ગુજરાત 2027 સુધી $500 બિલિયનનું અર્થતંત્ર બનશેઃ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે તેમની સરકારે ભારતના જીડીપીમાં 10 ટકા યોગદાન આપવાનું અને 2026-27 સુધીમાં $500 બિલિયનનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાત હાલમાં દેશની જીડીપીમાંમાં 8.3 ટકાનું યોગદાન આપે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની વસ્તી દેશની કુલ વસ્તીના વસ્તીના 5 ટકા છે, પરંતુ દેશની જીડીપીમાં 8.3 ટકાથી વધુ યોગદાન આપે છે. પાછલા વર્ષમાં, રાજ્યનો ભારતની કુલ વેપારી નિકાસમાં નોંધપાત્ર 33 ટકા હિસ્સો હતો. ટેક્સટાઇલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ, જ્વેલરી અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં અગ્રેસર હોવા ઉપરાંત, ગુજરાત ઓટોમોબાઇલ સેક્ટરના હબ તરીકે પણ ઉભરી આવ્યું છે, જેણે પોતાને દેશના આર્થિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કર્યું છે.
Read More...