Vol. 3 No. 355 About   |   Contact   |   Advertise September 29, 2023


 
 
“નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી”

અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ખાલિસ્તાની ત્રાસવાદી અને ભાગલાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હતી, પરંતુ કેનેડા સરકાર દ્વારા આંતરવામાં આવેલી માહિતી વધુ નિશ્ચિત હતી અને તેણે ભારત પર ષડયંત્ર રચવાનો ભારત પર આરોપ મૂક્યો હતો.

Read More...
‘પેશન્ટ્સ લાઈવ્સ મેટર’ નામથી જય પટેલ દર્દીઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવશે

લંડનની હોસ્પિટલમાં ચિકિત્સકો દ્વારા કરાયેલી “ભૂલોની વણઝાર” બાદ સારવાર અને સંભાળમાં “નિષ્ફળતા”ને કારણે મૃત્યુ પામેલા 30 વર્ષના પુત્ર બલરામની યાદમાં દર્દીઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવવા લંડનના ભારતીય મૂળના જય પટેલે નવું ચેરિટી ફાઉન્ડેશન પેશન્ટ્સ લાઈવ્સ મેટર

Read More...
ઇસ્ટ લેસ્ટરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ઢોલ વગાડવા બાબતે ચકમક ઝરી

ઇસ્ટ લેસ્ટરના હેરવુડ સ્ટ્રીટ પર સ્થાપવામાં આવેલા ગણેશજીની પ્રતિમા પાસે વગાડવામાં આવતા ઢોલના કારણે નજીકમાં આવેલી મસ્જિદમાં પ્રાર્થના દરમિયાન વિક્ષેપ પડતો હોવાનું જણાવી ઢોલ વગાડવાનું બંધ કરાવવાના મામલે બન્ને સમુદાયના લોકો વચ્ચે ચકમક ઝરી ગઇ હતી.

Read More...
લેસ્ટરમાં થયેલા તોફાનો સંબંધે 32ને દોષિત ઠેરવવામાં આવ્યા

એશિયા કપ ક્રિકેટ મેચ બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં ઇસ્ટ લેસ્ટરના બેલગ્રેવ રોડ પર હિન્દુ અને મુસ્લિમ સમુદાયોના લોકો વચ્ચે ફાટી નીકળેલા તોફાનો અને હિંસક અથડામણો બાબતે કુલ 32 વ્યક્તિઓને વિવિધ ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Read More...
ઉત્તરાખંડના લોકો, યાત્રાધામો અને રાજ્યના વિકાસ માટે કટિબધ્ધ છીએ: શ્રી પુષ્કર સિંહ ધામી

ભારતના ઉત્તરાખંડમાં હોસ્પિટાલીટી અને ઉદ્યોગ ક્ષેત્રે વિદેશી મુડીરોકાણ માટે લંડન અને બર્મિંગહામમાં બે રોડ શો સાથે અન્ય કાર્યક્રમો માટે યુકેના મુલાકાતે આવેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ ગરવી ગુજરાતને આપેલા એક્સક્લુસિવ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું

Read More...
ભારતીયોએ છ મહિનામાં 30 લાખથી વધુ વિઝા અરજીઓ કરી

આ કેલેન્ડર વર્ષમાં ભારતમાં ફાઈલ કરાયેલી વિઝા અરજીઓની સંખ્યા મહામારી પહેલાના 2019ના લેવલેને પાર કરે તેવી શક્યતા છે. 50થી વધુ દેશો માટે વિઝા અરજીઓનું સંચાલન કરતી એજન્સી VFS ગ્લોબલે જણાવ્યું હતું કે તેને જાન્યુઆરીથી જૂન 2023

Read More...
કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સેવા સસ્પેન્ડ કરી

ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતે વધુ નોટિસ સુધી કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. કેનેડિયન નાગરિકોની વિઝા અરજીઓની પ્રારંભિક ચકાસણી માટે રાખવામાં આવેલી ખાનગી એજન્સીએ BLS

Read More...
મહિલાઓને 33 ટકા અનામતના ઐતિહાસિક ખરડાને બહાલી

લોકસભા અને રાજયોની વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનાતમની જોગવાઈ કરતાં ‘નારી શક્તિ વંદન બિલ’ લાંબી ચર્ચા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ સર્વસંમતિથી પસાર થવાની સાથે તેને સંસદના બંને ગૃહોની ઐતિહાસિક બહાલી મળી હતી.

Read More...
ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ હવે US, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પ્રેક્ટિસ કરી શકશે

ભારતના નેશનલ મેડિકલ કમિશન (NMC)ને 10 વર્ષના કાર્યકાળ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME)ની માન્યતા મળી છે. WFME માન્યતાથી ભારતીય તબીબી સ્નાતકો WFME માન્યતાની જરૂર છે તેવા અન્ય દેશોમાં અનુસ્નાતક તાલીમ અને પ્રેક્ટિસ કરી શકશે.

Read More...
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ

અંબાજીમાં શનિવારથી ભાદરવી પૂનમના મહામેળો-૨૦૨૩નો પ્રારંભ થયો હતો. દર વર્ષની જેમ મા અંબાના આશીર્વાદ લેવા પદયાત્રા કરી અંદાજે ૩૦ લાખથી વધુ ભક્તોની સુરક્ષા-સુવિધા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

Read More...

  Sports
ભારતનો બીજી વન-ડે, શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય

ઈન્દોરમાં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે અનેક રેકોર્ડ્સ સાથે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી ત્રણ વન-ડેની આ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.

Read More...
ટી-20 વર્લ્ડ કપ જુન 2024માં વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકામાં

આગામી ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષે જુન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે ગયા સપ્તાહે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝમાં સાત શહેરો તથા અમેરિકામાં ત્રણ – ન્યૂયોર્ક, ડલ્લાસ અને ફલોરિડામાં રમાશે.

Read More...
પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં નસીમ શાહનો સમાવેશ નહીં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાચ કરી હતી. ટીમના સુકાનીપદે બાબર આઝમ અને ઉપસુકાનીપદે શાદાબ ખાન રહેશે. ટીમમાં 15 ખેલાડીઓ ઉપરાંત 3 ખેલાડી ટ્રાવેલિંગ રીઝર્વ તરીકે પસંદ કરાયા છે.

Read More...
એશિયન ગેમ્સમાં ભારતના 3 ગોલ્ડ સાથે 14 મેડલ

ચીનના હોંગઝાઉ ખાતે રવિવારથી શરૂ થયેલી એશિયન ગેમ્સમાં મંગળવારે ભારતે ઘોડેસવારીની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ તથા સેઈલિંગમાં એક સિલ્વર અને એક બ્રોંઝ એમ કુલ ત્રણ મેડલ હાંસલ કર્યા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ફેડ રિઝર્વ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદર વધારા પર બ્રેક મારી

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક પછી યુકેની બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારા પર બ્રેક મારી હતી. આનાથી સંકેત મળે છે કે વિકસિત દેશોમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ હવે પૂરો થયો છે. છેલ્લી ત્રણ મીટિંગમાંથી બે મીટિંગમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા હતાં. બીજી બાજુ બ્રિટને પણ રેટ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સતત ૧૪ વખત વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ગુરુવારની બેઠકના અંતે વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. ફુગાવામાં આશ્ચર્યજનક ઘટાડાને ધ્યાનમાં રાખી બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દર ૫.૨૫ ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.

Read More...
ફોક્સ અને ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રૂપર્ટ મર્ડોકનું રાજીનામું

મીડિયા માંધાતા રુપર્ટ મર્ડોકે ગુરુવારે જાહેરાત કરી કે તેઓ ફોક્સ અને ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રાજીનામું આપી રહ્યા છે. તેમનો પુત્ર લચલાન મર્ડોક ન્યૂઝ કોર્પના એકમાત્ર ચેરમેન બનશે તથા ફોક્સના અધ્યક્ષ અને સીઈઓ તરીકે ચાલુ રહેશે. 92 વર્ષના રૂપર્ટ મર્ડોક હવે ચેરમેન એમેરિટસ તરીકે બંને બિઝનેસનું નેતૃત્વ કરશે. મર્ડોકે કર્મચારીઓને એક મેમોમાં લખ્યું હતું કે ‘મારા સમગ્ર વ્યવસાયિક જીવનમાં હું દરરોજ સમાચાર અને વિચારો સાથે જોડાયેલો રહ્યો છું અને તે બદલાશે નહીં. પરંતુ મારા માટે જુદી જુદી ભૂમિકાઓ નિભાવવાનો આ સમય યોગ્ય છે.

Read More...
એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટીના વડા એક મહિના માટે સસ્પેન્ડ

ભારતની નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થાએ એર ઈન્ડિયાના ચીફ ઓફ ફ્લાઈટ સેફ્ટીને એક મહિના માટે સસ્પેન્ડ કર્યાં છે. એરલાઇનના એક્સિડન્ટ પ્રિવેન્શનલ પ્રોટોકોલમાં ક્ષતિઓ બહાર આવ્યા પછી આ કાર્યવાહી કરાઈ હતી. ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું છે કે 121 એરક્રાફ્ટના કાફલાનું કદ ધરાવતી એર ઈન્ડિયામાં “આંતરિક ઓડિટ, અકસ્માત નિવારણ કાર્ય અને જરૂરી ટેકનિકલ મેન પાવરની ઉપલબ્ધતા” પર 25-26 જુલાઈના રોજ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. DGCA સર્વેલાન્સમાં અકસ્માત નિવારણ કાર્યમાં અને મંજૂર ફ્લાઇટ સેફ્ટી મેન્યુઅલ અને સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓમાં તથા જરૂરી તકનીકી મેન પાવરની ઉપલબ્ધતામાં ખામીઓ જોવા મળી હતી.

Read More...
મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપનીનો બિઝનેસ સમેટી લીધો

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્રારી ગજગ્રાહ વચ્ચે ભારતીય અગ્રણી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કેનેડા સ્થિત એસોસિયેટ કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશને તેનો બિઝનેસ સમેટી લીધો છે. એમ કંપનીએ તેના નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કંપની બંધ કરવાના સમયને કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ હતી, પરંતુ તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. મુંબઈ સ્થિત ઓટોમેકર આ કંપનીમાં 11.18 ટકા હિસ્સો ધરાવી હતી. કંપની સ્વૈચ્છિક વાઇન્ડ અપ માટે અરજી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)એ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “રેસનને કોર્પોરેશન્સ કેનેડા તરફથી 20 સપ્ટેમ્બર, 2023ના રોજ વિસર્જનનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જેની જાણ કંપનીને કરવામાં આવી હતી.

Read More...
  Entertainment

વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે જાહેરાત કરી હતી કે બોલિવૂડની પીઢ અભિનેત્રી વહીદા રહેમાનનું 2021 માટેના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન થશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ દેશનું સર્વોચ્ચ ફિલ્મ સન્માન છે અને સરકાર દ્વારા આપવામાં આવે છે. ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી અને ભવ્ય કલાકારોમાંના એક ગણાતા 85 વર્ષના વહીદા રહેમાન ગાઈડ, પ્યાસા, કાગઝ કે ફૂલ જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે લોકપ્રિય બન્યાં હતા. અગાઉ તેમનું પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડથી સન્માન થયું હતું. એક્સ (ટ્વીટર) પરની એક પોસ્ટમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે “ભારતીય સિનેમામાં તેમના અદભૂત યોગદાન માટે વહીદા રહેમાનજીને આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી નવાજવામાં આવી રહ્યા છે તે ઘોષણા કરતાં હું ખૂબ જ આનંદ અને સન્માનની લાગણી અનુભવું છું.

Read More...

અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા રવિવારે રાજસ્થાનમાં ઉદયપુર ખાતેની તાજ લેક પેલેસ હોટેલમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ પ્રસંગે મનીષ મલ્હોત્રા, સાનિયા મિર્ઝા અને હરભજન સિંહ સહિતના પરિવારના દરેક સભ્યો, મિત્રો અને રાજકારણીઓ શાહી લગ્નમાં ભાગ લેવા ઉદયપુર પહોંચ્યાં હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, યુવા સેનાના આદિત્ય ઠાકરે ઉદયપુરમાં આવ્યા હતા. વરરાજા તરફથી આવેલા મહેમાનોમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ સામેલ હતાં.

Read More...

બોલીવૂડમાં પણ ગણપતિ બાપ્પા મોરિયા…..

ભારતભરમાં અત્યારે ગણેશોત્સવનો માહોલ છે. ભગવાન ગણપતિની આરાધનામાં જનસામાન્યની સાથે બોલીવૂડની અને ટીવીની વિવિધ સેલિબ્રિટિઝ પણ જોડાઇ છે. ગણેશ ચતુર્થીએ મુંબઇમાં અનેક ફિલ્મકારો અને ટીવી કલાકારોએ પોતાના ઘરમાં ખૂબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાની પધરામણી કરાવી હતી. બોલીવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયામાં પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાના સ્વાગતના ફોટો પોસ્ટ કર્યા હતા, જેમાં તેમણે ચાહકોને પોતાના ઘરે બાપ્પાના આગમનની

Read More...

દેવ આનંદનો બંગલો અધધધ….કિંમતે વેચાયો હોવાની અફવા

જૂના જમાનાના જાણીતા અભિનેતા સ્વ. દેવ આનંદને આજે પણ ખૂબ જ યાદ કરવામાં આવે છે. હવે તાજેતરમાં જ તેમના સાથે જોડાયેલી મિલકતની ચર્ચાએ થઇ રહી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનો મુંબઇના જુહુમાં આવેલો બંગલો ખૂબ જ મોટી કિંમતે વેચાણ થયું છે. અખબારી રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ બંગલાને અંદાજે રૂ. 400 કરોડમાં એક બિલ્ડરને વેચવામાં આવ્યો હતો પરંતુ તેને દેવ આનંદના પરિજનોએ ફગાવ્યો હતો. દેવ આનંદના ભત્રીજા અને ફિલ્મ નિર્માતા કેતન આનંદે આ સમાચારને ફગાવ્યા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store