સંવાદિતાની ભાવના જાળવી રાખવા પ્રેસિડેન્ટ મુર્મુની ભારતવાસીઓને હાકલ
ભારતનાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ સોમવારે, 14 ઓગસ્ટે દેશના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક મંચ પર માત્ર તેનું યોગ્ય સ્થાન પાછું મેળવ્યું નથી, પરંતુ વૈશ્વિક વ્યવસ્થામાં દેશના દરજ્જામાં વધારો કર્યો છે. ભારતની વૃદ્ધિગાથામાં વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયોએ વ્યક્ત કરેલો નવો આત્મવિશ્વાસ તેનો પુરાવો છે. વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારત વિશ્વભરમાં વિકાસલક્ષી અને માનવતાવાદી ધ્યેયો આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. દેશે આંતરરાષ્ટ્રીય મંચો અને ખાસ કરીને G-20નું પ્રમુખપદ પણ સંભાળ્યું છે. સંવાદિતા અને ભાઇચારાની ભાવના સાથે પ્રગતિ કરવાની દેશના નાગરિકોને અપીલ કરતાં પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે દરેક ભારતીય એકસમાન નાગરિક છે, દરેકને આ ભૂમિમાં સમાન તકો, અધિકારો અને ફરજો મળ્યાં છે.
Read More...