G20 સમિટમાં મોદીનો ભવ્ય રાજદ્વારી વિજય
સમીટના સર્વાનુમત ડેક્લેરેશન, આફ્રિકન યુનિયનના જી-20માં અત્યંત સાહજિક અને સર્વસંમત સમાવેશ તેમજ ભારત – યુરોપના નવા આર્થિક કોરિડરની મહત્ત્વાકાંક્ષી યોજનાની પરિકલ્પનાને બહાલી સાથે ચીનના વર્ચસ્વને પડકાર જેવી ઝળહળતી રાજદ્વારી સફળતાઓ સાથે રવિવારે (10 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં જી-20 શિખર પરિષદનું શાનદાર સમાપન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાજકીય નિરિક્ષકો, સમિક્ષકોને સમીટના સર્વાનુમત ડેક્લેરેશન વિષે આશંકાઓ હતી પણ, ભારતીય મુત્સદ્દીગીરીના કુનેહપૂર્વકના સંચાલનના પગલે યુક્રેન યુદ્ધ જેવા પેચિદા પ્રશ્નો છતાં એક તરફ અમેરિકા અને યુરોપ તથા બીજી તરફ રશિયા અને ચીન વચ્ચેની ભારે ખેંચતાણ છતા સમીટનું સર્વાનુમત ડેકલેરેશન શક્ય બન્યું હતું, તો આફ્રિકન યુનિયનને આ ગ્રુપમાં સમાવી લેવાની પણ ભારતીય પહેલને મળેલી અણધારી અને સહજ, સરળ સફળતાએ ભારતના જી-20ના અધ્યક્ષપદના મુગટમાં જાણે સોનેરી છોગું લગાવી દીધું હતું.
Read More...