'રામરાજ્ય માટે સત્ય, પ્રેમ અને કરૂણા જરૂરી': પૂ. મોરારિ બાપુ
કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કોલેજ ખાતે 921મી શ્રી રામ કથા માટે પધારેલા વિશ્વ વંદનીય અને વિશ્વ વિખ્યાત કથાકાર સંત પૂ. શ્રી મોરારી બાપુએ ગરવી ગુજરાત સાપ્તાહિકને આપેલી વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’રામાયણનો એક સાર છે ‘સત્ય, પ્રેમ અને કરૂણા.’ તેને આપણાં જીવનમાં ઉતારશું તો આ ધરતી પર રામરાજ્ય આવશે..’’ પૂ. બાપુએ આ ઉપરાંત સનાતન ધર્મ, ગુજરાતી ભાષા, સંસ્કાર, વતન ભારત અને અન્ય વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જે મુલાકાત અત્રે પ્રસ્તુત છે. ‘’ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સદાચાર દરેક ઘરોમાંથી ભુંસાતા જાય છે ત્યારે આપણું ભવિષ્ય શું? એવા પ્રશ્નના જવાબમાં પ. પૂ. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘’હું આપણી ભાષા, સંસ્કૃતિ અને આપણા સંસ્કારો માટે સતત બોલી રહ્યો છું. અહિંયા તો હું વધારે ભાર દઇને બોલવાનો છું.
Read More...