Vol. 3 No. 353 About   |   Contact   |   Advertise September 15, 2023


 
 
G20 સમિટમાં મોદીનો ભવ્ય રાજદ્વારી વિજય

સમીટના સર્વાનુમત ડેક્લેરેશન, આફ્રિકન યુનિયનના જી-20માં અત્યંત સાહજિક અને સર્વસંમત સમાવેશ તેમજ ભારત – યુરોપના નવા આર્થિક કોરિડરની મહત્ત્વાકાંક્ષી યોજનાની પરિકલ્પનાને બહાલી સાથે ચીનના વર્ચસ્વને પડકાર જેવી ઝળહળતી રાજદ્વારી સફળતાઓ સાથે રવિવારે (10 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં જી-20 શિખર પરિષદનું શાનદાર સમાપન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાજકીય નિરિક્ષકો, સમિક્ષકોને સમીટના સર્વાનુમત ડેક્લેરેશન વિષે આશંકાઓ હતી પણ,

Read More...
ભારત – યુકે વચ્ચે 2030નો રોડમેપ જારી રાખવા સુનકનો પુનરોચ્ચાર

જી-20 શિખર માટે ગયા સપ્તાહે ભારત ગયેલા વડાપ્રધાન ઋષિ સુનકે ભારતીય ન્યૂઝ એજન્સી પીટીઆઈને ખાસ મુલાકાત આપી હતી, જે અહીં રજૂ કરાઈ છેઃ પ્રશ્નઃ ભારત – યુકે સંબંધોમાં જબરજસ્ત વિકાસ થયો છે.

Read More...
ભારતને મધ્યપૂર્વ અને યુરોપ સાથે જોડતા રેલવે એન્ડ શિપિંગ પ્રોજેક્ટની જાહેરાત.

નવી દિલ્હીમાં જી-20 સમીટ દરમિયાન વૈશ્વિક નેતાઓએ મધ્યપૂર્વ અને દક્ષિણ એશિયાને જોડતા એક મેગા રેલ એન્ડ પોર્ટ ડીલની જાહેરાત કરી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો વિકલ્પ રજૂ કરવા માગે છે ત્યારે આ જાહેરાતનું વિશેષ મહત્ત્વ છે.

Read More...
ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અને આરતી કરી હતી.

Read More...
ભારતનો મહત્ત્વપૂર્ણ રાજદ્વારી વિજય, સર્વસંમતિથી ઘોષણાપત્ર સ્વીકારાયું

જી-20 લીડર્સ સમીટમાં શનિવારે સર્વસંમતીથી એક ઘોષણાપત્ર જાહેર કરાયું. યુક્રેન મુદ્દે વિશ્વ વિભાજિત છે ત્યારે આ સંયુક્ત ઘોષણાપત્ર જી-20ના અધ્યક્ષ તરીકે ભારતની મોટી સફળતા ગણી શકાય છે.

Read More...
મને મારા ભારતીય મૂળ પર “અતિશય” ગર્વ છેઃ સુનક

બ્રિટિશ વડા પ્રધાન તેમના ભારતીય સાસુ-સસરા સાથે ડિનર ટેબલ પર શું ચર્ચા કરે છે? તે ભારતીય રાજકારણ કે બ્રિટન સામેના પડકારો અંગેની નથી, પરંતુ તે ક્રિકેટ અંગેની છે. 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્હીની મુલાકાતના

Read More...
દિલ્હી એરપોર્ટ પર સુનકનું “જય સિયારામ” નારા સાથે સ્વાગત

G20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે (8) નવી દિલ્હીમાં આવેલા યુકેના વડાપ્રધાન ઋષિ સુનકનું એરપોર્ટ પર ભારતીય પ્રધાન અશ્વિની કુમાર ચૌબે “જય સિયારામ” સાથે સ્વાગત કર્યું હતું. ચૌબેએ સુનકને માહિતી આપી હતી કે તેઓ બિહારના બક્સરના સાંસદ છે.

Read More...
યુકેમાં હિંસક ખાલિસ્તાની ઉગ્રવાદ સહન કરીશું નહીંઃ સુનક

મેગા G20 સમિટમાં ભાગ લેવા શુક્રવારે દિલ્હી પહોંચેલા બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે યુકે ખાલિસ્તાની મુદ્દાનો સામનો કરવા માટે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે.

Read More...
ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી માટે સખત મહેનતની જરૂરઃ સુનક

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે જણાવ્યું હતું કે ભારત સાથે મુક્ત વેપાર સોદો થશે તેનો તેમનો વિશ્વાસ છે, પરંતુ હજુ પણ સખત મહેનત કરવાની જરૂર છે.

Read More...
ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી

ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.

Read More...

  Sports
શ્રીલંકાને 41 રને હરાવીને ભારતનો ફાઈનલમાં પ્રવેશ

એશિયા કપની સુપર ફોરની બીજી મેચમાં મંગળવારે ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવી રોમાંચક મુકાબલામાં વિજય સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરતાં 213 રન કર્યા હતા.તેના જવાબમાં શ્રીલંકાએ પણ બરાબરની ટક્કર આપી હતી,

Read More...
ભારતનો પાકિસ્તાન સામે 228 રને રેકોર્ડ વિજય

ભારતે એશિયા કપ ક્રિકેટની સુપર ફોર મેચમાં સોમવારે કોલંબો ખાતે પાકિસ્તાનને 228 રને હરાવી સૌથી મોટા તફાવત સાથે વિજયનો એક નવો રેકોર્ડ કર્યો હતો. વરસાદના વિઘ્નના કારણે રવિવારે અધુરી રહેલી મેચ સોમવારે પણ થોડી મોડી શરૂ થઈ હતી,

Read More...
યોર્કશાયર કાઉન્ટી ખરીદવા રાજસ્થાન રોયલ્સની £25 મિલિયનની ઓફર

ભારતની આઈપીએલ ક્રિકેટની રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઇઝ હવે ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ યોર્કશાયર ખરીદવા સક્રિય બની છે. રોયલ્સે યોર્કશાયર માટે £25 મિલિયનની ઓફર કર્યાનું મનાય છે. મળતા અહેવાલો અનુસાર યોર્કશાયર આ ડીલ સ્વીકારવા વિચારી રહી છે.

Read More...
ધોની અમેરિકામાં ટ્રમ્પ સાથે ગોલ્ફ રમ્યો, યુએસ ઓપનની મેચ નિહાળી

ભારતીય ટીમનો યશસ્વી, ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પરિવાર સાથે અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે. ધોનીની આ અમેરિકા યાત્રાનો એક યાદગાર પ્રસંગ બની રહ્યો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમવાનો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
બાઇડનની યાત્રા પહેલા ભારતે 12 US પ્રોડક્ટ્સ પરની ડ્યૂટી હટાવી

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની ભારત યાત્રા પહેલા ભારત સરકારે ચણા, મસૂર અને સફરજન સહિતની 12 અમેરિકન પ્રોડક્ટ્સ પરની વધારાની ડ્યૂટી દૂર કરી હતી. સ્ટીલ અને એલ્યુમિનિયમની કેટલીક પ્રોડક્ટ પર ટેરિફ વધારવાના અમેરિકાના નિર્ણયના જવાબમાં ભારતે પણ વળતા પગલાં તરીકે 2019માં આ વધારાની ડ્યુટી લાદી હતી. ભારતે 2019માં 28 યુએસ પ્રોડક્ટ્સ પર આ ડ્યૂટી લગાવી હતી. અમેરિકન પ્રોડક્ટ્સ પર આ ડ્યૂટી હટાવવાનો નિર્ણય 5 સપ્ટેમ્બરના રોજ નાણા મંત્રાલયના નોટિફિકેશન દ્વારા લેવામાં આવ્યો હતો.

Read More...
આલિયા ભટ્ટની કંપનીમાં ઈશા અંબાણીએ 51 ટકા હિસ્સો ખરીદ્યો

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ બુધવારે આલિયા ભટ્ટ સાથે સંકળાયેલ ક્લોથિંગ બ્રાન્ડ એડ-એ-મમ્મામાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કરવા માટે સંયુક્ત સાહસ કરાર કર્યો હતા. આ ભાગીદારી સંપૂર્ણ ખરીદીનો પણ સંકેત આપે છે. આલિયા ભટ્ટની કંપની ખાસ કરીને ચિલ્ડ્રન અને મેટરનિટી વેર પર ફોકસ કરે છે. રિલાયન્સે બુધવારે કહ્યું કે, તેમણે ‘એડ-એ-મમ્મા’માં 51 ટકા બહુમત ભાગીદારી માટે એક જોઈન્ટ વેન્ચર પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એડ-એ-મમ્માની સ્થાપના 2020માં કરાઈ હતી.

Read More...
હલ્દીરામનો સ્નેક્સ બિઝનેસ ખરીદવા ટાટા ગ્રૂપની મંત્રણા

ટાટા ગ્રૂપે હલ્દીરામના સ્નેક્સ બિઝનેસમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે. હલ્દીરામ આ બિઝનેસની વેલ્યૂ 10 બિલિયન ડોલર આંકે છે જેના માટે ટાટા જૂથ સહમત નથી. જો ટાટા અને હલ્દીરામ આ સોદો પાર પાડશે તો તેની સીધી હરીફાઈ પેપ્સી અને મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ સાથે થશે. આ વાતચીતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે ટાટા જૂથે 51 ટકાથી વધારે હિસ્સો ખરીદવામાં દેખાડ્યો છે પરંતુ 10 અબજ ડોલરનું વેલ્યૂએશન વધારે પડતું લાગે છે. પરંતુ ટાટા ગ્રૂપ અને હલ્દીરામ વચ્ચે ડીલ થઈ જશે તો તે ટાટા માટે બહુ મોટી તક હશે.

Read More...
ચીનને મોટો ફટકોઃ ઇટાલી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાંથી નીકળી ગયું

ચીનને મોટો ફટકો પડી શકે તેવી એક હિલચાલમાં ઇટાલીએ ચીનના મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ)માંથી નીકળી જવાનો મોટો નિર્ણય કર્યો છે. ભારતમાં જી-20 સમીટ દરમિયાન ચીનના વડાપ્રધાન લી ક્વિઆંગ સાથેની બેઠકમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ આ અંગેની માહિતી આપી હતી. ચીની પીએમએ ઇટાલીને સમજાવવાના છેલ્લી ઘડી સુધીના પ્રયાસ કર્યા હતાં. ભારતને મધ્યપૂર્વ અને યુરોપ સાથે જોડતા રેલ એન્ડ શિપિંગ કોરિડોરની જાહેરાત થઈ છે ત્યારે ઇટાલીએ આ નિર્ણય કર્યો હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે.

Read More...
  Entertainment

નેશનલ એવોર્ડ વિજેતા અલગ પ્રકારની ચાર ગુજરાતી ફિલ્મોમાં શું છે?

ગુજરાતી ભાષાની આધુનિક ફિલ્મો હવે લોકપ્રિય બની રહી છે. ગુજરાતી મૂળના ફિલ્મમેકર પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર જીતીને વિદેશોમાં ગુજરાતનો ડંકો વગાળ્યો છે. તાજેતરમાં નવી દિલ્હીમાં 69મા નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. આ એવોર્ડમાં ચાર ગુજરાતી ફિલ્મોને પાંચ પુરસ્કાર મળ્યા છે. જોકે, આ ફિલ્મોના વિષય સામાન્ય ફિલ્મ કહાનીઓ કરતા ઘણા જુદા છે તેવું માનવામાં આવે છે. ‘છેલ્લો શો’ (2022) ‘છેલ્લો શો’ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

Read More...

શિલ્પા શેટ્ટીને શેનો અફસોસ છે?

શિલ્પા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી સક્રિય છે. બોલીવૂડમાં તેને ઘણો પ્રેમ અને સન્માન મળ્યા છે, પરંતુ તેને ક્યારેય ટોપ-10 અભિનેત્રીઓમાં સ્થાન ન મળ્યું હોવાનો હંમેશા અફસોસ રહે છે. શિલ્પા માને છે કે, તેણે તમામ જવાબદારી સારી રીતે પૂર્ણ કરવામાં ઘણી મહેનત કરી છે, પરંતુ તેનું યોગ્ય નાણાકીય વળતર મળ્યું નથી. શિલ્પાએ 1993માં શાહરૂખ ખાન સાથે બાઝિગર ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સાહિત્યની જેમ જીવનમાં પણ ન્યાય થતો હોય છે. હું ક્યારેય ટોપ-10 એક્ટર્સમાં ન હતી.

Read More...

‘જવાન’ફિલ્મની સફળતા માટે શાહરુખ ખાન તિરૂપતિ બાલાજીના શરણે

બોલિવૂડના બાઝિગર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થીયેટરમાં ગત અઠવાડિયે રિલીઝ થઇ છે. આ ફિલ્મની સફળતા માટે શાહરૂખ ખાન ગત સપ્તાહે દક્ષિણ ભારતના વિશ્વવિખ્યાત તીર્થધામ તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે પહોંચી ગયો હતો. આ વેળાએ તેની પુત્રી સુહાના ખાન અને ‘જવાન’ ફિલ્મની અભિનેત્રી નયનતારા પણ તેમની સાથે હતી. શાહરુખની મંદિરની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિંગ ખાન તેની ટીમ સાથે જોવા મળી રહ્યો છે.

Read More...

ફિલ્મ રીવ્યૂ: ડ્રીમ ગર્લ 2

બોલીવૂડના યુવા અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતા પછી હવે તેની સીક્વલ આવી છે. અગાઉની ફિલ્મમાં અભિનેત્રી તરીકે નૂસરત ભરૂચા હતી, હવે આ સીક્વલમાં અનન્યા પાંડે છે. આયુષ્માન ખુરાનાનો એવા કલાકારોમાં સમાવેશ થાય છે જે પોતાના પાત્રને ન્યાય આપવામાં માને છે અને તેને જીવંત કરે છે. 2019માં આવેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં તેણે ફોન પર છોકરીનો અવાજ કાઢીને પુરૂષોને આકર્ષ્યા હતા. હવે ‘ડ્રીમ ગર્લ 2’માં તે પૂજાનું રૂપ ધારણ કરીને આવ્યો છે. કરમ (આયુષ્માન ખુરાના) જે આ ફિલ્મના પ્રથમભાગમાં રામલીલામાં અભિનય કરતો હતો પરંતુ હવે તે આ સીક્વલમાં માતાજીના જાગરણમાં ભજનો ગાય છે. તેના પિતા જગજીત (અન્નુ કપૂર) હજુ પણ દેવામાં ડૂબેલા છે. કરમ પરી (અનન્યા પાંડે)ને પ્રેમ કરે છે. પ્રેમનો વિલન પરીના પિતા (મનોજ જોષી) છે. તેમની શરત છે કે, કરમના બેંક ખાતામાં 25 લાખ રૂપિયાનું બેલેન્સ, પોતાનું ઘર અને પાકી નોકરી નહીં હોય ત્યાં સુધી તે પરીના લગ્ન નહીં કરાવે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store