Vol. 3 No. 348 About   |   Contact   |   Advertise August 11, 2023


 
 
રાહુલ ગાંધીનું સાંસદપદ સુપ્રીમ કોર્ટની રાહત પછી બહાલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે મોદી સરનેમ મુદ્દે બદનક્ષીના કેસમાં બે વર્ષની કેદની સજા સામે સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે સજા પર સ્ટે મૂક્યા પછી લોકસભા સચિવાલયે સોમવારે રાહુલ ગાંધીનું સાંસદપદ ફરી બહાલ કર્યું હતું. અગાઉ ગુજરાતમાં સુરત કોર્ટે આ કેસમાં બે વર્ષની સજા કર્યા પછી 24 માર્ચે 24 કલાકમાં તેમનું સાંસદપદ રદ કરાયું હતું. સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે ત્યારે રાહુલ ગાંધી ફરી સાંસદ બનતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. આ ઉપરાંત, મંગળવારે (8 ઓગસ્ટ) રાહુલનો સાંસદ તરીકેનો જુનો 12 તુઘલક લેનનો બંગલો પણ તેને પાછો ફાળવાયો હતો.

Read More...
યુકેમાં ગેરકાયદે વસાહતીઓ સામે સરકારની લાલ આંખ

યુકે સરકારે ગેરકાયદે વસાહતીઓ સામે લાલ આંખ કરી વિવિધ આકરા પગલા ભરવાની જાહેરાત કરી છે. આવા લોકો માટે યુકેમાં રહેવાનું મુશ્કેલ બને અને સરકારનો સંદેશો એવા લોકો સુઘી પહોંચે કે જેઓ ગેરકાયદે યુકેમાં ઘૂસવા અવનવા હથકંડા અજમાવી રહ્યા છે.

Read More...
બોરિસ જોન્સને છેલ્લા વર્ષમાં સાંસદના પગાર ઉપરાંત લાખો પાઉન્ડની કમાણી કરી

બ્રિટિશ સાંસદોની કમાણી છેલ્લા એક વર્ષમાં તેમના સાંસદ તરીકેના પગાર ઉપરાંત લગભગ 10 મિલિયન પાઉન્ડ ($6.1 મિલિયન) ની રહી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનનો આવી કમાણીની કુલ રકમમાં લગભગ અડધો હિસ્સો રહ્યાનું એક અહેવાલમાં જણાવાયું છે.

Read More...
અમેરિકી સાંસદોનું પ્રતિનિધિમંડળ ભારતના સ્વતંત્રતા દિન સમારંભમાં હાજરી આપશે

ઇન્ડિયન અમેરિકન સંસદ સભ્ય રો ખન્નાની આગેવાની હેઠળ અમેરિકી સંસદનું એક દ્વિપક્ષી પ્રતિનિધિમંડળ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ભારતની આઝાદીની ઉજવણીના સમારંભમાં હાજરી આપશે.

Read More...
યુકે સાંસદ તનમનજીત સિંહ ઢેસીને અમૃતસર એરપોર્ટ પર 2 કલાક સુધી અટકાવાયા

યુકેના પંજાબી મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીને ગુરુવાર, 3 ઓગસ્ટની સવારે ભારતીય ઇમિગ્રેશન સત્તાવાળાએ અમૃતસર એરપોર્ટ પર બે કલાક સુધી કથિત રીતે રોકી રાખ્યાં હતા.

Read More...
કટ્ટરપંથી અંજેમ ચૌધરી પર મે 2024માં આતંકવાદનો કેસ ચલાવાશે

બ્રિટન અને પાકિસ્તાનની બેવડી રાષ્ટ્રીયતા ધરાવતા કટ્ટરપંથી ઇસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરી પર આગામી મે 2024માં આતંકવાદ સંબંધિત ત્રણ ગુનાઓ માટે કેસ ચલાવવામાં આવશે.

Read More...
ભારતીય મૂળના પોલીસ અધિકારીને પેટ્રોલિંગ કારની અડફેટે મહિલાનું મૃત્યુ નિપજાવવા બદલ જેલ

ભારતીય મૂળના પોલીસ કોન્સ્ટેબલ નદીમ પટેલે ખતરનાક ડ્રાઇવિંગ કરી એક મહિલાના મૃત્યુ માટે જવાબદાર હોવાની કબૂલાત કર્યા બાદ કોર્ટે તેમને ત્રણ વર્ષની જેલની સજા અને 54 માસ માટે ડ્રાઇવિંગ માટે અયોગ્ય ઠેરવ્યા હતા.

Read More...
યુકેમાં શીખ સાથે દુર્વ્યવહારના કેસમાં સાર્જન્ટ નિર્દોષ જાહેર

બ્રિટનમાં ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ પ્રેક્ટિસ (IOPC)એ તપાસ બાદ પોલીસ કસ્ટડીમાં એક શીખની પાઘડી ઉતારી તપાસ કરવાના અને કહેવાતા દુર્વ્યવહારના આરોપમાં વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ સાર્જન્ટને નિર્દોષ જાહેર કર્યો છે.

Read More...
અમેરિકાના પ્રમુખપદની ચૂટણી માટે ચોથા ભારતીય ઉમેદવારે ઝુકાવ્યું

અમેરિકામાં 2024ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શિવા અય્યાદુરાઈએ ઝુકાવ્યું છે. આની સાથે તેઓ આ રેસમાં સામેલ થનારા ચોથા ઇન્ડિયન અમેરિકન બન્યાં છે. અય્યાદુરાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

Read More...
સુરતમાં કેમિકલ ગળતરથી ચાર કામદારોના મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ જીઆઈડીસીમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં બુધવારે ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

Read More...

  Sports
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી વન-ડે સીરિઝમાં વિજય

વેસ્ટ ઈન્ડિઝના ટ્રિનિડાડના ટરૌબા ખાતે ગયા સપ્તાહે બુધવારે (2 ઓગસ્ટ) બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનના જંગી માર્જીનથી હરાવી સીરીઝમાં 2-1થી વિજય હાંસલ કર્યો હતો.

Read More...
વેસ્ટ ઈન્ડિઝનો ટી-20 સીરીઝમાં બે વિજય સાથે ભારત સામે ધમાકેદાર આરંભ

પ્રવાસી ભારત સામે વન-ડે સીરીઝ ગુમાવ્યા પછી યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે ગયા સપ્તાહથી જ શરૂ થયેલી પાંચ મેચની ટી-20 સીરીઝમાં પહેલી બન્ને મેચમાં ભારતને હરાવી 2-0ની સરસાઈ સાથે સીરીઝનો ધમાકેદાર આરંભ કર્યો હતો.

Read More...
ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિંટનમાં ભારતનો પ્રનોય રનર્સપ

ભારતનો પીઢ બેડમિંટન ખેલાડી એચ. એસ. પ્રનોય ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 300 સીરીઝ બેડમિંટનમાં ચીનના વેંગ હોંગ યાંગ સામે ફાઈનલમાં ૯-૨૧, ૨૩-૨૧, ૨૦-૨૨થી પરાજય સાથે રનર્સપ રહ્યો હતો.

Read More...
કોમનવેલ્થ ગેમ્સના ભારે ખર્ચને કારણે આલ્બર્ટાએ પણ હાથ ઉંચા કર્યા

કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ગણતરીના દિવસોમાં બીજો ઝટકો લાગ્યો છે. હજી થોડા દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ યજમાનપદની ઓફર પાછી ખેંચી લીધા પછી હવે કેનેડાના આલ્બર્ટા પ્રાંતે પણ યજમાનપદની બિડ ગયા સપ્તાહે પાછી ખેંચી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ફિચે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ AAAથી ઘટાડી AA+ કર્યું

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાનું ક્રેડિટ રેટિંગ AAAથી ઘટાડીને AA+ કર્યું હતું. આ રેટિંગની સાથે ‘સ્ટેબલ’ આઉટલૂક આપવામાં આવ્યું હતું. ફિચના અંદાજ મુજબ આગામી ત્રણ વર્ષમાં અમેરિકાની નાણાકીય સ્થિતિ વધુ કથળશે. અમેરિકામાં ફાઈનાન્સ અને ડેટની સ્થિતિ ખરાબ થઈ હોવાથી તેના રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 2011માં બીજી રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે 70 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકાના રેટિંગને AAAથી ઘટાડીને AA+ કર્યું હતું. આ પછી એસ એન્ડ પીએ રેટિંગમાં કોઇ ફેરફાર કર્યો નથી.

Read More...
ભારતના ટોચના 50 બેન્ક ડિફોલ્ટરોમાં મેહુલ ચોક્સી નંબર વન

ભારતના ટોચના 50 બેન્ક ડિફોલ્ટરમાં ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સ ટોચના સ્થાને છે. ભારતના નાણા મંત્રાલયે સંસદમાં આ અંગેની માહિતી આપી હતી. ટોચના વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી બેન્કોએ કુલ રૂ.87,295 કરોડ વસુવવાના બાકી છે. મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સે બેન્કોને રૂ.8,738 કરોડનો ચુનો લગાવ્યો છે. આ યાદીમાં બીજા નંબર પર એરા ઈન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ છે, જેણે રૂ.5,750 કરોડની રકમ ચુકવવાની બાકી છે. સૌથી મોટા ડિફોલ્ટરોની યાદીમાં REI એગ્રો ત્રીજા ક્રમે છે, જેણે ₹5,148 કરોડની લોન ભરપાઈ નથી કરી, જ્યારે એબીજી શિપયાર્ડની ₹4,774 કરોડની લોન બાકી છે.

Read More...
હીરોમોટો કોર્પના ચેરમેનના નિવાસસ્થાને EDના દરોડા

વાર્ષિક સેલ્સ વોલ્યુમના આધારે વિશ્વની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના નિવાસસ્થાને ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે (ઇડી)એ મંગળવારે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હી અને ગુરુગ્રામમાં પવન મુંજાલ સંબંધિત સ્થળો પર સર્ચ કાર્યાવાહી કરાઈ હતી. હીરો મોટોકોર્પ 2001માં એક કેલેન્ડર વર્ષમાં સેલ્સ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક બની હતી અને છેલ્લા 20 વર્ષથી સતત આ ટાઇટલ જાળવી રાખ્યું છે. કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકામાં ફેલાયેલા 40 દેશોમાં હાજરી ધરાવે છે.

Read More...
હિન્ડનબર્ગ વિવાદ પછી અદાણી ફરી મેદાનમાં, સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ખરીદી

હિન્ડનબર્ગ રિસર્ચના રીપોર્ટ પછી ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે પ્રથમ એક્વિઝિશન કર્યુ કર્યું છે. અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટે 600 મિલિયન ડોલરના સોદામાં ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી હતી. અદાણીએ ગયા વર્ષે સ્વીચ કંપની હોલ્સિમ પાસેથી 10.5 બિલિયન ડોલરમાં અંબુજા સિમેન્ટ ખરીદી હતી. અંબુજા સિમેન્ટ અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના આ સોદા અંગે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ સંપાદન સાથે અમે વર્ષ 2028 સુધીમાં અમારી સિમેન્ટ ક્ષમતા બમણી કરીશું.

Read More...
  Entertainment

‘બાર્બી’નો $1 બિલિયનથી વધુની કમાણીનો રેકોર્ડ

વોર્નર બ્રધર્સની લોકપ્રિય બાર્બી ડોલ પર આધારિત મૂવી સુપર હિટ બની રહી છે અને રીલીઝના ત્રીજા વીકમાં ફિલ્મે વૈશ્વિક સ્તરે $1 બિલિયનથી વધુની કમાણી બોક્સ ઓફિસ ઉપર કરી હતી. આ વર્ષે આ સિદ્ધિ મેળવનારી બીજી મોટી ફિલ્મ બની છે. વોર્નર બ્રધર્સે રવિવારે (6 ઓગસ્ટ) જણાવ્યું હતું કે મૂવીએ તેના ત્રીજા સપ્તાહમાં યુએસ અને કેનેડામાં $53 મિલિયન તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારાના $74 મિલિયનની કમાણી કરી હતી. મૂવીએ હવે સ્થાનિક સ્તરે $459.4 મિલિયન અને વિશ્વભરમાં $1.03 બિલિયનની કમાણી કરી છે.

Read More...

‘કાશ્મીર ફાઇલ્સ’નું નવું વર્ઝન હવે ડિજિટલ પ્લેટફોર્મ પર

ભારતમાં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અને પલાયનની ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નવું વર્ઝન ‘ધ કાશ્મીર ફાઇલ્સ અનરીપોર્ટેડ’નું ટ્રેલર તાજેતરમાં લોંચ કરવામાં આવ્યું હતું. વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માર્ચ 2022માં રિલીઝ થઈ ત્યારે તેને પ્રોપેગેન્ડા ગણાવીને તેની ટીકા કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે જોરદાર સફળતા મેળવી હતી. એ સમયે વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે તેઓ કાશ્મીર ફાઇલ્સ માટે કરેલા રીસર્ચ, આર્કાઇવલ ફૂટેજ અને ઇન્ટરવ્યુ પરથી સીરિઝ બનાવશે. આ સિરીઝ ડોક્યુમેન્ટ્રી પ્રકારની છે.

Read More...

તારક મહેતા….શોમાં દિશા વાકાણી ફરીથી જોવા મળશે તેવો નિર્માતાને આશાવાદ

લોકપ્રિય ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીના પાત્રમાં દિશા વાકાણીને પરત લાવવા માટે પ્રયત્નશીલ છે અને તેનું સકારાત્મક પરિણામ આવશે તેવો આશાવાદ નિર્માતા આસિતકુમાર મોદીએ વ્યક્ત કર્યો છે. અંદાજે 10 વર્ષ સુધી શોમાં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. પછી તેણે શોના એક એપિસોડમાં કેમિયો પણ કર્યો હતો. ત્યાર પછી તે ક્યારેય તેમાં જોવા મળી નથી. દિશા અત્યારે બે બાળકોની માતા છે અને પારિવારિક જિંદગી માણી રહી છે. આ તરફ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે દયાભાભીના પાત્રમાં નવી અભિનેત્રીને લેવાની તૈયારી કરી હોવાનું કહેવાય છે.

Read More...

ઈલિયાના ડિક્રૂઝે પુત્રને જન્મ આપ્યો

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે શનિવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ ખુશખબરી તેને સોશિયલ મીડિયામાં આપી હતી. અગાઉ ઈલિયાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વગર પ્રેગ્નેન્ટ થતાં ખૂબ કોન્ટ્રોવર્સી થઈ હતી અને તે ટ્રોલિંગનો શિકાર પણ બની હતી. નરગિસ ફખરી, આથિયા શેટ્ટી, આસ્થા શર્મા, ડબ્બૂ રત્નાની, આશિ દુઆ, હુમા કુરૈશી તેમજ કરણવીર શર્મા સહિતના બોલિવૂડના સમિત્રોએ ઈલિયાનાને અભિનંદન પાઠવ્યા હતા. ઈલિયાના ડિક્રૂઝે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ત્યારથી તેના આવનારા બાળકનો પિતા કોણ છે તે અંગે ઘણા સવાલ ઉઠી રહ્યા હતા. એક્ટ્રેસનું નામ પહેલા કેટરીના કૈફના ભાઈ સ્ટેબસ્ટિયન લૌરેંટ માઈકલ સાથે લિંક થયું હતું. ત્યારે આ બાળક તેનું જ હશે તેવી અટકળો હતી. પરંતુ જુલાઈ મહિનાના મધ્યમાં ઈલિયાનાએ બોયફ્રેન્ડ સાથેની ડિનર ડેટની તસવીરો શેર કરીને આ અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store