H-1B વિઝાહોલ્ડર્સના જીવનસાથી, સંતાનોને એક લાખ વર્ક પરમિટ અપાશે
H-1B વિઝાહોલ્ડર્સને મોટી રાહત થાય તેવી એક હિલચાલમાં વ્હાઇટ હાઉસના સમર્થન સાથે રવિવારે એક ડીલ થઈ હતી, જે હેઠળ આશરે 1,00,000 H-4 વિઝાહોલ્ડર્સને ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન મળશે. તેનાથી કેટલીક કેટેગરીના H-1B વિઝાહોલ્ડર્સના જીવનસાથી અને બાળકોને અમેરિકામાં જોબની મંજુરી મળશે. યુએસ સેનેટમાં રીપબ્લિકન અને ડેમોક્રેટિક નેતાઓ વચ્ચેની લાંબી વાટાઘાટો પછી રવિવારે જાહેર કરાયેલી રાષ્ટ્રીય સુરક્ષા સમજૂતી મુજબ જે H-1B વિઝાહોલ્ડર્સના આશ્રિતોની ઉંમર વીતી ગઈ છે, તેવા લગભગ 250,000 સંતાનોની સમસ્યાનો ઉકેલ તેમાં ઓફર કરાયો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઘણા લાંબા સમયથી ઇમિગ્રેશન સિસ્ટમ તૂટી ગઈ છે. તેને વ્યવસ્થિ કરવાનો સમય આવી ગયો છે. તે આપણા દેશને આપણી સરહદોને વધુ સુરક્ષિત બનાવશે, રાષ્ટ્ર તરીકેના આપણા મૂલ્યો સાથે સુસંગત, કાયદેસરનું ઇમિગ્રેશન જાળવી રાખીને લોકો સાથે ન્યાયી અને માનવીય વર્તન કરશે.”
Read More...