અમેરિકામાં ફરી કોરોના વકર્યો,14 રાજ્યોની હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા
અમેરિકામાં શિયાળાનું આગમન થતાં જ હોસ્પિટલોમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાઈ રહ્યો છે. સીડીસીના આંકડા અનુસાર 11 નવેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહ સુધીમાં દેશમાં આ વધારો 8.6 ટકા નોંધાયો હતો અને હોસ્પિટલોમાં નવા 16, 239 દર્દીઓ દાખલ થયા હતા. દેશના મધ્ય-પશ્ચિમ, સાઉથ આટલાન્ટિક અને દક્ષિણના પર્વતીય વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ હતી. આરોગ્ય અધિકારીઓની અપેક્ષા મુજબ આ વધારો નોંધાયો હતો અને વાઇરસના ફેલાવા માટે ઠંડીનું વાતાવરણ જવાબદાર મનાય છે. ઠંડા વાતાવરણના કારણે વાઇરસ તથા અન્ય ઇન્ફેશન્સનો વધારે ફેલાવો થયો હતો. 2020ના એક અભ્યાસમાં સૂચવ્યા મુજબ, કોવિડ વાઇરસ ઠંડા અને સૂકા વાતાવરણમાં લાંબા સમય સુધી ફેલાય છે. હોસ્પિટલોમાં જુન મહિનાથી દર્દીઓની સંખ્યામાં સ્થિર વધારો જોવા મળ્યો હતો અને તે સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉચ્ચ સ્તરે હતો. જો કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં 15 હજાર દર્દીઓ સાથે તેમાં સ્થિરતા જણાઇ હતી.
Read More...