Vol. 1 No. 37 About   |   Contact   |   Advertise October 19, 2023


 
 
 
ઈઝરાયેલ – હમાસ જંગ નિર્ણાયક તબક્કે

ઈઝરાયેલ – હમાસ વચ્ચેનો જંગ હવે મંગળવારે (17 ઓક્ટોબર) અગિયારમાં દિવસમાં પ્રવેશસે, ત્યારે ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, કિંમત કદાચ મોટી હશે, પણ હમાસ સામેના જંગમાં અમારો વિજય નિશ્ચિત છે. બીજી તરફ વિશ્વના અનેક દેશોની જેમ ભારતે પણ ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને સ્વદેશ પાછા લાવવા શરૂ કરેલા ઓપરેશન અજેય હેઠળ સોમવારે પાંચમી સ્પેશિયલ ફલાઈટ તેલ અવિવથી રવાના થઈ હતી. આ જંગમાં સત્તાવાર માહિતી મુજબ સોમવાર સુધીમાં 4,000થી વધુ લોકોનો મોત નિપજ્યા હતા, તો ઘવાયેલાઓની સંખ્યાનો અંદાજ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. તો બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાનના કાર્યાલયે એક સંદેશમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલનો જંગ હમાસ સામે છે, પેલેસ્ટાઈનની સામાન્ય જનતા સામે નથી.

Read More...
અમેરિકામાં 10% એશિયન અમેરિકનો હિન્દુ

અમેરિકામાં દર 10માંથી એક એશિયન અમેરિકન (11 ટકા) હવે હિન્દુ ધર્મને તેમનો ધર્મ માને છે. તાજેતરના પ્યુ રીસર્ચ સેન્ટરના એક સર્વેના તારણમાં જણાયું હતું કે, બે તૃતિયાંશ ઇન્ડિયન અમેરિકનો પોતે હિન્દુ છે અથવા તો પોતાને હિન્દુત્વની નજીક માનતા હોવાનું જણાવે છે.

Read More...
મેરીલેન્ડમાં ડૉ. બી. આર. આંબેડકરની 19 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના મેરીલેન્ડ સબર્બમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ બી આર આંબેડકરની 19 ફૂટ ઊંચી પ્રતિમાનું ઔપચારિક અનાવરણ કરાયું હતું. ભારત બહારની તે ડો. બાબસાહેબની સૌથી મોટી પ્રતિમા છે.

Read More...
પાકિસ્તાનના માજી વડાપ્રધાન નવાઝ શરીફ વતન પરત ફરશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આગામી 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. હાલ તેઓ વિદેશમાં દેશવટો ભોગવી રહ્યા છે. નવાઝ શરીફના પક્ષના હોદ્દેદારોએ તેમના પાકિસ્તાન પરત ફરવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે.

Read More...
બાઇડેન સામે ઇન્ડિયન-અમેરિકન નિક્કી હેલીની સરસાઈઃ પોલ

અમેરિકામાં 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી હાલમાં યોજાય તો યુએસ પ્રમુખ જો બાઇડન રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવારો નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ સામે હારી જશે, પરંતુ તેમના પુરોગામ ડોનાલ્ડ ટ્રમ્પને સાંકડી સરસાઈથી હરાવી દેશે, એમ એક નવા પોલમાં 13 ઓક્ટોબરે જણાવાયું હતું.

Read More...
ગીતાંજલિ રાવની વધુ એક સિદ્ધિ, જિલ બાઇડેનના હસ્તે સન્માન

અમેરિકામાં કમ્યુનિટીમાં પરિવર્તન લાવવા અને ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા બદલ કિશોરવયની ઇન્ડિયન અમેરિકન ઈન્વેન્ટર ગીતાંજલિ રાવનું અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઇડન દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. ગીતાંજલી રાવની સાથે અન્ય 14 યુવા મહિલાઓનું પણ સન્માન કરાયું હતું.

Read More...
રામ મંદિર ટ્રસ્ટ 26 જાન્યુઆરી પછી NRIને અયોધ્યામાં આમંત્રિત કરશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને 26 જાન્યુઆરી, 2024 પછી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન માટે આમંત્રણ આપશે. રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન 21 થી 24 જાન્યુઆરી થશે.

Read More...
ગરબાને યુનેસ્કોનો પ્રતિષ્ઠાવંત કલ્ચરલ હેરિટેજ ટેગ આઇસીએચ મળે તેવી શક્યતા

​​ગુજરાતના લોકપ્રિય ગરબાને આ વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને પ્રતિષ્ઠાવંત ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમનટી(આઈસીએચ) માં ગરબાનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

Read More...
મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ

ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યાં હતાં.

Read More...
બિલ્કીસ બાનો કેસ, સુપ્રીમ કોર્ટે સજા માફીના અસલ દસ્તાવેજો માંગ્યા

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોની સજામાફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ 16 ઓક્ટોબર સુધી સુપરત કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારને ગુરુવારે આદેશ આપ્યો હતો.

Read More...

  Sports
ભારતે અમદાવાદમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી ઉત્તેજનાપૂર્ણ બની રહેલી શનિવાર (14 ઓક્ટોબર) ની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પ્રભાવશાળી રીતે હરાવી પડોશી ક્રિકેટના કટ્ટર હરીફ સામેનો પોતાનો વર્લ્ડ કપનો અજેય રેકોર્ડ યથાવત જાળવી રાખ્યો હતો.

Read More...
અફઘાનિસ્તાનનો વર્લ્ડ કપમાં મેજર અપસેટ, ઈંગ્લેન્ડને હરાવ્યું

અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટમાં રવિવારે નવી દિલ્હીમાં મેજર અપસેટમાં ઈંગ્લેન્ડને 69 રને જંગી શિકસ્ત આપી ક્રિકેટ રસિયાઓને ચોંકાવી દીધા હતા, તો બીજી તરફ આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તેની પહેલી બન્ને મેચમાં પરાજય સાથે તળિયે પહોંચી ગયું હતું.

Read More...
હવે ઓલિમ્પિક્સમાં પણ ક્રિકેટનો સમાવેશ

અમેરિકાના લોસ એન્જેલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સની કારોબારીની બેઠકમાં સોમવારે બહાલી અપાઈ હતી. મુંબઈમાં યોજાયેલી બેઠકમાં ક્રિકેટ સહિત પાંચ રમતોના સમાવેશને મંજુરીની મહોર લાગી હતી.

Read More...
શુભમન ગિલ ICC નો પ્લેયર ઓફ ધ મંથ

ભારતના યુવા, ઉભરતા ઓપનિંગ બેટર શુભમન ગિલની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) સપ્ટેમ્બર મહિનાનો પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદગી કરાયાની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
રિલાયન્સના બોર્ડમાં અનંત અંબાણી નિમણૂકની વિરુદ્ધમાં મતદાન કરવા એડવાઇઝરી કંપનીની ભલામણ

ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસે શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં અનંત અંબાણીની નિમણૂકની વિરુદ્ધમાં મત આપવાની ભલામણ કરી હતી. જોકે, એડવાઇઝરી કંપનીએ એક નોંધમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીને મત આપવાની ભલામણ કરી હતી.

Read More...
વેદાંતાની છ કંપનીઓ યુકે સ્થિત માલિક કંપની કરતાં મોટી બનશેઃ અનિલ અગ્રવાલ

બિલિયોનેર અનિલ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે વેદાંત લિમિટેડમાંથી વિભાજિત કરવામાં આવેલી છ કંપનીઓ આખરે તેમની યુકે સ્થિત પેરેન્ટ વેદાંત રિસોર્સિસ કરતાં મોટી બનશે.

Read More...
લેપટોપની આયાત ઉપર નિયંત્રણો મુકવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો

ભારે વિરોધને પગલે ભારત સરકારે લેપટોપની આયાત પર નિયંત્રણો મૂકવાના તેના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. ભારતના વેપાર સચિવ સુનીલ બર્થવાલે શુક્રવારે આ ફેરફારની જાહેરાત કરી હતી.

Read More...
મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામમાં પૂજા કરી, રૂ.5 કરોડનું દાન આપ્યું

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુરુવારે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પૂજા કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તેમના સૌથી નાના પુત્ર અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે બદ્રીનાથ ધામ પહોંચ્યાં હતા.

Read More...
બેઘર માટે ઘરના સૂચિત L.A. હોટેલ્સ હાઉસિંગ આદેશને લઈને ઘણાને સલામતી અંગે ચિંતા

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના તાજેતરના મતદાન અનુસાર, જો ત્યાંની હોટલોને પેઇંગ ગેસ્ટ્સની બાજુમાં બેઘર લોકોને રાખવાની ફરજ પાડવામાં આવે તો 10માંથી

Read More...
કામરા બેચલર ફંડ અને કોર્પોરેટ એકાઉન્ટિંગ નોબલ ગ્રુપના ડિરેક્ટર

કામારા બેચલર નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપમાં ફંડ અને કોર્પોરેટ એકાઉન્ટિંગના નવા ડિરેક્ટર છે. બેચલર, ઓડિટ, ટેક્સ, ફંડ મેનેજમેન્ટ, REIT કમ્પ્લાયન્સ અને કેશ ફ્લો પ્રોજેક્શન્સ અને એનાલિટીક્સના નિષ્ણાત છે.

Read More...
હોટલમાં રોકાણ માટે બોસ્ટન અમેરિકાનું સૌથી મોંઘું શહેર

Cheaphotels.org દ્વારા તાજેતરના સર્વેક્ષણ મુજબ, બોસ્ટન એ અમેરિકામાં હોટલમાં રહેવા માટેનું સૌથી મોંઘું શહેર છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે પોર્ટલેન્ડ સૌથી સસ્તું શહેર હતું.

Read More...
  Entertainment

બોલીવૂડમાં પણ નવરાત્રિનાં નવરંગનું આકર્ષણ

ફિલ્મો તરફ દર્શકોને આકર્ષવા માટે નિર્માતા-દિગ્દર્શકો તેમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. ખાસ તો દર્શકોને ધ્યાનમાં રાખીને તહેવાર સંબંધિત ગીત-સંગીતનો તેમાં ઉપયોગ કરે છે. ઘણા લાંબા સમયથી બોલીવૂડની ફિલ્મો નવરાત્રિનું પણ આકર્ષણ જોવા મળ્યું છે.

Read More...

અક્ષયકુમારે કેનેડાની નાગરિકતા કેમ છોડી દીધી?

અક્ષયકુમારે 1990 પછી કેનેડાની નાગરિકતા મેળવી હતી. પછી તેણે તે નાગરિકતા છોડી દીધી હતી અને તાજેતરમાં તે ભારતનો નાગરિક બની ગયો હતો. જોકે, કેનેડાની નાગરિકતાને કારણે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઇ હતી.

Read More...

ક્રિતીને કેવો જોઇએ છે મનનો માણિગર?

બોલીવૂડની યુવા અભિનેત્રી ક્રિતી સેનને તેના સંબંધો અંગે સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું છે કે, તે હજુ પણ એકલી જ છે. એટલે તે કોઇની સાથે ડેટ કરી રહી નથી. તે છેલ્લે ‘આદિપુરુષ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે કરીના કપૂર ખાન સાથે ‘ધ ક્રૂ’માં,

Read More...

12 મહિના સુધી બિઝી છે અજય દેવગણ

અજય દેવગણ આવનારા 12 મહિના સુધી ખૂબ જ બિઝી છે. આ સમયગાળા દરમિયાન અજયની સાત ફિલ્મો રિલીઝ થવાની છે. અજયે નીરજ પાંડે સાથેની ફિલ્મ ઔરો મેં કહાં દમ થા, માધવન-જ્યોતિકા સાથેની થ્રિલરનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store