સહારા ગ્રુપના સ્થાપક સુબ્રતો રોયનું લાંબી બીમારી પછી અવસાન
સહારા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સુબ્રત રોયનું બુધવાર, 15 નવેમ્બરે મુંબઈની એક હોસ્પિટલમાં લાંબી બીમારી પછી અવસાન થયું હતું, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેઓ 75 વર્ષના હતાં. સુબ્રત રોયના પરિવારમાં પત્ની સ્વપ્ના રોય અને બે પુત્રો, સુશાંતો રોય અને સીમંતો રોય છે, જેઓ વિદેશમાં રહે છે. 1948માં બિહારના અરરિયામાં જન્મેલા સુબ્રત રોયની સફળતાની કહાની 1978માં સહાર પરિવાર સાથે ચાલુ થઈ હતી અને પછી એક વિશાળ ગ્રૂપનું પતન થયું હતું. માત્ર ₹2,000ની મૂડીથી શરૂ કરીને કંપનીએ ઉદ્યોગસાહસિકતામાં લાંબો રસ્તો પસાર કર્યો છે. તેમનું ગ્રુપ સફળતાના શિખરો સર કરતું હતું અને દેશના 12 લાખ જેટલા લોકોને રોજગારી આપી હતી. તેઓ પોતાને મેનેજિંગ વર્કર તરીકે ઓળખવાનું પસંદ કરતા હતાં.
Read More...