ભારત વિશ્વમાં બીજા ક્રમે સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બન્યો
ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો, મૂળ ડિઝાઈન ઉત્પાદકો અને પાર્ટસ એન્ડ કમ્પોનન્ટ કંપનીઓના ભારે રોકાણને કારણે ભારત હવે મોબાઈલ ફોન માટે બીજા ક્રમનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એમ મંગળવારે એક અહેવાલમાં જણાવાયું હતું. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રીપોર્ટ અનુસાર, 2023માં ભારત તેના કુલ એસેમ્બલ મોબાઈલ ફોનના લગભગ 22 ટકા નિકાસ કરે તેવી અપેક્ષા છે. જોકે, ચીનની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હજુ પણ લાંબા ગાળે તેની અગ્રણી ભૂમિકા જાળવી રાખશે,એમ વરિષ્ઠ સંશોધન વિશ્લેષક ઇવાન લેમે જણાવ્યું હતું.
Read More...