ડિજિટલ પેમેન્ટમાં ભારતની હરણફાળ, એક મહિના 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન
ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતામાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટમાં પ્રથમ વખત રૂ. 15,700 બિલિયનથી વધુના 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયાં હતાં, જે એક રિકોર્ડ છે. છેલ્લા સાત વર્ષમાં ભારતની ડિજિટલ સફરમાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે ઓગસ્ટમાં 135 કરોડ લોકોના દેશમાં, UPI દ્વારા એક મહિનામાં કુલ 10.58 બિલિયન વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવ્યા હતાં, જેનું મૂલ્ય રૂ. 15,760 બિલિયન ($183 બિલિયનથી વધુ) હતું. ઓગસ્ટની ગણતરીમાં હજુ એક દિવસ ઉમેરવાનો બાકી હતો.
Read More...