સુરતમાં વિશ્વ કક્ષાના ડાયમંડ બુર્સનું મોદીના હસ્તે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વની સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ગણાતા ‘સુરત ડાયમંડ બોર્સ’નું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને સુરત એરપોર્ટના નવા અપગ્રેડેડ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સુરતમાં ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે બનશે. બુર્સની સ્થાપના પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતમાંથી હીરા, રત્નો અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને સરળ બનાવવાનો છે. સુરત ડાયમંડ બુર્સ (SDB) બિલ્ડીંગ, 67 લાખ ચોરસ ફૂટ ફ્લોર એરિયા સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં આવેલું છે. સુરત ડાયમંડ બુર્સ ₹3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે. તે રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું વૈશ્વિક કેન્દ્ર બનવાની તૈયારીમાં છે.
Read More...