Vol. 3 No. 349 About   |   Contact   |   Advertise August 18, 2023


 
 
ઉજ્જવળ ભવિષ્ય સાથે “નવા ભારત”નું વચન આપતાં મોદી

ભારતના 77મા સ્વતંત્રતા દિવસે મંગળવારે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે અને 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટેનો એક સ્વર્ણિમ અવસર છે. આગામી પાંચ વર્ષમાં દેશવાસીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે “નવા ભારત”નું વચન આપતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત નિર્ણાયક વળાંક પર છે અને કોવિડ રોગચાળા પછી ઉભરી રહેલી નવી વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવાની તાકાત દેશ ધરાવે છે. લાલ કિલ્લા ખાતે વડાપ્રધાનને 21 તોપની સલામી અપાઈ હતી.

Read More...
ખાલીસ્તાનવાદીઓને નાથવા યુકેએ નવા ભંડોળની જાહેરાત કરી

યુકેમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી જતી પ્રવૃત્તિઓને લઈને ભારતમાં વધી રહેલી ચિંતાઓ અને માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા બાદ યુકેના સીક્યુરીટી મિનિસ્ટર ટોમ ટૂગેન્ધાતે ગુરુવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ પ્રધાન,

Read More...
H-1B વિઝાના ઇનકાર બદલ 70 ભારતીયોનો અમેરિકા સરકાર સામે દાવો

ભારતના આશરે 70 નાગરિકોએ H-1B વિઝાનો ઇનકાર કરવા બદલ અમેરિકાની સરકાર સામે વોશિંગ્ટન રાજ્યની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો માંડ્યો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે નોકરીદાતા કંપનીઓના કૌભાંડને કારણે આ 70 ભારતીયોએ H-1B

Read More...
હું પીએમ તરીકે નહિં પણ એક હિન્દુ તરીકે ઉપસ્થિત રહ્યો છું: સુનક

હું પીએમ તરીકે નહિં પણ એક હિન્દુ તરીકે ઉપસ્થિત રહ્યો છું: સુનક વડા પ્રધાન ઋષી સુનક તા. 15 ઓગસ્ટના રોજ બપોરે કેમ્બ્રિજની જીસસ કોલેજ ખાતે ચાલી રહેલી વિશ્વવંદનીય સંત પ.

Read More...
પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ લંડનની મુલાકાતે

વૈશ્વિક આધ્યાત્મિક નેતા, પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ લંડનની મુલાકાતે પધાર્યા છે અને તેઓ સોમવાર 21મી ઓગસ્ટ 2023થી ગુરુવાર 31મી ઓગસ્ટ 2023 સુધી લંડનના કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિરમાં નિવાસ કરશે.

Read More...
બ્રિટન આવી રહેલી વસાહતીઓની બોટ ઇંગ્લિશ ચેનલમાં પલટી જતાં છના મોત

ફ્રાન્સથી બ્રિટન વચ્ચેની ઇંગ્લિશ ચેનલને પાર કરવાનો પ્રયાસ કરતી વસાહતીઓની બોટ ડૂબી જતાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે વ્યક્તિઓ સંભવતઃ ગુમ થઇ હોવાના અહેવાલ છે.

Read More...
અનુપમ મિશન દ્વારા ગુરૂહરી સંત ભગવંત સાહેબજી દાદાની વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષની ઉજવણી કરાશે

અનુપમ મિશન દ્વારા ગુરૂહરી સંત ભગવંત સાહેબજી દાદાની દૈવી ઉપસ્થિતીમાં તેમની વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષની (એપિક ગ્લોબલ પીલગ્રીમેજ) ઉજવણી પ્રસંગે અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ, U89

Read More...
યુકેમાં સૌથી મોટા ઓર્કેસ્ટ્રા સાથે ભારતીય રાષ્ટ્રગીત રજૂ કરતા ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ

ભારતના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજે સોમવારે લંડનના આઇકોનિક એબી રોડ સ્ટુડિયોમાં અત્યાર સુધીના સૌથી મોટા ઓર્કેસ્ટ્રા સાથે રેકોર્ડ કરાયેલા ભારતના રાષ્ટ્રગીતની રજૂઆત કરી હતી.

Read More...
પીરિયડ પોવર્ટીથી પીડિત યુગાન્ડાની મહિલાઓ માટે પેડ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરાયો

યુગાન્ડામાં ગરીબી સામે લડવામાં મદદ કરવા માટે એક મુખ્ય પહેલ શરૂ કરાઇ છે જેમાં યુગાન્ડાની 50,000 છોકરીઓ અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સુધારો કરવા રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનની નોંધપાત્ર ગ્રાન્ટ દ્વારા યુગાન્ડાના

Read More...
બગોદરા-બાવળા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત, 4 ઘાયલ

અમદાવાદ જિલ્લામાં બગોદરા ગામ નજીક શુક્રવાર, 11 ઓગસ્ટે એક મિની-ટ્રક અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય લોકો ઘાયલ થયાં હતાં.

Read More...

  Sports
વેસ્ટ ઈન્ડિઝનો ટી-20 સીરીઝમાં ભારત સામે 3-2થી વિજય

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝની પાંચમી અને છેલ્લી મેચમાં 8 વિકેટે પરાજય સાથે સીરીઝ 2-3થી ગુમાવી હતી. રોવમેન પોવેલના સુકાનીપદે વેસ્ટ ઈન્ડિઝે 17 વર્ષ પછી ભારત સામે આ રીતે સીરીઝમાં વિજયનો રેકોર્ડ કર્યો હતો.

Read More...
વર્લ્ડ કપની 9 મેચની તારીખો બદલાઈ

ભારતની મેચોની ટિકિટનું વેચાણ 30મીથી થશે ભારતમાં આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં યોજાનારા વન-ડે ઈન્ટરનેશનલ્સના ક્રિકેટ વર્લ્ડ કપના આરંભને હવે બે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે,

Read More...
ચેમ્પિયન્સ ટ્રોફી એશિયન હોકીમાં ભારત ચેમ્પિયન

ભારતમાં ગયા સપ્તાહે પુરી થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી એશિયન હોકી ટુર્નામેન્ટમાં શનિવારે ભારતે મલેશિયાને 4-3થી હરાવી ચોથી વખત આ ટ્રોફીનું ટાઈટલ હાંસલ કર્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલમાં એક

Read More...
પૃથ્વી શૉની ઈંગ્લિશ કાઉન્ટીમાં ધમાકેદાર ડબલ સેન્ચુરી, રેકોર્ડ

ભારતીય બેટર અને ભારતીય ટીમમાં સ્થાન નહીં પામી શકેલા પ્રતિભાશાળી ગણાતા ખેલાડી પૃથ્વી શોએ ઈંગ્લિશ કાઉન્ટીમાં ગયા સપ્તાહે નોર્થમ્પટનશાયર તરફથી રમતા સમરસેટ સામેની વન-ડે મેચમાં ઝંઝાવાતી

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
‘મહારાજા’ને વિદાય: એર ઇન્ડિયાએ નવો લોગો લોન્ચ કર્યો

ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે ​​એક આધુનિક નવી બ્રાન્ડ ઓળખ અને નવી એરક્રાફ્ટ લિવરીનું અનાવરણ કર્યું હતું. આ નવો લોગો બોલ્ડ ન્યૂ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. નવો લોગો તેના નવા અવતારનું એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. એર ઇન્ડિયન રાષ્ટ્રીય કંપનીમાંથી રાષ્ટ્રીય પ્રેરણા તરફ પરિવર્તન કરી રહી છે. એર ઈન્ડિયાનું નવું લોગો સિમ્બોલ – ‘ધ વિસ્ટા’ – ગોલ્ડ વિન્ડો ફ્રેમના શિખરથી પ્રેરિત છે, જે અમર્યાદિત શક્યતાઓ, પ્રગતિશીલતા અને ભવિષ્ય માટે એરલાઈન્સના બોલ્ડ, આત્મવિશ્વાસપૂર્ણ દૃષ્ટિકોણને દર્શાવે છે.

Read More...
ઝી-સોનીના $10 બિલિયન ડોલરના મેગા મર્જરને NCLTની મંજૂરી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ એન્ટરટેઇનમેન્ટ કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસઅને કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ (અગાઉ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા તરીકે ઓળખાતી હતી) વચ્ચેના 10 બિલિયન ડોલરના મેગા મર્જરને ગુરુવારે મંજૂરી આપી હતી. એનસીએલટીની મુંબઈ બેન્ચના વડા એચ.વી. સુબ્બારાવ અને મધુ સિંહાની બેન્ચે આ આદેશ આપ્યો હતો. આ સાથે 10 બિલિયન ડોલરની મીડિયા કંપનીનાં સર્જનનો માર્ગ મોકળો થઈ ગયો છે, જે દેશમાં સૌથી મોટી હશે. મર્જર અંગેના તમામ વાંધા ટ્રિબ્યુનલે ફગાવી દીધાં હતાં. એનસીએલટીએ ગત 11 જુલાઈએ અનેક લેણદારો વિરોધને પગલે આદેશ અનામત રાખ્યો હતો.

Read More...
રીઝર્વ બેન્કે વ્યાજદર સ્થિર રાખ્યાં, ફુગાવાનો અંદાજ વધાર્યો

અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે નાણા નીતિની સમીક્ષા પછી વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આરબીઆઇએ સંકેત આપ્યો હતો કે જો ખાદ્યચીજોના ભાવને કારણે ફુગાવો વધશે તો નાણા નીતિ આકરી બનાવવી પડશે. તેને કારણે ચાલુ વર્ષે વ્યાજના દર ઘટવાની સંભાવના હવે રહી નથી. આથી લોનધારકોને તેમના ઈએમઆઈમાં કોઈ ફેર નહીં પડે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ગુરુવારે સંપન્ન થયેલી મીટિંગમાં રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય સર્વસંમતિથી કર્યો હતો. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી વધારીને 5.4 ટકા કરી દીધો છે.

Read More...
એરલાઈન્સમાં ચાલુ વર્ષે જુલાઈ સુધી 338 ટેકનિકલ ખામીઓ સર્જાઈઃ સરકાર

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સમાં ચાલુ વર્ષે જુલાઇ મહિના સુધીમાં કુલ 338 ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. તેમાંથી ઇન્ડિગોમાં 206, એર ઇન્ડિયામાં 49, ગો એરમાં 22, સ્પાઇસજેટમાં 21 અને અકાશા એરમાં 18 ટેકનિકલ ખામીનો સમાવેશ થાય છે, તેવી સંસદમાં સરકારે સોમવારે માહિતી આપી હતી. નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન જનરલ (નિવૃત્ત) વીકે સિંહે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીઓ એરક્રાફ્ટમાં ફીટ કરવામાં આવેલા ઘટકો/ઉપકરણોની ખામીને કારણે થઈ શકે છે.

Read More...
  Entertainment

અમિતાભ અડિખમ @ 80

આધુનિક બોલીવૂડમાં દંતકથા સમાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારે 80 વર્ષની ઉંમર છતાં ટોચનાં અભિનેતાઓ કરતાં પણ વ્યસ્ત રહે છે. સાડા છ દાયકાની ઝળહળતી કારકિર્દી ધરાવતા બીગ બીને ભારતીય મનોરંજન ઉદ્યોગનાં આદર્શ માનવામાં આવે છે. પાકટ વય અને નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ એ જ જુસ્સાથી કામ કરે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે ફિલ્મો, બ્રાન્ડ પ્રમોશનિંગ તથા કેબીસી-15ના શૂટિંગમાં વ્યસ્ત છે. અમિતાભનાં અનેક સમકાલીન હીરો આજે હયાત નથી અને જે છે તે વર્ષો પહેલાં નિવૃત્ત થઈ ગયા છે પરંતુ અમિતાભ આજે પણ અડીખમ છે.

Read More...

આદિત્ય નારાયણ ‘સા રે ગા મા પા’માં હોસ્ટ તરીકે જોવા મળશે

ઝી ટીવી ફરી એકવાર સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ લઈને આવી રહ્યો છે. આ વર્ષે આ શોમાં હોસ્ટ તરીકે આદિત્ય નારાયણ જોવા મળશે. તેની સાથે નિર્ણાયકોની પેનલમાં હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક જોડાયા છે. આદિત્ય એ હંમેશા એક પ્રતિભાશાળી હોસ્ટ રહ્યો છે, જેનો જાદુ અને ગાયકીની ક્ષમતા સા રે ગા મા પાએ બહુ નાની ઉંમરમાં જ જોઈ હતી. દરેક આગળ વધતી સીઝનની સાથે તેની પ્રસિદ્ધિ વધી છે અને ફરીથી તેની અદભૂત મસ્તીની સાથે દર્શકોને જકડી રાખવા માટે નિર્ણાયકો અને સ્પર્ધકની સાથે એક સરખું જ સંયોજન કરી દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.

Read More...

અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર ફરી ભારતીય નાગરિકતા મળી

કેનેડાની નાગરિકતા માટે ઘણીવાર ટીકાઓનો સામનો કરી રહેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને દેશના 77મા સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારતીય નાગરિકતાના દસ્તાવેજ શેર કરતા અક્ષયકુમારે જણાવ્યું હતું કે “દિલ ઔર નાગરિકતા, દોનો હિન્દુસ્તાની. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! જય હિંદ! અક્ષય કુમારને ઘણીવાર ‘કેનેડા કુમાર’ કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાતો હતો. કેનેડાની નાગરિકતા પહેલા પણ અક્ષય પાસે ભારતની નાગરિકતા હતી. ફિલ્મો સારી ચાલી રહી ન હતી ત્યારે અક્ષય કેનેડામાં રહેવાનું વિચારી રહ્યો હતો.

Read More...

પીઢ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને છ મહિનાની જેલ

વીતેલા જમાનાની અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નાઇની કોર્ટે કેટલાંક વર્ષ જૂના એક કેસમાં છ મહિનાની જેલની સજા અને રૂ.5,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અભિનેત્રીની સાથે તેના બિઝનેસ પાર્ટનર રામ કુમાર અને રાજા બાબુને પણ દોષી ઠેરવવામાં આવ્યાં હતાં. અહેવાલો અનુસાર જયા પ્રદા અને બિઝનેસ પાર્ટનરો તે સમયે ચેન્નાઈમાં એક મૂવી થિયેટર ધરાવતા હતાં. પરંતુ ખોટને કારણે સિનેમા હોલ બંધ કરી દીધો હતો. થિયેટરોમાં કામ કરતા સ્ટાફ સભ્યોએ તેમના પગારમાંથી કાપવામાં આવેલી ESI રકમની ચુકવણી ન કરવા બદલ જયા પ્રદા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ પછી શ્રમ સરકારી વીમા નિગમે જયા પ્રદા, રામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ ચેન્નાઈની એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે કેસની સુનાવણી કરી સજા અને દંડનો ચુકાદો આપ્યો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store