોજ તેનું મૃત્યુ થયું હતું. પરિવારે જણાવ્યું હતું કે બે મહિના પહેલા આ બિમારીના લક્ષણો દેખાયા હતાં અને માત્ર દસ દિવસ પહેલા જ રોગનું નિદાન થયું હતું. સુહાનીની માતા પૂજા ભટનાગરે જણાવ્યું હતું કે “લગભગ બે મહિના પહેલા તેના હાથ પર લાલ ડાઘ દેખાયા હતા. અમે અલગ-અલગ હૉસ્પિટલમાં ડૉક્ટરોની સલાહ લીધી હતી પરંતુ તેનું નિદાન થઈ શક્યું ન હતું.”

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store