Vol. 3 No. 362 About   |   Contact   |   Advertise December 8, 2023


 
 
ભાજપનો ત્રણ, કોંગ્રેસનો એક રાજ્યમાં વિજય

ગયા મહિને ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેના રવિવારે (3 ડીસેમ્બર) જાહેર થયેલા પરિણામોમાં રાજકિય નિરીક્ષકો તેમજ લોકધારણા કરતાં વાસ્તવિકતા થોડી અલગ રહી છે અને તેનાથી ઘણાને આંચકો લાગ્યો છે. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે, તો અપેક્ષાથી વિરૂદ્ધ છત્તીસગઢમાં કોંગ્રેસનો પરાજય થયો છે. રાજસ્થાનમાં પરંપરા જળવાઈ છે અને ભાજપનો વિજય ધ્વજ લહેરાયો છે, તો મધ્ય પ્રદેશમાં અપેક્ષા વિરૂદ્ધ ભાજપે સત્તા જાળવી છે. દક્ષિણના એકમાત્ર રાજ્ય તેલંગણમાં સત્તાધારી બીઆરએસને હરાવી કોંગ્રેસે વિજય મેળવ્યો છે, જ્યારે ઈશાનના મિઝોરમમાં સોમવારે મતગણતરી શરૂ થઈ હતી અને બપોરે મળતા ટ્રેન્ડ્સ મુજબ મિઝોરમમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત જણાતું હતું.

Read More...
ઇમિગ્રન્ટ્સ ઘટાડવા યુકેમાં આકરા વિઝા નિયમો

બ્રિટનમાં આવતા નેટ ઇમીગ્રન્ટ્સનું સ્તર 2022માં લગભગ 750,000ના વિક્રમ સ્તરે પહોંચતા ગભરાયેલી બ્રિટિશ સરકારે સોમવારે તા. 4ના રોજ કડક નવા ઇમિગ્રેશન નિયમો જાહેર કર્યા છે.

Read More...
કિંગ ચાર્લ્સ III અને કેટ મિડલટન સામેના આક્ષેપો અંગે બકિંગહામ પેલેસ કાનુની પગલા લેશે!

ડ્યુક હેરી અને મેગનના પુત્ર પ્રિન્સ આર્ચીના જન્મ પહેલા બ્રિટિશ શાહી પરિવારના વરિષ્ઠ સભ્યોએ તેના ચામડીના રંગની આસપાસ પ્રશ્નો ઉભા કર્યા હોવાના આક્ષેપ ધરાવતા ઓમિડ સ્કોબીના પુસ્તક ‘એન્ડગેમ:

Read More...
યુકેમાં પ્રવેશતા એસાયલમ સિકર્સને રોકવા સલામત દેશની સૂચિમાં ભારતના ઉમેરા પર પ્રશ્ન કરાયો

યુકેની સંસદમાં રજૂ કરાયેલા બિલોની ચકાસણી કરતી હાઉસ ઓફ લોર્ડ્સની ક્રોસ-પાર્ટી હાઉસ ઓફ લોર્ડ્સ સેકન્ડરી લેજિસ્લેશન સ્ક્રુટિની કમિટીએ યુકેની વિસ્તૃત સલામત દેશની યાદીમાં ભારતને ઉમેરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે,

Read More...
અગાઉના લોકડાઉન વખતે શાળાઓ ખુલ્લી રાખી શકાઈ હોત: મેટ હેનકોક

પૂર્વ હેલ્થ સેક્રેટરી અને વેસ્ટ સફોકના સાંસદ મેટ હેનકોકે કોવિડ તપાસના બીજા દિવસે કહ્યું હતું કે ‘’સરકારે કોવિડના કેસોને વધવા પર વધુ ઝડપથી કાર્યવાહી કરી હોત અને મિનિસ્ટર્સે અગાઉના ઓટમની શરૂઆતમાં પગલાં લીધાં હોત તો જાન્યુઆરી 2021માં શાળાઓ બંધ કરવાનું ટાળી શકાયું હોત.

Read More...
ભારતની એપોલો હોસ્પિટલ્સમાં મ્યાનમારના યુવાનો કીડની વેચતા હોવાનો આક્ષેપ

વિશ્વની સૌથી મોટા ખાનગી હોસ્પિટલ ગૃપ પૈકીના એક અને સમગ્ર એશિયામાં સવલતો ધરાવતી મલ્ટિ-બિલિયન ડૉલરની ભારતની એપોલો હોસ્પિટલ્સ ‘કેશ ફોર કિડની’ રેકેટમાં ફસાઇ હોવાનું બહાર આવ્યું છે.

Read More...
અમેરિકાની સંસદમાં દ્વિપક્ષી વિઝા સુધારા બિલ રજૂ કરાયું

અમેરિકાની સંસદ (કોંગ્રેસ) માં ઇન્ડિયન અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલના નેતૃત્ત્વ રીપ્રઝેન્ટેટિવ રીચ મેકકોર્મિક અને રીપ્રેઝન્ટેટિવ રાજા ક્રિષ્ણમૂર્તિ સહિતના દ્વિપક્ષી ગ્રુપે તાજેતરમાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં એક બિલ રજૂ કર્યું હતું.

Read More...
ઉશ્કેરણીજનક ભાષણો સામે કાર્યવાહી જરૂરી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે બુધવારે (29 નવેમ્બર) કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની નફરત ફેલાવનારા ભાષણો સામે કાર્યવાહી જરૂર થવી જોઇએ. હેટ સ્પીચ મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટીપ્પણી કરી હતી.

Read More...
ન્યૂજર્સીમાં નાના-નાની અને મામાની હત્યા બદલ આણંદના વિદ્યાર્થીની ધરપકડ

ન્યૂ જર્સીના કોન્ડોમિનિયમમાં સોમવારે નાના-નાની અને મામાની કથિત રીતે હત્યા કરવા બદલ મૂળ આણંદના 23 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરાઈ હતી અને તેના પર ત્રણ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, એમ પોલીસ અને યુએસ મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
સાબરમતી રિવરફ્રન્ટ પર એન્ટરટેઈનમેન્ટ હબ બનાવાશે

પ્રવાસન સ્થળ તરીકે અમદાવાદના આકર્ષણમાં વધારો કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ રિવરફ્રન્ટ પર એક વિશાળ એન્ટરટેઇનમેન્ટ હબ માટે યોજનાઓનું અનાવરણ કર્યું હતું.

Read More...

  Sports
ભારતનો ટી-20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી વિજય

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ રવિવારે પુરો થયો અને ભારતે પ્રવાસી ટીમને પાંચમી અને અંતિમ ટી-20માં અંતિમ તબક્કાના રોમાંચ પછી છ રને હરાવી સીરીઝમાં 4-1થી વિજય હાંસલ કર્યો હતો.

Read More...
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટેની ભારતીય ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને સાઉથ આફ્રિકાના ટુંકા પ્રવાસે જવાની છે, જ્યાં બન્ને ટીમો વચ્ચે ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરવામાં આવી હતી,

Read More...
ભારતીય ટીમના હેડ કોચ તરીકે દ્રવિડ યથાવત

ભારતીય ક્રિકેટ બોર્ડે રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સોંપી છે. વન-ડે વર્લ્ડ કપ પછી તેનો હેડ કોચ તરીકેનો કોન્ટ્રાક્ટ પુરો થયો હતો.

Read More...
પ્રજ્ઞાનંદ, વૈશાલી વિશ્વમાં ચેસ ગ્રાંડમાસ્ટરની પહેલી ભાઈ-બહેનની જોડી

ભારતની મહિલા ચેસ ખેલાડી આર. વૈશાલી તાજેતરમાં સ્પેનના એલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી દેશની ત્રીજી મહિલા ખેલાડી બની છે. આ સાથે જ તે પોતાના ભાઈ આર.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સસ્તી આયાત માટે વોલમાર્ટની ચીનની જગ્યાએ ભારત પર નજર

અમેરિકન રિટેલ જાયન્ટ વોલમાર્ટ ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતમાંથી આયાત વધારી રહી છે. કંપનીએ ખર્ચમાં ઘટાડો કરવા માટે વિવિધ કવાયત કરી છે જેના ભાગરૂપે તે ભારતમાંથી આયાત વધારી રહી છે અને તેની સપ્લાય ચેઈન પણ ડાઈવર્સિફાઈ કરી રહી છે. રોઈટર્સના ડેટા અનુસાર ચાલુ કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન વોલમાર્ટે તેની 25 ટકા આયાત ભારતમાંથી કરી હતી. 2018માં તેની ભારતમાંથી આયાત માત્ર 2 ટકા હતી. બીજી તરફ ચીનમાંથી વોલમાર્ટની આયાત આ ગાળામાં 60 ટકા રહી હતી, જે 2018માં 80 ટકા હતી.

Read More...
વોરેન બફેટના સાથીદાર ચાર્લી મુંગરનું 99 વર્ષની વયે નિધન

વિશ્વના જાણીતા ઈન્વેસ્ટર વોરેન બફેટના સાથીદાર ચાર્લી મુંગરનું 99 વર્ષની વયે અવસાન થયું હતું.. મુંગર લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટમાં માનતા હતાં અને પોતાના ટાર્ગેટને પાર પાડીને જ રહેતા હતા. મુંગરના અવસાન પર વોરેન બફેટ અને એપલના ટિમ કૂક જેવી હસ્તિઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. બર્કશાયરમાં મુંગર વાઈસ ચેરમેનના પદ પર હતા અને તેમના હિસ્સાની વેલ્યૂ લગભગ 2.2 અબજ ડોલર થાય છે. તેમની કુલ નેટવર્થ 2.6 અબજ ડોલર હતી તેવું ફોર્બ્સ મેગેઝિન જણાવે છે. વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેને આગળ લઈ જવામાં બફેટની સાથે સાથે મુંગરનો પણ વિશેષ ફાળો હતો. તેઓ છેલ્લા 60 વર્ષથી વોરેન બફેટની સાથે સંકળાયેલા હતા જેમાં નિષ્ફળ ટેક્સ્ટાઈલ ઉત્પાદક કંપનીને એક મોટા સામ્રાજ્યમાં રૂપાંતરિત કરી દીધી છે.

Read More...
COP28માં પર્યાવરણ કટોકટીનો ભોગ બનેલા ગરીબ દેશોને વળતર આપવાની સમજૂતી

દુબઈમાં ગુરુવારથી શરૂ થયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP28માં પ્રથમ દિવસે મોટી સફળતા મળી હતી. આ કોન્ફરન્સમાં આબોહવા સંકટનો ભોગ બનેલા વિકાસશીલ અને ગરીબ દેશોને કેવી રીતે વળતર આપવું તે અંગે પ્રારંભિક સમજૂતી થઈ હતી. આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રવાના થયાં હતાં. COP28ના પ્રથમ દિવસે લોસ એન્ડ ડેમેજ ફંડને કાર્યરત બનાવવા અંગેના આ કરારથી આગામી 12 દિવસોમાં કેટલાંક મહત્વાકાંક્ષી નિર્ણયો માટેનો તખતો ગોઠવાયો હતો. ગયા વર્ષે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં યોજાયેલી COP27માં સમૃદ્ધ દેશો આ ફંડની સ્થાપના માટે સંમત થયાં હતાં.

Read More...
સૌથી મોંઘા શહેરોની યાદીમાં સિંગાપોર અને ઝ્યુરિક પ્રથમ ક્રમે

આ વર્ષે વર્ષના સૌથી મોંઘા શહેરોની યાદીમાં સિંગાપોર અને ઝ્યુરિક પ્રથમ ક્રમે રહ્યાં છે. આ પછી જીનીવા, ન્યુ યોર્ક અને હોંગકોંગનો ક્રમ આવે છે, એમ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)એ ગુરુવારે જણાવ્યું હતું. સિંગાપોરે પાછલા અગિયાર વર્ષમાં નવમી વખત રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, કારણ કે વિવિધ શ્રેણીઓમાં કિંમતના ઊંચા સ્તરો છે. રીપોર્ટમાં જણાવાયું હતું કે વૈશ્વિક કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટી હજી સમાપ્ત થઈ નથી. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી આશરે 200 ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં સ્થાનિક ચલણની દ્રષ્ટિએ વાર્ષિક 7.4% નો વધારો થયો છે,

Read More...
  Entertainment

OTT માટે ફિલ્મફેર એવોર્ડઝ જાહેરઃ બોલીવૂડના અનેક કલાકારો પણ સન્માનિત

કોરોનાકાળથી ભારતમાં OTTનું મહત્ત્વ વધ્યું છે. દર્શકોને ફિલ્મોની સામે વેબસીરીઝનો વિકલ્પ મળ્યો છે. બોલીવૂડના ઘણા કલાકારો આ ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળ્યા છે. જેમ દર વર્ષે ફિલ્મફેર દ્વારા વિવિધ કેટેગરીમાં ફિલ્મકારોને એવોર્ડ આપવામાં આવે છે તેમ હવે ફિલ્મફેર દ્વારા OTT માટે એવોર્ડઝ આપવાનું શરૂ થયું છે. આ વર્ષે વેબસિરીઝ તથા કલાકારોનું ફિલ્મફેર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટ, વિજય વર્મા, સુવિન્દર વિકી, રાજશ્રી દેશપાંડે, કરિશ્મા તન્ના, સોનાક્ષી સિંહા, મનોજ બાજપેયી, રાજકુમાર રાવ, શર્મિલા ટાગોર અને સાન્યા મલ્હોત્રા સહિતના જાણીતા કલાકારોને તેમની પ્રતિભા માટે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.

Read More...

અમિતાભ બચ્ચનની મિલ્કત કેટલી?

અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાનો ‘પ્રતિક્ષા’ બંગલો દીકરી શ્વેતા બચ્ચન નંદાને ભેટમાં આપ્યો ત્યારથી તેઓ વધુ ચર્ચામાં છે. તેમણે થોડા વર્ષો પહેલા ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર સંપત્તિની સમાન વહેચણી અંગે જે નિવેદન આપ્યું હતું, તેની પણ ચર્ચા થઇ રહી છે. 1969માં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર અમિતાભ બચ્ચને છ દાયકાથી પણ વધુ સમય બોલીવૂડમાં પસાર કર્યો છે. દરેક વ્યક્તિ ચોક્કસપણે આ વાત સાથે સંમત થશે કે તેમણે તેમની કારકિર્દીમાં સખત પરિશ્રમ કર્યો છે. દીવાર, શોલે, ડોન, કુલી, જંઝીર, શરાબી, શહેનશાહ વગેરે ફિલ્મો દ્વારા તેમણે ભારતીય દર્શકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

Read More...

ફિલ્મોની સફળતા માટે અક્ષયકુમારનો જુદો જ દૃષ્ટિકોણ

અક્ષયકુમારની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ મિશન રાનીગંજને બોક્સઓફિસ પર સરેરાશ પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ અંગે અક્ષયકુમારે જણાવ્યું હતું કે, બિઝનેસની ચર્ચા કરીએ તો ફિલ્મો પર પ્રેશર થવું જોઈએ નહીં. બિઝનેસના બદલે સ્ટોરી અને કન્ટેન્ટની વાત થવી જોઈએ. અત્યારના સમયમાં રૂ. 100 કરોડનું કલેક્શન સામાન્ય થઈ ગયું છે, તેવી સલમાન ખાને કોમેન્ટ કરી હતી. આ સંદર્ભે વાત કરતાં અક્ષયે દાવો કર્યો હતો કે, હોલિવૂડની જેમ ઈન્ડિયન સિનેમા પણ 2000-3000 કરોડની ફિલ્મ આપવા સક્ષમ છે. જવાન અને ગદર 2ના બોક્સઓફિસ કલેક્શન અંગે વાત કરતાં અગાઉ સલમાન ખાને જણાવ્યુ હતું કે, રૂ.100 કરોડની ક્લબ હવે મોટી વાત નથી.

Read More...

બિગબોસમાં રાખી સાવંત જોવા મળે તેવી ચર્ચા

ભારતીય ટેલીવિઝનમાં બિગબોસ શો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. બિગબોસનું ઘર એટલે હાઈ વોલ્ટેજ ડ્રામાનું એપીસેન્ટર. આ સીઝનમાં વિકી જૈન અને અંકિતા લોખંડેનો પતિ-પત્નીનું નાટક તથા મુનાવર અને પ્રિયંકા ચોપરાની લાડલી બહેન મન્નારાના ચેપ્ટરને કારણે સતત ડ્રામા છવાયેલો જ રહે છે. આ સ્થિતિમાં વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંત તેમના પતિ આદિલ દુર્રાની સાથે જોવા મળે તેવી ચર્ચા છે. જોકે, આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાખી સાવંત અગાઉ પણ બિગબોસમાં જોવા મળી હતી. બિગ બોસની સીઝન 1, 14 અને 15માં તે જોવા મળી હતી. જ્યારે રાખી ‘બિગ બોસ-14’માં આવી ત્યારે તેણે પોતાના લગ્નના રહસ્ય અંગે હતી. ‘બિગ બોસ 15’માં તે તેના પતિ રિતેશ સાથે શોમાં આવી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store