અમેરિકા એચ-1બી વિઝા પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કરશે. ફેડરલ રજિસ્ટ્રીમાં ગત સોમવારે પ્રકાશિત નવા નિયમોનો હેતુ ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી-દુરુપયોગ રોકવા સુધારા કરવાનો છે. તેનાથી અમેરિકામાં ભણતા ભારતીયોને લાભ થશે. જો કે વિઝાની 60 હજારની સંખ્યા મર્યાદામાં કોઈ ફેરફાર નહીં થાય. આ સુધારા લાગુ કરતા પહેલા ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ પબ્લિક ઈનપુટ અને ફિડબેક મેળવવાના ઈરાદે તે દરખાસ્ત સ્વરૂપે જાહેર કર્યા છે. વિદેશી કર્મચારીઓની ક્ષમતા વધુ સારી બનાવવા અને વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો તથા નોન-પ્રોફિટ (સેવાભાવી) સંસ્થાઓ માટે કામ કરનારા લોકોને ફ્લેક્સિબિલિટી પૂરી પાડવા અને નોન-ઈમિગ્રન્ટ વર્કર્સ માટે વધુ સારી સ્થિતિ ઊભી કરવાના આશયે આ દરખાસ્ત રજૂ કરાઈ છે.
અમેરિકાના પ્રથમ શીખ મેયર રવિન્દર એસ ભલ્લાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા સંખ્યાબંધ પત્રો મળ્યાં છે. ભલ્લા 2017માં ન્યૂ જર્સીના હોબોકેન સિટીના મેયર તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા.
સાઉદી અરેબિયાના પ્રિન્સ અને દેશના ગુપ્તચર તંત્રના ભૂતપૂર્વ વડાએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ માટે હમાસ અને ઇઝરાયેલ બંનેની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ઘર્ષણમાં કોઈ નાયક કે વિજેતા નથી, પરંતુ લોકો જ દુઃખી છે”.
ઇઝરાયેલ-હમાસ વચ્ચેના તણાવ દરમિયાન ગયા સપ્તાહે ઇરાક અને સીરિયામાં યુએસ સૈનિકો પર વારંવાર હુમલા કરાયા હતા. અમેરિકાના અધિકારીઓએ ગયા સપ્તાહે ગુરુવારે જણાવ્યું હતું કે,
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આશરે ચાર વર્ષ પછી શનિવારે વતન વાપસી કરી હતી. તેમના સ્વાગતમાં એરપોર્ટ પર તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા.
બ્રિટિશ કોલંબિયામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના રાજદ્વારી વિવાદની વચ્ચે કેનેડાએ કેટલાક ભારતીય શહેરોમાં વાણિજ્ય દૂતાવાસમાં અસ્થાયીરૂપે વ્યક્તિગત કામગીરીને સ્થગિત કરી દીધી છે અને અને વિઝા પ્રક્રિયામાં વિલંબની ચેતવણી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશમાં ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવા ‘નમો ભારત’ને લીલી ઝંડી દર્શાવી હતી. મોદીએ ઉત્તર પ્રદેશના સાહિબાબાદ અને દુહાઈ ડેપો સ્ટેશનને જોડતી ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન પછી યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ગુરુવારે ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા અને આતંકવાદ સામેની લડાઇમાં યુકેનું સમર્થન જાહેર કર્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે ગત સપ્તાહે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા મેડિકલ કોર્સમાં જનરલ કેટેગરીમાં પ્રવેશ માટે કરેલી અપીલને ફગાવી દીધી હતી.
ગુજરાતમાં શનિવારે સાંજે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન ગરબા રમતી વખતે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં. મૃતકોમાં કિશોરોથી લઈને આધેડ વયના લોકોનો સમાવેશ થતો હતો.
હિમાચલ પ્રદેશના ધરમસાલામાં રવિવારે ભારતે વર્લ્ડ કપની ત્યાર સુધીની બીજી અજેય ટીમ, ન્યૂઝીલેન્ડને હરાવી યજમાન તરીકે સતત પાંચ મુકાબલામાં અજેય રહ્યાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, તો ગયા સપ્તાહમાં તે અગાઉ બાંગલાદેશને પણ પ્રભાવશાળી રીતે હરાવ્યું હતું.
અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાનો પ્રથમ વન-ડે વિજય ખૂબજ યાદગાર રીતે નોંધાવ્યો હતો. વર્લ્ડ કપ 2023ના તેના બીજા મેજર અપસેટમાં સોમવારે (23 ઓક્ટોબર) અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત સ્પિન ત્રિપુટીમાંના એક, બિશન સિંહ બેદીનું લાંબી બિમારી પછી સોમવાર, 23 ઓક્ટોબરે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શોક વ્યક્ત કર્યો હતો.
ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાં ગયા સપ્તાહે શનિવારે ભારતની પી. વી. સિંધુનો સ્પેનની કૅરોલિના મારિન સામે ૧૮-૨૧, ૨૧-૧૯, ૭-૨૧થી પરાજય થયો હતો. ઓડેન્સમાં રમાયેલી આ મૅચમાં બન્ને વચ્ચે બોલાચાલી થતાં બન્નેને યલો કાર્ડ મળ્યા હતા.
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની બંને પેટાકંપનીઓ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયાએ નવા બોઈંગ 737-8 એરક્રાફ્ટ પર ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ તરીકે એક એક કોમન નવા બ્રાન્ડિંગનું અનાવરણ કર્યું હતું. નવી એરક્રાફ્ટ લિવરીમાં ઓરેન્જ અને ટર્ટોઇઝ વાઇબ્રન્ટ શેડ્સનો સમાવેશ થાય છે.
ડાબરની ત્રણ પેટાકંપનીઓ સામે અમેરિકા અને કેનેડામાં અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગ્રાહકોનો આરોપ છે કે કંપનીની હેર પ્રોડક્ટ્સને કારણે અંડાશય અને ગર્ભાશયનું કેન્સર થાય છે. આ પેટાકંપનીઓમાં નમસ્તે લેબોરેટરીઝ એલએલસી (“નમસ્તે”), ડર્મોવિવા સ્કિન એસેન્શિયલ્સ (“ડર્મોવિવા”) અને ડાબર ઇન્ટરનેશનલ (“DINTL”)નો સમાવેશ થાય છે.
ગૂગલે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ભારતમાં પિક્સલ સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. સર્ચ જાયન્ટ ભારતમાં પિક્સલ 8 નું ઉત્પાદન કરશે અને પ્રથમ યુનિટ 2024માં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. પિક્સલ 8 કંપની દ્વારા આ મહિનાની શરૂઆતમાં પ્રીમિયમ પિક્સલ 8 પ્રો મોડલની સાથે ભારતમાં અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
ભારત નેપાળ, કેમરૂન, મલેશિયા, ફિલિપાઇન્સ, સેશેલ્સ, આઇવરી કોસ્ટ અને રિપબ્લિક ઓફ ગિનીમાં નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપશે, એમ બુધવારે એક સરકારી નોટિફિકેશનમાં જણાવાયું હતું.
અમેરિકન પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ વિવેક રામાસ્વામી અને AAHOAના ચેરમેન ભરત પટેલે AAHOA 2024 પ્રેસિડેન્સિયલ કેન્ડિડેટ ફોરમના ઉદઘાટનમાં હોસ્પિટાલિટી ઉદ્યોગના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન અને ઇપ્સોસના તાજેતરના અહેવાલ મુજબ, એર ટ્રાવેલ હેસલેસ ફ્લાયર્સને વાર્ષિક સરેરાશ બે ટ્રિપ્સ છોડવા તરફ દોરી જાય છે, જેના પરિણામે આગામી વર્ષમાં 27 મિલિયન ટાળેલી ટ્રિપ્સ યુએસ અર્થતંત્રને $71 બિલિયનનું નુકસાન કરશે.
ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલે બુધવારે જાહેરાત કરી હતી કે તેણે લગભગ $9.8 બિલિયનના ટ્રાન્ઝેકશનમાં વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટને હસ્તગત કરવાની દરખાસ્ત કરી છે.
સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં બે મુખ્ય અભિનેતા-અભિનેત્રીના પ્રણય પ્રસંગો, પ્રેમગીતો, વિરહ અને મિલન વગેરે દૃશ્યો જોવા મળે છે. પરંતુ કેટલીક ફિલ્મોમાં અભિનેતાના જીવન સંઘર્ષની અને સફળતાની કથા હોય છે.
ભારતનાં પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રોપદી મુર્મુએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે 2021 માટેના 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો.
રણબીર કપૂરે બોલીવૂડમાં તેની છાપ એક ચોકલેટી અભિનેતા તરીકે ઊભી કરી છે. તે ફિલ્મોમાં હંમેશા નવા અવતારમાં જ જોવા મળે છે. આવી સ્થિતિમાં તે પોતાના કામ પર ખૂબ ધ્યાન પણ આપે છે. હવે એવી ચર્ચા છે કે,
સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાનને જુદા-જુદા સ્થળોનો પ્રવાસ કરવાનું ખૂબ જ પસંદ છે. તે સમય મળે ત્યારે બ્રેક લઈને નવા-નવા વિસ્તારો ખૂંદવા નીકળી પડે છે. સારાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રાવેલ ડાયરીથી ભરચક હોય છે.
Please confirm you want to unsubscribe Click Here.