Vol. 3 No. 351 About   |   Contact   |   Advertise September 1, 2023


 
 
અવકાશમાં ભારતનું વિરાટ કદમ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણનો વિશ્વવિક્રમ

ભારતના મહત્વાકાંક્ષી અવકાશયાન ચંદ્રયાન-3એ ગત બુધવારે, 23 ઓગસ્ટની સાંજે બરાબર 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરતાંની સાથે ભારત સહિત સમગ્ર વિશ્વ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણ ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં મહાન સિદ્ધિરૂપે સ્વર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ હતી. ચંદ્રયાન-3 જેવું ચંદ્રની સપાટીને સ્પર્શ્યું કે તરત જ બેંગાલુરૂ ખાતેના ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)માં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ચંદ્રની સપાટીને સ્પર્શ્યાની થોડી ક્ષણો બાદ ચંદ્રયાન-3એ સંદેશ મોકલી જણાવ્યું હતું કે હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું. આ ઐતિહાસિક ક્ષણ ટીવી અને ઈન્ટરનેટના માધ્યમથી નિહાળી રહેલાં કરોડો ભારતીયોએ આ સિદ્ધિની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી ઈસરો અને તેના તમામ વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

Read More...
યુકેમાં એર ટ્રાફિક ખોરવાયો: વિક્ષેપની અસર શુક્રવાર સુધી

સોમવાર તા. 28ના રોજના રોજ યુકેની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ નિષ્ફળ જતાં યુકેની હવાઇ સેવા તકલીફમાં આવી ગઇ હતી. છેલ્લા એક દાયકામાં સર્જાયેલા સૌથી ખરાબ આઉટેજમાં યુકેભરના વિવિધ એરપોર્ટ્સ પરથી ઉપડતી લગભગ 1,000

Read More...
લેબરનો ડેનોશનમાં વધારો, ટોરી કરતાં ય આવક વધી

સર કેર સ્ટાર્મરે સત્તા સંભાળ્યા બાદ લેબર પાર્ટીના સભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ તેમની આવકમાં વધારો થયો છે. લેબરે ગયા વર્ષની કન્ઝર્વેટિવ્સ પાર્ટીની આવક કરતા કરતા આઠ ગણો વધારો કર્યો છે.

Read More...
બાઇડન સપ્ટેમ્બરમાં ભારતની ચાર દિવસની મુલાકાતે

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને દિલ્હીમાં G-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવશે. બાઇડન સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરશે.

Read More...
ચાઈલ્ડ માઇન્ડિંગ એજન્સીમાં પત્ની અક્ષતાના શેર બાબતે ‘અજાણતા’ કરેલા કોડ ભંગ બદલ પીએમ સુનકે માફી માંગી

ચાઈલ્ડ માઇન્ડિંગ એજન્સીમાં પત્ની અક્ષતા મૂર્તિના વ્યવસાયિક હિત અને શેર બાબતે જાહેરાત કરવામાં તેમની નિષ્ફળતા “ગૂંચવણમાંથી” ઊભી થઈ હતી અને તે “અજાણતા” કરી હતી એમ જણાવી

Read More...
GCSE પરિણામો: ગ્રેડિંગ રોગચાળા પહેલાના સ્તર પર પાછુ ફર્યું

યુકેના 640,000થી વધુ વિદ્યાર્થીઓએ તા. 24 ઓગસ્ટના રોજ તેમના GCSE પરિણામો પ્રાપ્ત કર્યા હતા તો વધારાના 390,000 વિદ્યાર્થીઓએ તેમની પ્રોફેશનલ લાયકાત મેળવી હતી.

Read More...
બ્રિટિશ પાકિસ્તાની કિશોરીએ 34 વિષયોમાં GCSE પાસ કરી રેકોર્ડ બનાવ્યો

16 વર્ષીય બ્રિટિશ પાકિસ્તાની વિદ્યાર્થીની મહનૂર ચીમાએ જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (GCSE)માં કુલ 34 વિષયોમાં પરિક્ષા પાસ કરીને યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક રેકોર્ડ બનાવ્યો છે.

Read More...
બ્રિક્સના સર્વસંમતી આધારિત વિસ્તરણને ભારતનું સમર્થનઃ મોદી

બ્રિક્સના વિસ્તરણને ભારતનું સમર્થન જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાવિ માટે સજ્જ બ્રિક્સ માટે આ સંગઠનના પાંચ સભ્ય દેશોએ ભાવિ માટે સજ્જ બનવું પડશે.

Read More...
“અમારા PM જય શ્રી રામ કહીં રહ્યાં છે, લોર્ડ કર્ઝન હોત તો ગૂંગળાઈ મર્યા હોત”: યુકે રાજદૂત

વૈશ્વિક મંચ પર ભારતના ઉદય અને આકર્ષણને બે સરળ માપદંડોથી માપી શકાય છે. પ્રથમ એ છે કે ભારતે તેની અધ્યક્ષતા હેઠળ G20 સમીટનું સંચાલન કેવી રીતે કરી શકાય તેનો એક મોટો બેન્ચમાર્ક બનાવ્યો છે.

Read More...
મુંબઈની હોટેલમાં આગથી ગુજરાતી NRI કપલનું મોત

મુંબઈની એક હોટેલમાં રવિવારે લાગેલી આગમાં એનઆરઆઈ કિશન હાલાઈ અને તેમની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયાનું મોત થયું હતું. તેઓ મહારાષ્ટ્રની રાજધાનીમાંથી ઉડાન ભરીને નૈરોબીમાં લગ્ન કરવાના હતાં, પરંતુ નિયતિને કંઇ બીજુ મંજૂર હતું.

Read More...

  Sports
નીરજ ચોપરા ભાલા ફેંકમાં વર્લ્ડ ચેમ્પિયન

ભારતના એથ્લેટ નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંક (જેવેલિન થ્રો) માં રવિવારે (27 ઓગસ્ટ) ભારત માટે આ ઈવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો હતો.

Read More...
નીરજને આ સિદ્ધિ બદલ $70 હજારનું ઈનામ મળ્યું હતું.

2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો. 7 વર્ષ પછી નીરજે ફરી આ સિદ્ધિ હાંસલ કરી હતી.

Read More...
પ્રજ્ઞાનંદ વર્લ્ડ કપ ચેસમાં રનર્સઅપ

અઝરબૈજાનના બાકુમાં ગયા સપ્તાહે પૂર્ણ થયેલી FIDE વર્લ્ડ કપ ચેસની ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન, નોર્વેના મેગ્નસ કાર્લ્સનને નિયત ગેમ્સમાં ડ્રોમાં ખેંચી ગયા પછી ભારતનો યુવા ગ્રાંડ માસ્ટર આર. પ્રજ્ઞાનંદ ટાઈબ્રેકરમાં પરાસ્ત થયો હતો અને તેણે રનર્સ અપના ખિતાબથી સંતોષ માનવો

Read More...
પ્રજ્ઞાચક્ષુઓની વર્લ્ડ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ગોલ્ડ મેડલ

ભારતની મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી આ ગેમ્સની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે વિજયી રહી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
નીતા અંબાણીનું રાજીનામું, ઇશા, આકાશ, અનંત રિલાયન્સના બોર્ડમાં જોડાયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીના હાથમા સુકાન આવી રહ્યું છે. ઈશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થશે. નીતા અંબાણીએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે અને તેમના બાળકો ઈશા, આકાશ અને અનંત માટે માર્ગ મોકળ કર્યો છે. તેનાથી રિલાયન્સે નેતૃત્વના નવા યુગની શરૂઆત કરી છે. આ નિયુક્તિઓ કંપનીના શેરધારકોની મંજૂરી આધીન છે. સોમવારે કંપનીની વાર્ષિક સામાન્ય સભા પહેલા બોર્ડની બેઠકમાં આ ભલામણો આવી હતી.

Read More...
મુકેશ અંબાણી આગામી 5 વર્ષ સુધી રિલાયન્સના ચેરમેન રહેશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદ જાળવી રાખશે. રિલાયન્સની 46મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે તેમણે આ જાહેરાત કરી હતી. અંબાણીએ કહ્યું હતું કે “હું વધુ પાંચ વર્ષ સુધી ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની મારી ફરજો અને જવાબદારીઓ વધુ જોમપૂર્વક નિભાવવાનું ચાલુ રાખીશ.”

Read More...
નાણાભીડને કારણે પાકિસ્તાન એરલાઇન્સના 11 વિમાનો ઉડી નહીં શકે

પાકિસ્તાનના તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય કેરિયરે તેના ત્રણ બોઇંગ 777 સહિત 11 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કર્યા છે, વિમાનના પાર્ટર્સ બદલવા માટે ભંડોળની અનુપલબ્ધતાને કારણે આ નિર્ણય કરાયો છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ના એક અધિકારીએ કહ્યું હતું કે મેનજમેન્ટ તેના પર અમલ કરી ચુકી છે. 3 વર્ષમાં 11 વિમાનોને બાજુ પર મુકી દેવામાં આવ્યા છે, કારણ કે એરલાઈન નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે.

Read More...
મેક્સિકોમાં ટોરેન્ટ ફાર્માના ડાયરેક્ટરની ગોળી મારી હત્યા

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માની પેટાકંપની ટોરેન્ટ ફાર્મા મેક્સિકોના 38 વર્ષના ફાઇનાન્સ ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકો સિટીમાં સશસ્ત્ર લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી હતી. ગયા અઠવાડિયે મેક્સિકો શહેરની સિમોન બોલિવર સ્ટ્રીટ પર તેમને જીવલેણ ગોળી મારતા પહેલા સશસ્ત્ર હુમલાખોરોએ તેમની પાસેથી $10,000 (અંદાજે રૂ. 8.3 લાખ) લૂંટી લીધાં હતાં. કેતન શાહ છેલ્લા સાત વર્ષથી ટોરેન્ટ ફાર્મામાં કામ કરતા હતાં.

Read More...
  Entertainment

ચંદ્રયાન-3ઃ ચાંદ કે પાર ચલો… અવકાશ પર નિર્મિત શ્રેષ્ઠ ફિલ્મો

ચંદ્રયાન-3 મિશન 23 ઓગસ્ટના રોજ સફળ થયું. આ ગર્વની ક્ષણોને ફિલ્મી પડદે દર્શાવવામાં ભારતીય ફિલ્મો પણ પાછળ નથી. અહીં કેટલીક એવી ફિલ્મો વિશે જણાવવામાં આવ્યું છે જેમાં અવકાશને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હોય. ‘કલાઈ અરસી‘ (1963) ભારતની પ્રથમ અવકાશ ફિલ્મનું દિગ્દર્શન એ. કાસીલિંગમે કર્યું હતું. જેમાં એમ.જી. રામચંદ્રન અને પી. ભાનુમતિ રામકૃષ્ણએ અભિનય કર્યો હતો. ફિલ્મ સફળ હોવા છતાં, અવકાશનું સંશોધન કરવા માટે પ્રેરણારૂપી ન બની શકી.

Read More...

હવે રણવીરસિંહ બનશે ડોન! પણ રોમા કોણ?

બોલિવૂડમાં નવા ડોનની એન્ટ્રીથી સૌ કૌઈ સ્તબ્ધ છે, કારણ કે નવા ડોન તરીકે હવે રણવીરસિંહની પસંદગી થઇ છે. ફરહાન અખતરે ‘ડોન’ ફ્રેન્ચાઈઝીની ‘ડોન-3’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. વધુમાં નિર્માતાએ ‘ડોન 3’ના ઓફિશિયલી ટાઈટલ એનાઉન્સમેન્ટનો વીડિયો રિલીઝ પણ કર્યો છે. જેમાં રણવીરસિંહ જોરદાર લુકમાં દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત ‘ડોન-3’ નો સંવાદો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ સંવાદ આ પ્રમાણે છે, ‘શેર, જો સો રહા હૈ, વો જાગેગા કબ ? પૂછતે હૈ યે સબ, ઉનસે કહ દો, ફિર જાગ ઉઠા હું મેં, ફિર સામને જલ્દ આને કો, ક્યા હૈ તાકાત મેરી, ક્યા હૈ હિંમત મેરી, ફિર દિખાને કો, મોત સે ખેલના જિંદગી હૈ મેરી, જીતના હી મેરા કામ હૈ, તુમ તો હો જાનતે, જો મેરા બાપ હૈ. ગ્યારહ મુલ્કોં કી પુલિસ ઢૂંઢતી હૈ મુજે, મગર પકડ પાયે હૈ કોન… મેં હું ડોન…’

Read More...

ફિલ્મ રીવ્યૂઃ OMG 2

સામાન્ય રીતે સીક્વલનું નિર્માણ થાય છે ત્યારે તેની તુલના ફિલ્મના પ્રથમ ભાગ સાથે થાય છે. પરંતુ આ ફિલ્મમાં નવું જ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સેક્સ જેવા મુદ્દાને સમજણપૂર્વક અને તાર્કિક રીતે રજૂ કર્યો છે. તેમાં કોમેડી પણ છે. લેખક-દિગ્દર્શક અમિત રાયની ફિલ્મ ‘OMG 2’માં અજાણતા જ એક કિશોર દ્વારા કરવામાં આવેલા એક સેક્સુઅલ એક્ટ દ્વારા આ પ્રતિબંધિત માનવામાં આવતી પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મમાં સ્કૂલમાં સેક્સ એજ્યુકેશનને ફરજિયાત કરવાની હિમાયત પણ કરવામાં આવી છે.

Read More...

અમિતાભની કારકિર્દીમાં જયા બચ્ચનનું મોટું યોગદાન

અમિતાભ બચ્ચને સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ પછી સતત 11 ફિલ્મો કરી હતી, પણ બધી ફ્લોપ રહી હતી. આથી તેમણે ફિલ્મો છોડવાનું નક્કી કરી લીધું હતું. આ વાત 1973ની છે. ત્યાર બાદ તેમને ઝંઝીર મળી, જેણે તેમનું નસીબ બદલ્યું હતું, પછી તેમણે પાછું વાળીને નથી જોયું. આ ફિલ્મ પહેલાં દિલીપકુમાર, ધર્મેન્દ્ર દેવ આનંદને ઓફર થઈ હતી. આ બધાએ આ ફિલ્મમાં ઇન્કાર કરવાનો કર્યા પછી બચ્ચનને આ ફિલ્મ મળી હતી. એ સમયે જો તેમણે ફિલ્મ સ્વીકારી હોત તો અમિતાભ બચ્ચન કદાચ બીજું ક્ષેત્રમાં હોત, પણ નિર્માતા પાસે કોઈ વિકલ્પ ના હોવાથી તેમણે અમિતાભનો સંપર્ક કર્યો હતો. જોકે સલીમ-જાવેદની જોડી અમિતાભથી પ્રભાવિત હતી. એ સમયે અમિતાભ પર કોઈ રોકાણ કરવા તૈયાર નહોતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store