ટેલિવિઝનના પડદે પ્રાચીન ગ્રંથો આધારિત સીરિયલોનો દબદબો રહેશે
ચાલીસેક વર્ષ અગાઉ મનોરંજન માટે ટેલિવિઝનનું એક આગવું મહત્ત્વ હતું. તે વખતે દર્શકો ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાચીન વિષયો આધારિત સીરિયલોને પણ પસંદ કરતા હતા. ધીરે-ધીરે આવા વિષયક સીરિયલો તરફનું આકર્ષણ ઘટતું ગયું હતું. નવી પેઢીના દર્શકો સાંસ્કૃતિક, ધાર્મિક કે ઐતિહાસિક વારસાથી છૂટા પડી ગયા હતા. રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા જેવા મહાકાવ્યો આધારિત મનોરંજન માત્ર વૃદ્ધો માટે જ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, કોરોનાકાળમાં નવી સીરિયલોનું પ્રોડક્શન અટકી ગયું હતું ત્યારે રામાનંદ સાગર નિર્મિત લોકપ્રિય સીરિયલ ‘રામાયણ’ અને બીઆર ચોપરાની ‘મહાભારત’ એ ટીવી પડદે ફરીથી ધૂમ મચાવી હતી.
Read More...