સૌથી મજબૂત કરન્સીની ફોર્બ્સની યાદીમાં US ડોલર છેક 10મા ક્રમે
વિશ્વભરમાં યુએસ ડોલરનું વર્ચસ્વ હોવા છતાં ફોર્બ્સની વિશ્વના સૌથી મજબૂત ચલણની યાદીમાં કુવૈતી દિનારને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે, જ્યારે બહેરીનો દિનાર અને ઓમાનનો રિયાલ બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં અમેરિકાનો ડોલર છેક 10માં ક્રમે અને યુકેનો પાઉન્ડ છઠ્ઠા ક્રમે છે. ટોપ 10 કરન્સીમાં ભારતના રૂપિયાને સ્થાન મળ્યું નથી. વિશ્વની ટોપ ટેન કરન્સીમાં અનુક્રમે કુવૈતી દિનાર, બહરાઇની દિનાર, ઓમાની રિયાલ, જોર્ડન દિનાર, જીબ્રાલ્ટર પાઉન્ડ, બ્રિટિશ પાઉન્ડ, કેમેન આઇલેન્ડ ડોલર, સ્વિસ ફ્રાન્ક, યુરો અને અમેરીકી ડોલરનો સમાવેશ થાય છે. ઓમાનનું રિયાલ એક પાવરફૂલ કરન્સી છે, જેની વેલ્યૂ 2.60 ડોલર અથવા 215 રૂપિયા થાય છે.
Read More...