ગુજરાતમાં કમોસમી વરસાદ, અનેક સ્થળે કરા પડયા, 20નાં મોત
ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 20 લોકોનાં મોત નીપજ્યા હતા, તો માવઠાથી પાકને નુકસાન થયું હતું. રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં ભારે કરા પડ્યાં હતા અને રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેનાથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કુદરતી આફત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત કામગીરી કરી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ, રાજ્યના 251 તાલુકામાંથી 220 તાલુકામાં રવિવારે સવારે 6 વાગ્યાથી 10 કલાકમાં 50 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને પાકને ભારે નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Read More...