‘સબકા સાથ, સબકા વિકાસ’ વિશ્વનો માર્ગદર્શક મંત્ર બની શકેઃ મોદી
સમગ્ર વિશ્વના દેશોએ આજે “જીડીપી કેન્દ્રી અભિગમ” બદલીને “માનવ કેન્દ્રી અભિગમ” અપનાવવાની જરૂર છે અને તેમનું “સબ કા સાથ, સબ કા વિકાસ” મોડલ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક મંત્ર બની રહેવાની ક્ષમતા ધરાવે છે, એમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ સપ્તાહના અંતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં તેઓ વિશ્વ નેતાઓના યજમાન બનવાના છે તેના ગણતરીના દિવસો અગાઉ નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાને ન્યૂજ એજન્સી પીટીઆઈને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોઈપણ દેશની જીડીપીનું કદ ગમે તેટલું -મોટું હોય કે નાનુ – હોય, દરેક માનવીનો અવાજ મહત્ત્વનો છે.
Read More...