અયોધ્યામાં રામમંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠાઃ વિશ્વભરના હિન્દુઓ માટે પાવન ઘડી
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના હિન્દુઓની આશરે 550 વર્ષની આતુરતાનો અંત આવ્યો હતો. એક સપ્તાહ લાંબી પૂજા વિધિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર ભવ્ય-દિવ્ય પ્રસંગે આર્મીના હેલિકોપ્ટરોએ અયોધ્યા પર પુષ્પવર્ષા કરી હતી અને 30 કલાકારોએ રામ મંદિર પરિસરમાં વિવિધ ભારતીય સંગીતનાં વાદ્યો વગાડ્યાં હતાં. રામમંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે 12:29થી 12:30 કરવામાં આવી હતી. વડાપ્રધાને બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.
Read More...