રોબિન્સવિલેમાં અક્ષરધામનું ભવ્યાતિભવ્ય ઉદ્દઘાટન
અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે, આઠ ઓક્ટોબરે ભવ્ય ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથી 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ તથા પ્રતિનિધિઓ સહિત 100થી વધુ વિશેષ અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. અક્ષરધામ મંદિર 12,500થી વધુ સ્વયંસેવકોએ દ્વારા બનાવ્યું છે. આ મંદિર પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ડીઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 10 હજાર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્યો અને નૃત્યકલાનું નકશીકામ આ મંદિરની પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ડીઝાઇનમાં સામેલ છે. કમ્બોડિયાના અંગકોરવાટ પછીનું આ વિશ્વનું સૌથી મોટું મંદિર છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં રોબિન્સવિલે ખાતે અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદઘાટન સમારંભનો 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો.
Read More...