અંતે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના અબોલા તૂટ્યા
ભારતના કોમેડી જગતમાં સૌથી હિટ જોડી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે જોવા મળશે. બંનેએ પોતાની દુશ્મની ભૂલીને 6 વર્ષ પછી સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ સુપરહિટ જોડી હવે નેટફ્લિક્સ પર કોમેડી શોમાં જોવા મળશે. આ શોમાં કૃષ્ણા અભિષેક, અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા અને રાજીવ ઠાકુર સહિત ‘ધ કપિલ શર્મા શો’ની આખી ટીમ મનોરંજન રજૂ કરશે. 2018માં એક વિવાદ પછી, હાસ્યકાર કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર તેમના ચાહકોને હસાવવા માટે પાછા એકસાથે પાંચ ફરી રહ્યાં છે. એક વીડિયોમાં બંનેએ સાથે મળીને આ જાહેરાત કરી છે. આ શોને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી.
Read More...