“નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી”
અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ખાલિસ્તાની ત્રાસવાદી અને ભાગલાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હતી, પરંતુ કેનેડા સરકાર દ્વારા આંતરવામાં આવેલી માહિતી વધુ નિશ્ચિત હતી અને તેણે ભારત પર ષડયંત્ર રચવાનો ભારત પર આરોપ મૂક્યો હતો. કેનેડામાં અમેરિકાના ઉચ્ચ રાજદ્વારીએ પુષ્ટિ કરી હતી કે “ફાઇવ આઇઝમાં જોડાયેલા દેશોને ગુપ્ત માહિતી આપવામાં આવી” હતી, તેના કારણે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીની હત્યાના મુદ્દે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારત સામે ગંભીર આરોપ મુકવાનો મોકો મળ્યો હતો.
Read More...