ભારત-કેનેડાના સંબંધોમાં તંગદિલી
બન્ને દેશોએ ટોચના ડીપ્લોમેટની સામસામી હકાલપટ્ટી કરી. અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા પણ ઘટનાક્રમથી ચિંતિત. ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો મંગળવાર, 19 સપ્ટેમ્બરે વણસીને નવા નિમ્ન સ્તરે ઉતરી ગયા હતા. ભારત સરકારના એજન્ટો ઉપર ખાલિસ્તાનની ઉગ્રવાદી અને કેનેડાના નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો ગંભીર આરોપ મુકી કેનેડાએ ભારતના એક ટોચના રાજદૂતની હકાલપટ્ટી કરી હતી. ભારતે પણ વળતા પગલાં તરીકે ભારત ખાતેના કેનેડાના એક વરિષ્ઠ રાજદૂતને પાંચ દિવસમાં દેશ છોડવાની તાકીદ કરી હતી. અગાઉના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર પાસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીના “વિશ્વસનીય પુરાવા” છે.
Read More...