રશિયાનું લુના-25 યાન તૂટી પડ્યું, હવે ભારતના ચંદ્રયાન-3 સામે રેસમાં કોઇ નહીં
રશિયાનું અવકાશયાન લુના-25 ગત રવિવારે ક્રેશ થઇ જતાં ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ માટે રેસમાં રહેલું એકમાત્ર અવકાશયાન છે. ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે 25 કિલોમીટરની ઉંચાઈથી લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો ભારતનું ચંદ્રયાન મિશન સફળ થશે તો દેશ અમેરિકા, ચીન, ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની એલિટ ક્લબમાં સામેલ થશે અને દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતરનારો ભારત પ્રથમ દેશ બનશે. રવિવારે રશિયાનું અવકાશયાન લુના-૨૫ ચંદ્રથી થોડા અંતરે તૂટી પડતાં તેમની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલાં પહોંચવાની આકાંક્ષા પર પૂર્ણવિરામ મુકાયું હતું, પરંતુ ભારતના ચંદ્રયાન-૩ મિશનના લૅન્ડર મોડ્યુલનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ (લૅન્ડિંગ) આગામી ૨૩ ઑગસ્ટ, બુધવારે સાંજે ૬.૦૪ વાગ્યે નિર્ધારિત થઈ ગયું છે, એમ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના સૂત્રોએ જણાવ્યું હતું.
Read More...