Vol. 1 No. 42 About   |   Contact   |   Advertise December 14, 2023


 
 
એશિયન અમેરિકન પરિવારોમાં દેવા, ગરીબીનું પ્રમાણ નજીવું

અમેરિકાના પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા એક વ્યાપક વિશ્લેષણમાં દેશના અતિ સમૃદ્ધ અને સદ્ધર પરિવારો વચ્ચે સંપતિનો તફાવત બ્લેક અમેરિકન્સ અને સ્પેનિસ અમેરિકન્સ (હિસ્પેનિક્સ) માં સૌથી વધુ જણાયો હતો, જ્યારે ગોરા અમેરિકન અને એશિયન અમેરિકન પરિવારોમાં 2021માં સૌથી ગરીબ પરિવારો ઉપર તો દેવું લગભગ નહોતું અને થોડી મિલકતો તો આ પરિવારો પાસે હતી જ. અમેરિકામાં સ્થાયી થયેલા વંશિય અને એથનિક ગ્રુપ્સમાં દરેક ગ્રપના ટોચના સમૃદ્ધ 25 ટકા પરિવારો પાસે જે તે સંબંધિત ગ્રુપ્સની કુલ સંપતિમાંથી 75 ટકા કે એથી વધુ સંપતિ હતી. આમાં પણ દરેક ગ્રુપમાં સર્વાધિક સમૃદ્ધ એક ટકા લોકો પાસે તો સંપતિનો બાકી બધાની તુલનાએ ઘણો મોટો હિસ્સો જણાયો હતો. પ્યુ રીસર્ચ દ્વારા 2019 અને 2021ના વર્ષોની આર્થિક સ્થિતિનું તુલનાત્મક વિશ્લેષણ કરાયું હતું, જે કોવિડ 19ની વૈશ્વિવ મહામારીના અગાઉના વર્ષ અને મહામારીના સૌથી વધુ તીવ્ર પ્રકોપ પછીના વર્ષની સ્થિતિનું પ્રતિબિંબ ધરાવે છે.

Read More...
ભારતીયોએ ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગરબા રમી યુનેસ્કો – માન્યતાની ઉજવણી કરી

ગુજરાતના પરંપરાગત ગરબાનો યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશની ઉજવણી કરવા માટે ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગરબા કર્યા કર્યા હતા. શહેરનું આ આઇકોનિક સ્થળ ગરબાના લય અને સંગીતથી ઝુમી ઉઠ્યું હતું.

Read More...
ભારતીય બિઝનેસીસ, વિદ્યાર્થીઓ પરના ‘અન્યાયી’ વિઝા ક્રેકડાઉન સામે ચેતવણી

ભારતના કુશળ બિઝનેસીસ અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા જૂથોએ મંગળવારે યુકે સરકારના તાજેતરના વિઝા ક્રેકડાઉનની આસપાસ સ્પષ્ટતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી ઇમીગ્રન્ટ્સના આશ્રિતો પરના પ્રતિબંધને “અયોગ્ય” ગણાવ્યો છે.

Read More...
અમેરિકાના H-1B વિઝા, ગ્રીનકાર્ડની ફીમાં જંગી વધારો થશે

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે (USCIS) ઇમિગ્રેશનની વિવિધ કામગારી માટે ફીમાં જંગી વધારો કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. કોરોના મહામારીના કારણે દેશમાં આવકના પડકારો ઊભા થતાં USCIS દ્વારા જુદી-જુદી ફીની સમીક્ષા કરવી જરૂરી હોવાનું જણાવાયું હતું અને

Read More...
ખાલિસ્તાની ભાગલાવાદી પન્નુના પ્રત્યાર્પણ માટે ભારતે અમેરિકાની મદદ માગી

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ખાલિસ્તાની ભાગલાવાદી ગુરપતવંત સિંઘ પન્નુ દ્વારા ભારતીય કાયદાઓના ઉલ્લંઘન બદલ સરકારે અમેરિકા પાસેથી મદદ માગણી કરી છે.

Read More...
અમેરિકામાં ગણદેવીના મોટેલ સંચાલકને ઠાર કર્યા પછી હુમલાખોરનો આપઘાત

અમેરિકાના નોર્થ કેરોલિનાના રાજ્યના ન્યુપોર્ટ શહેરમાં 46 વર્ષીય ભારતીય મૂળના મોટેલ માલિકની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી હતી. બુધવારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સત્યેન નાયક મોટેલની બહાર ગોળી વાગેલી હાલતમાં મળ્યાં હતાં.

Read More...
બાઇડેને નિમેલા મોટાભાગના જજ મહિલા, વંશીય કે લઘુમતી સમુદાયના

અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડેને અત્યાર સુધી જે ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી છે તેમાં મોટાભાગના મહિલાઓ, વંશીય અને લઘુમતી સમુદાયના હોવાનું સંશોધનોમાં જણાયું હતું. ફેડરલ જ્યુડિશિયલ સેન્ટરના આંકડાઓનું પ્યુ રીસર્ચ સેન્ટરે વિશ્લેષણ કરતાં જણાયું હતું કે,

Read More...
અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અદાણી, બચ્ચન, કોહલીને આમંત્રણ

​​અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આશરે 7,000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા આરએસએસ વડા મોહન ભાગવત સહિત 30000

Read More...
યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગરબાનો સમાવેશ

યુનેસ્કોએ ગુજરાતના પરંપરાગત ગરબાને તેની ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદી’માં સામેલ કરવાની મંજૂરી આપી છે, એવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જાહેરાત કરી હતી.

Read More...
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં માત્ર 16 દેશ કન્ટ્રી પાર્ટનર

ગુજરાતમાં ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૪માં અત્યાર સુધી માત્ર 16 દેશોએ જ કન્ટ્રી પાર્ટનર બનવા તૈયારી દર્શાવી છે. પહેલીવાર વિદેશની ૧૪ વેપારી સંગઠનોને આમંત્રણ પાઠવીને પાર્ટનર બનાવવામાં આવ્યાં છે.

Read More...

  Sports
વેસ્ટ ઈન્ડિઝનો ત્રીજી વન-ડે, સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વિજય

વેસ્ટ ઈન્ડિઝે પ્રવાસી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને રવિવારે (10 ડીસેમ્બર) બાર્બાડોઝમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં વરસાદના વિક્ષેપ પછી છ વિકેટે હરાવી મેચ અને સીરીઝમાં વિજય હાંસલ કર્યો હતો. ત્રણ મેચની આ સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝનો 2-1થી વિજય થયો હતો.

Read More...
ભારત – દ. આફ્રિકા પહેલી ટી-20 ધોવાઈ ગઈ

દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 સીરીઝની રવિવારની (10 ડીસેમ્બર) ડરબન ખાતેની પ્રથમ મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ કરી શકાયો નહોતો. આખરે મેચ રદ કરવી પડી હતી.

Read More...
ભારતની ડબ્લ્યુપીએલમાં 30 ખેલાડી માટે કરોડો ખર્ચાયા

ભારતની મહિલા ક્રિકેટર્સ માટેની ટી-20 સ્પર્ધા – વિમેન્સ પ્રિમિયર લીગ (ડબ્લ્યુપીએલ) ની પાંચ ટીમ માટે રવિવારે (10 ડીસેમ્બર) મુંબઈમાં ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. ટુર્નામેન્ટ રમી રહેલી પાંચ ટીમ પાસે ફક્ત 30 ખેલાડીઓને કરારબદ્ધ કરવાની જોગવાઈ હતી,

Read More...
ભારત પ્રવાસે જનારી ઈંગ્લેન્ડની ટીમનો સુકાની બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટેની ટીમની જાહેરાત સોમવારે કરી હતી. 25 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમનું સુકાનીપદ બેન સ્ટોક્સને સોંપાયું છે. ઓલી પોપ ઉપસુકાની રહેશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2023 માટે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની તેની વાર્ષિક યાદી બહાર પાડી હતી અને તેમાં ચાર ભારતીયો મહિલાનો સમાવેશ કર્યો હતો. આ મહિલાઓએ ભારતમાંથી ઉભરતા વિવિધ અને પ્રભાવશાળી અવાજોનું પ્રદર્શન કરીને વૈશ્વિક મંચ પર તેમનું નામ રોશન કર્યું છે. આ યાદીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 32મા સ્થાને રહ્યાં હતા.

Read More...
અદાણીને ધારાવી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ સામે વિપક્ષનો વિરોધ

એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ગણાવતા ધારાવીના રિડેવલપમેન્ટ માટે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપને પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષો મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. અગાઉ કોંગ્રેસે આ પ્રોજેક્ટનો વિરોધ કરીને જણાવ્યું હતું કે મોદી સરકારે આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રૂપની તરફેણ કરી છે. હવે મુદ્દે શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે 16 ડિસેમ્બરે અદાણી ગ્રૂપની મુંબઈ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરશે.

Read More...
રશિયન ડાયમંડ પર G7 દેશોના પ્રતિબંધથી ભારતને અસર થશે

સાત ધનિક દેશોના ગ્રૂપ જી-7એ પહેલી જાન્યુઆરીથી રશિયન હીરા પર સીધા પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પહેલી માર્ચથી રશિયન હીરાની પરોક્ષ આયાત પર તબક્કાવાર પ્રતિબંધો લાદવામાં આવ્યા આવશે, એમ બુધવારે એક નિવેદનમાં જણાવાયું હતું. જી-સેવન દેશોના આ નિર્ણયથી ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની ધારણા છે.

Read More...
ભારત 2030 સુધી ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ S&P

અમેરિકા સ્થિત રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે બુધવારે જણાવ્યું હતું કે ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, પરંતુ દેશ માટે એક મોટી કસોટી ‘અપાર તક’નો ઉપયોગ કરીને આગામી મોટું વૈશ્વિક ઉત્પાદન હબ બનવાની રહેશે. રેટિંગ એજન્સીએ તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતનો જીડીપી 7 ટકાના દરે વધી રહ્યો છે અને આગામી

Read More...
AAHOA ભૂતપૂર્વ અધ્યક્ષ પાનવાલાએ સૂચિત ઓવરટાઇમ નિયમોમાં ફેરફાર સામે જુબાની આપી

AAHOAના ભૂતપૂર્વ અધ્યક્ષા જાગૃતિ પાનવાલાએ ફેર લેબર સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ એક્ઝિક્યુટિવ, વહીવટી અને વ્યાવસાયિક કર્મચારીઓ માટે ઓવરટાઇમ પગાર મુક્તિ થ્રેશોલ્ડ વધારવાના શ્રમ વિભાગની દરખાસ્ત સામે કોંગ્રેસ સમક્ષ જુબાની આપી હતી. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના બોર્ડ સભ્ય પનવાલાએ દલીલ કરી

Read More...
નેક્સજેન હોટેલ્સે ફ્લોરિડામાં બેસ્ટ વેસ્ટર્ન પ્લસ હસ્તગત કરી

નેક્સજેન હોટેલ્સે વેનિસ, ફ્લોરિડામાં બેસ્ટ વેસ્ટર્ન પ્લસ એમ્બેસેડર સ્યુટ્સ વેનિસ હસ્તગત કર્યા છે. 83 રૂમની હોટલનું સંચાલન મિઝોરી સ્થિત જેન્યુઈન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા કરવામાં આવશે.

Read More...
વ્યસન જાગૃતિ માટે હયાતના હોપ્લામઝિયનને શેટરપ્રૂફ બિરદાવશે

શેટરપ્રૂફ, યુએસ વ્યસન કટોકટીને સંબોધતી રાષ્ટ્રીય બિનનફાકારક સંસ્થા હયાત હોટેલ્સ કોર્પ.ના પ્રમુખ અને CEO, માર્ક હોપ્લામેઝિયનને વ્યસનની આસપાસના કલંકને પડકારવા અને જાગૃતિ લાવવા માટે હોસ્પિટાલિટી લીડર્સને એકત્ર કરવામાં તેમના યોગદાન માટે બિરદાવશે. આ ઇવેન્ટ શેટરપ્રૂફના સાતમા વાર્ષિક હોસ્પિટાલિટી હીરોઝ રિસેપ્શન દરમિયાન 23 જાન્યુઆરીએ J.W.

Read More...
  Entertainment

સાઉથ ઇન્ડિયાની અધધધ… બજેટની છ ફિલ્મોથી બોલીવૂડને મોટો પડકાર

છેલ્લા ઘણા સમયથી બોલીવૂડની સામે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દબદબો વધુ જોવા મળે છે. સાઉથમાંથી ઘણી હિટ ફિલ્મો રીલીઝ થઇ રહી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. હવે નજીકના ભવિષ્યમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત સાઉથની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શક્યતા છે અને આ ફિલ્મો માટે કુલ રૂ. 2,135 કરોડ ખર્ચવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

Read More...

શાહરૂખે ખરીદી ભારતની સૌથી મોંઘી EV કાર

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની નવી ‘ડંકી’ની રિલીઝની તૈયારીઓ ચાલી છે. શાહરુખ ખાન વિવિધ કારનો ચાહક પણ છે. તેના કારના કાફલામાં હુંડાઈની ભારતમાંની સૌથી મોંઘી EV કારનો વધારો થયો છે. તેણે તાજેતરમાં હુંડાઈની ‘Ioniq 5 EV’ કાર ખરીદી હતી. શાહરૂખ કોરિયાની હુંડાઈ મોટર્સ કંપની સાથે 25 વર્ષથી જોડાયેલો રહ્યો છે.

Read More...

અંતે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના અબોલા તૂટ્યા

ભારતના કોમેડી જગતમાં સૌથી હિટ જોડી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે જોવા મળશે. બંનેએ પોતાની દુશ્મની ભૂલીને 6 વર્ષ પછી સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ સુપરહિટ જોડી હવે નેટફ્લિક્સ પર કોમેડી શોમાં જોવા મળશે. આ શોમાં કૃષ્ણા અભિષેક, અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા અને રાજીવ ઠાકુર સહિત ‘ધ કપિલ શર્મા શો’ની આખી ટીમ મનોરંજન રજૂ કરશે.

Read More...

25 વર્ષ પછી સલમાન-કરણ જોહર…હમ સાથ સાથ હૈ….

સલમાન ખાન અને કરણ જોહરે 25 વર્ષ અગાઉ સાથે એક ફિલ્મ કરી હતી. ત્યારથી તેમની વચ્ચે ઘણીવાર એકબીજા સાથે ફિલ્મ કરવાની ચર્ચાઓ થતી રહેતી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ ફિલ્મ આવી નથી. હવે આખરે સલમાન ખાન અને કરણ જોહરે સાથે ફિલ્મ કરવાનું નક્કી કર્યું છે. સલમાને આ વાતની પુષ્ટિ કરી છે અને ફિલ્મનું નામ પણ જાહેર કર્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store