ઈન્ડિયન અમેરિકનો સૌથી મોટો એશિયન માઈગ્રન્ટ્સ સમુદાય
અમેરિકાના 2010 થી 2020ના સેન્સસના આંકડાની વિગતોના પૃથ્થકરણ પ્રમાણે ચાઈનીઝ અમેરિકન્સ કરતાં ઈન્ડિયન અમેરિકન્સ સમુદાયનું સંખ્યાબળ વૃદ્ધિમાં આગળ નિકળી ગયું છે. અગાઉ, ચાઈનીઝ અમેરિકન્સ સમુદાય સૌથી મોટો હતો. જો કે, કુલ વસતીમાં હજી પણ 52 લાખના સંખ્યાબળ સાથે ચાઈનીઝ અમેરિકન્સ સૌથી મોટો સમુદાય છે. 2020ની વસતી ગણતરીમાં ફક્ત ઈન્ડિયન તરીકે ઓળખાતા, એટલે કે હજી ભારતીય નાગરિકો હોય તેવા માઈગ્રન્ટ્સની સંખ્યા 44 લાખની છે, જે અગાઉના દાયકાની સંખ્યા સામે 55 ટકા વૃદ્ધિ દર્શાવે છે. અને નિષ્ણાતોના મતે ભારતીય અમેરિકન્સની વધી રહેલી સંખ્યાની અસરો અમેરિકાના જાહેર જીવનમાં હવે પ્રબળ રીતે વર્તાવા, દેખાવા લાગી છે.
Read More...