Vol. 2 / No. 50 About   |   Contact   |   Advertise February 15, 2024


 
 
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદઘાટનનો અનેરો ઉત્સાહ

યુએઈના અબુ ધાબીમાં બુધવારે BAPS ના ભવ્ય હિંદુ મંદિરના શાનદાર ઉદઘાટન સમારંભની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરનું ઉદઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને તેઓ પણ મંગળવારે એ માટે યુએઈ આવી પહોંચે તેવી ધારણા છે. BAPSના વડા, પ. પૂ. શ્રી મહંત સ્વામી અબુ ધાબી પહોંચી ગયા છે અને તેમણે તથા મંદિર પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલા BAPSના અગ્રણી સ્વામી બ્રહ્મવિહારી દાસે સોમવારે તેઓએ 42 દેશોના રાજદૂતો તેમજ તેમના અર્ધાંગિનીઓને મંદિરનું પૂર્વાવલોકન પણ કરાવ્યું હતું. ભારત, બ્રિટન, અમેરિકા સહિતના દેશોમાંથી સંખ્યાબંધ હરિભક્તો પણ આ ખાસ અવસર માટે અબુ ધાબી પહોંચી ગયા છે અને મંદિરનું સ્વપ્ન સાકાર થવાનો જબરજસ્ત ઉત્સાહ અને શ્રદ્ધાથી માહોલ મહેકી રહ્યો છે.

Read More...
59,100 ભારતીયોને 2023માં અમેરિકાની સિટિઝનશિપ મળી

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના તાજેતરમાં જારી કરાયેલા 2023ના વાર્ષિક પ્રગતિ અહેવાલ મુજબ 2023માં ભારતના આશરે 59,000 લોકો કાયદેસર રીતે અમેરિકાના નાગરિકો બન્યાં હતા. આમ ભારતે અમેરિકામાં નવા નાગરિકોના સ્રોત તરીકે મેક્સિકો પછી બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

Read More...
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, અન્ય વિદ્યાર્થી પર ઘાતક હુમલો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા ઊભી થાય તેવી ઘટનાઓ વધી રહી છે. ઇન્ડિયાનામાં પરડ્યુ યુનિવર્સિટીમાં એક ભારતીય ડોક્ટરલ ઉમેદવાર મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક ભારતીય આઇટી વિદ્યાર્થી પર શિકાગોમાં તેના ઘરની નજીક નિર્દયતાથી હુમલો કરાયો હતો.

Read More...
કેનેડામાં કાર એક્સિડન્ટમાં ત્રણ ભારતીય યુવકોના મોત

કેનેડાના બ્રેમ્પટનમાં ગુરુવારે વહેલી સવારે થયેલા એક કાર એક્સિડન્ટમાં ત્રણ ભારતીય યુવાનોના મોત થયા હતા. તેમાંથી બે યુવાનો સગા ભાઈ છે. મૃતકોની ઓળખ રિતિક છાબરા (23) તેના નાના ભાઈ રોહન છાબરા (22) અને તેમના મિત્ર ગૌરવ ફાસગે (24) તરીકે થઈ હતી.

Read More...
સસરાની કંપની ઇન્ફોસિસને મદદ કરવાનો વડાપ્રધાન સુનક પર આક્ષેપ

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સામે તેમના સસરા નારાયણમૂર્તિની કંપની ઇન્ફોસિસને મદદ કરવાનો આક્ષેપ વિરોધ પક્ષે કર્યો છે. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ અનુસાર, સુનકની કન્ઝર્વટિવપાર્ટીના ટ્રેડ મિનિસ્ટર લોર્ડ જોનસન ગયા વર્ષ ભારત ગયા હતા. આ દરમિયાન તેઓ ઇન્ફોસિસ કંપનીના અધિકારીઓને પણ મળ્યા હતા.

Read More...
વૃંદાવનમાં નવું ભવ્ય ઇસ્કોન મંદિર આકાર લઈ રહ્યું છે

ઇસ્કોન બેંગલુરૂ દ્વારા ઉત્તર પ્રદેશમાં મથુરાની ભગવાન કૃષ્ણની પાવન નગરી વૃંદાવનમાં શ્રી કૃષ્ણના ગગનચુંબી મંદિર – વૃંદાવન ચંદ્રોદય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિર 70 માળ અથવા આશરે 210 મીટર ઊંચું હશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી તે વિશ્વનું સૌથી ઊંચું ધર્મસ્થાન બની રહેશે.

Read More...
કતારે દેહાંતદંડની સજા પામેલા ઇન્ડિયન નેવીના આઠ માજી સૈનિકોને મુક્ત કર્યા

કતારમાં જાસૂસીના આરોપસર ફાંસીની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ માજી સૈનિકોને મુક્ત કરાવવામાં ભારતને મોટી રાજદ્રારી સફળતા મળી છે. કતાર સરકારે આ તમામ માજી સૈનિકોને જેલમાંથી મુક્ત કર્યા છે અને તેમાંથી સાત સૈનિકો ભારત પરત આવી ગયા છે.

Read More...
ઓસ્ટ્રેલિયાના પ્રથમ ભારતીય સમુદાયના સેનેટર વરુણ ઘોષે ગીતા પર હાથ રાખી શપથ લીધા

​​બેરિસ્ટર વરુણ ઘોષે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લેનાર ભારતીય મૂળના પ્રથમ ઓસ્ટ્રેલિયન સંસદ સભ્ય બનીને ઈતિહાસ રચ્યો હતો. વરુણ ઘોષ પર્થ સ્થિત વકીલ છે, જેઓ માત્ર 17 વર્ષના હતા ત્યારે ભારતમાંથી માઇગ્રેટ થયા હતા.

Read More...
વડાપ્રધાન મોદીએ ગુજરાતમા 1.31 લાખ મકાનોનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 10 ફેબ્રુઆરીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ કુલ રૂ.2,993 કરોડના 1.3 લાખ મકાનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

Read More...
ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક

ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું માનવામાં આવે છે.

Read More...

  Sports
ઓસ્ટ્રેલિયાનો ચાર ICC ટાઈટલનો વર્લ્ડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે માટે છેલ્લા 12 મહિના શાનદાર રહ્યા છે. વિતેલા વર્ષમાં તેની મહિલા, પુરૂષોની ટીમ તથા છેલ્લે કિશોરોની અંડર 19 ટીમે વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ હાંસલ કરી એક સાથે ચાર આઈસીસી ટાઈટલમાં વિજેતા બનવાનો એક વિશિષ્ટ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.

Read More...
નીરજ ચોપરાને સ્વિત્ઝર્લેન્ડનું વિશિષ્ટ સન્માન

ભારતના ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જેવેલિન થ્રોઅર (ભાલા ફેંક) એથ્લેટ નીરજ ચોપરાને સ્વિટ્ઝર્લેન્ડના જંગફ્રાઉજોકના પ્રખ્યાત આઇસ પેલેસમાં પ્લેકનું વિશિષ્ટ સન્માન અપાયું છે. તેને સ્વિટ્ઝર્લેન્ડનો ફ્રેન્ડશિપ એમ્બેસેડર પણ બનાવાયો છે.

Read More...
કોહલી ઈંગ્લેન્ડ સામે બાકીની ત્રણ ટેસ્ટમાં પણ નહીં રમે

ભારતના રેકોર્ડ હોલ્ડર બેટર વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં પણ નહીં રમવા વિનંતી કરી હતી, જે ક્રિકેટ બોર્ડે માન્ય રાખી સીરીઝની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટેની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વેચાણની યોજનાને મંજૂરી

ચૂંટણીની પૂર્વસંધ્યાએ પાકિસ્તાનની રખેવાળ કેબિનેટે મંગળવારે ખોટ કરતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના ખાનગીકરણની યોજનાને મંજૂરી આપી હતી. કેબિનેટની મંજૂરી એરલાઇનના વેચાણ માટેની એક નિર્ણાયક પૂર્વશરત છે. વચગાળાની સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય કેરિયરને વેચાણ માટે મૂકવાની યોજના પર મહોર મારી હતી. વડાપ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાં રોકાણકારો આકર્ષવામાં મદદ કરશે. અર્ન્સ્ટ એન્ડ યંગે ખોટ કરતી એરલાઇનના નાણાકીય પુનર્ગઠન માટેની યોજના પૂર્ણ કરી છે.

Read More...
RBIએ સતત છઠ્ઠી વખત વ્યાજદર યથાવત રાખ્યાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) મોનિટરી પોલિસી કમિટીની (MPC) બેઠકના અંતે ગુરુવાર, 8 ફેબ્રુઆરીએ વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસીએ રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે. 2024-25 માટે આરબીઆઈએ 7 ટકા વૃદ્ધિ દરનો 4.5 ટકા ફુગાવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

Read More...
વિમાનના દરવાજાના ઉત્પાદન માટે એરબસનો ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ

એરબસે બેંગલુરુ સ્થિત ડાયનેમેટિક ટેક્નોલોજીને A220 એરક્રાફ્ટના દરવાજાના ઉત્પાદન માટે સીમાચિહ્નરૂપ ઓર્ડર આપ્યો છે. કોન્ટ્રાક્ટમાં એરબસના એ-220 વિમાનોના ડોર્સના ઉત્પાદન અને એસેમ્બલિંગનો સમાવેશ થાય છે, એમ કંપનીએ બુધવાર, 8 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું. એરબસના આ મોટા એરોસ્પેસ ઓર્ડરને કારણે મોદી સરકારના મેઇક-ઇન-ઇન્ડિયા પ્રોજેક્ટ્સનો મોટો વેગ મળશે.

Read More...
AHLA: 2024માં હોટલ ઉદ્યોગનો મજબૂત પ્રારંભ

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA)ના 2024 સ્ટેટ ઑફ ધ હોટેલ ઇન્ડસ્ટ્રી રિપોર્ટ અનુસાર, 2024માં યુએસ હોટેલ ઉદ્યોગની સ્થિતિ મજબૂત છે, જેમાં સરેરાશ હોટલ ઓક્યુપેશન લગભગ 63.6 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના 2024 સ્ટેટ ઑફ ધ હોટેલ ઇન્ડસ્ટ્રી રિપોર્ટ અનુસાર, 2024માં યુએસ હોટેલ ઉદ્યોગની સ્થિતિ મજબૂત છે.

Read More...
સર્વે: મોટાભાગના અમેરિકનો 2024માં હોટેલ સ્ટે વધારશે

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના તાજેતરના સર્વેક્ષણ મુજબ, આશરે 72 ટકા અમેરિકનો 2023ની સરખામણીએ 2024માં તેમના હોટલમાં રોકાણ જાળવી રાખવા અથવા વધારવા માટે તૈયાર છે. આગામી ચાર મહિનામાં, લગભગ 53 ટકા રાતોરાત લેઝર ટ્રાવેલની યોજના ધરાવે છે અને 32 ટકા રાતોરાત બિઝનેસ ટ્રાવેલની અપેક્ષા રાખે છે.

Read More...
પીચટ્રી CPACE ધિરાણમાં $750 મિલિયનની નજીક પહોંચી

પીચટ્રી ગ્રૂપે ડિસેમ્બરમાં કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લીન એનર્જી ફાઇનાન્સિંગમાં $150 મિલિયન સુરક્ષિત કર્યા, 2019માં તેની સ્થાપના થઈ ત્યારથી તેની કુલ સંખ્યા લગભગ $750 મિલિયન થઈ ગઈ. એકલા 2023માં, પીચટ્રીએ યુ.એસ.માં 23 CPACE ફાઇનાન્સિંગ સોદા પૂર્ણ કર્યા, અને કુલ $250 મિલિયનમાં સીધા બેલેન્સ -શીટ-ફંડેડ વ્યવહારો કર્યા.

Read More...
  Entertainment

પાંચ અભિનેત્રીઓનું ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ

કોરોના અને લોકડાઉન પછી મનોરંજનના માધ્યમ- OTT પ્લેટફોર્મ્સની લોકપ્રિયતા વધી છે. અગાઉ નવી ફિલ્મો માત્ર થીયેટરમાં જ રિલીઝ થતી હતી, પરંતુ OTTના કારણે થીયેટર પરની નિર્ભરતા ઘટી છે અને કેટલીક ફિલ્મો તો માત્ર OTT માટે જ બને છે. OTTના વધી રહેલા મહત્ત્વને જાણીને મોટા અભિનેતાઓ પણ તેને સ્વીકારી રહ્યા છે. 2024માં ક્રિતિ સેનનની ફિલ્મો OTT પર સ્ટ્રીમ થવાની છે, જ્યારે વાણી કપૂર અને ઉર્મિલા માંતોડકર જેવી જાણીતી એક્ટ્રેસ સિરીઝના માધ્યમથી OTT પર પદાર્પણ કરી રહી છે.

Read More...

ધર્મેન્દ્ર-હેમાની પુત્રી ઇશા અને જમાઇ ભરત તખ્તાનીના છૂટાછેડા થયા

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રીના 12 વર્ષના લગ્નજીવનનો અંત આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઇશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની વચ્ચે ઝઘડો હોવાના સમાચારો વહેતા થયા હતા, એવામાં ઇશા અને ભરત બંનેએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને તેમના છૂટાછેડાના સમાચારોની પુષ્ટિ કરી હતી. મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે ભરત-ઇશાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે “અમે બંનેએ પરસ્પર સંમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે.

Read More...

ઋત્વિક અનિલ કપૂરના કામથી પ્રભાવિત

બોલિવૂડ ફિલ્મોના ચાહકો ઋત્વિક રોશનની આગામી ફિલ્મ ‘ફાઈટર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે. ‘ફાઇટર’ની રિલીઝ પહેલા મંગળવારે ઋત્વિક, દીપિકા અને અનિલ કપૂર મીડિયા સાથે વાત કરવા આવ્યા હતા. બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવનાર પીઢ અભિનેતા અનિલ કપૂર આ ઉંમરે પણ ફિલ્મો ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં તેની ફાઇટલ ફિલ્મ રીલીઝ થઇ હતી. તેમાં ઋત્વિક રોશન પણ છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store