સાત દેશોમાં નોન બાસમતી ચોખાની નિકાસને ભારતની મંજૂરી
ભારત નેપાળ, કેમરૂન, મલેશિયા, ફિલિપાઇન્સ, સેશેલ્સ, આઇવરી કોસ્ટ અને રિપબ્લિક ઓફ ગિનીમાં નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપશે, એમ બુધવારે એક સરકારી નોટિફિકેશનમાં જણાવાયું હતું. સરકારે જણાવ્યું હતું કે તેને નેપાળ, કેમરૂન અને મલેશિયા સહિત સાત દેશોમાં 10,34,800 ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) મારફત નિકાસની પરવાનગી આપવામાં આવી છે.
Read More...