Vol. 1 No. 26 About   |   Contact   |   Advertise August 3, 2023


 
 
બાસમતી સિવાયના ચોખામાં ભારતની નિકાસબંધીથી વિશ્વભરમાં ખળભળાટ

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નિકાસકાર ભારતે તહેવારોની મોસમ પહેલા સ્થાનિક પુરવઠામાં વધારો કરવા 20 જુલાઇએ બાસમતી સિવાયના તમામ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકા, યુકે, યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. ચોખાના વૈશ્વિક શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 40 ટકાથી વધુ છે, તેથી ચોખાની આયાત પર નિર્ભર દેશોમાં ફુડ સિક્યોરિટી સામે જોખમ ઊભું થયું છે. આવી સ્થિતિમાં આઇએમએફએ પણ ભારતને તેના નિર્ણયની સમીક્ષા કરવાનો અનુરોધ કર્યો હતો.

Read More...
દિવાળીને ફેડરલ હોલિડે જાહેર કરવા અંગે અમેરિકાની કોંગ્રેસમાં બિલ રજૂ

અમેરિકાની કોંગ્રેસની સભ્ય ગ્રેસ મેંગે તાજેતરમાં હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળીના દિવસે ક્રિસમસની જેમ જ ફેડરલ હોલિડે જાહેર કરવાની જોગવાઇ કરતું એક બિલ કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યું છે. તેમનુ કહેવુ છે કે, અમેરિકામાં હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન સહિતના ઘણા ધર્મના લોકો

Read More...
પાકિસ્તાનમાં રાજકીય રેલીમાં આત્મઘાતી વિસ્ફોટમાં 54નાં મોત

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં અગ્રણી ઇસ્લામિક પાર્ટીના રાજકીય મેળાવડામાં રવિવાર, 30 જુલાઇએ થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Read More...
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં વધુ એક ઈન્ડિયન અમેરિકનની ઉમેદવારી

અમેરિકામાં 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ભારતીય મૂળના એન્જિનિયર હર્ષવર્ધન સિંહે પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ભારતીય મૂળના નિક્કી હેલી અને વિવેક રામસ્વામીએ પણ રિપબ્લિકશન પક્ષ તરફથી પ્રેસિડન્ટની રેસમાં ઝુકાવ્યું હતું.

Read More...
આ વર્ષે H-1B વિઝાનો બીજો લોટરી રાઉન્ડ યોજાશે

અમેરિકાના H-1B વિઝાનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ નાણાકીય વર્ષ 2024 માટે વધારાના રજિસ્ટ્રેશન્સની પસંદગી કરવાની જાહેરાત કરી હતી.

Read More...
સજા થઈ તો પણ 2024ની ચૂંટણી લડીશઃ ટ્રમ્પ

અમેરિકાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેમની સામેના કેસમાં તેમને દોષિત ઠેરવાય અને સજા થાય તો પણ પોતે 2024ની અમેરિકન પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવામાંથી પીછેહટ નહીં કરે.

Read More...
જુલાઈ મહિનો સૌથી ગરમ, સેંકડો વર્ષોનો ગરમીનો રેકોર્ડ તૂટયો

સંયુક્ત રાષ્ટ્રોની હવામાન એજન્સી વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના અહેવાલ મુજબ વિતેલો જુલાઈ મહિનો પૃથ્વીના ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો. છેલ્લાં ત્રણ સપ્તાહ સતત સૌથી ગરમ રહ્યા હતા અને અસહ્ય આગ વરસી હતી.

Read More...
મોદી સરકાર સામે વિપક્ષની લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત

​​મણિપુરના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવાની ફરજ પાડવા માટે વિપક્ષે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુધવારે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે લોકસભાના સ્પીકરે આ દરખાસ્ત પર ચર્ચા અને મતદાનની તારીખ જાહેર કરી ન હતી.

Read More...
ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ, કચ્છમાં સૌથી વધુ 136 ટકા

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો હતો. જૂન મહિનામાં સરેરાશ 9.56 ઇંચ અને જુલાઇમાં 30 દિવસમાં 17.28 ઇંચ વરસાદ વરસ્યો હતો.

Read More...
મોદીએ રાજકોટમાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 27 જુલાઇએ રાજકોટમાં રૂ. 1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન

Read More...

  Sports
ભારત – વેસ્ટ ઈન્ડિઝ વન-ડે સીરીઝમાં બન્ને ટીમોનો એક-એક વિજય

વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ભારતને છ વિકેટે હરાવી ત્રણ મેચની સીરીઝમાં બરાબરી હાંસલ કરી લીધી હતી. શનિવારે બાર્બાડોઝના બ્રિજટાઉન ખાતે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે સારી શરૂઆત પછી ધબડકો વાળતાં ટીમ 40.5

Read More...
અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂ યોર્ક ચેમ્પિયન

અમેરિકામાં જુલાઈમાં રમાઈ ગયેલી મેજર લીગ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે સીએટલ ઓર્કાસને સાત વિકેટે હરાવી મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂ યોર્ક ચેમ્પિયન બની હતી. ટેક્સાસના ડલ્લાસમાં રમાયેલી ફાઈનલમાં સીએટલ ઓર્કાસે 9 વિકેટે 182 રન કર્યા હતા.

Read More...
જાપાન ઓપન બેડમિન્ટનમાં લક્ષ્ય સેનનો સેમિફાઈનલમાં જ પરાજય

ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનનો ગયા સપ્તાહે જાપાનમાં રમાઈ ગયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સંઘર્ષપૂર્ણ મુકાબલા પછી સેમિ ફાઈનલમાં જ પરાજય થયો હતો. એશિયન ગેમ્સના ચેમ્પિયન અને વિશ્વના 9મા ક્રમના ખેલાડી, Read More...

ભારતીય મહિલા હોકી ટીમ સ્પેનમાં ત્રણ દેશોની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

સ્પેનમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી ત્રણ દેશોની હોકી ટુર્નામેન્ટમાં ભારતની મહિલા હોકી ટીમ શાનદાર કમબેક સાથે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. છેલ્લી અને નિર્ણાયક લીગ મેચમાં સ્પેનની સામે 3-0થી વિજય સાથે ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. એ પહેલા, ભારતે ઈંગ્લેન્ડને પણ 3-0થી

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અમેરિકા, યુરોપમા વ્યાજદરો 23 વર્ષની સર્વોચ્ચ સપાટીએ

યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB)એ 27 જુલાઈના રોજ વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરતાં યુરોપમાં વ્યાજદરો 23 વર્ષમાં તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યાં હતા. બીજી તરફ અમેરિકાની ફેડરલ રિઝર્વે પણ બુધવારે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરતાં વ્યાજદરો 2001 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ECBએ સતત નવમી વખત વ્યાજદરમાં વધારો કરતાં હવે વ્યાજદરો 3.75 ટકા થઈ ગયા હતા.

Read More...
ભારતમાં 94 વર્ષ જૂની પારલે બ્રાન્ડની લોકપ્રિયતા હજુ અકબંધ

1990ના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી અનેક વિદેશી FMCG કંપનીઓનો ભારતમાં આવી છે, પરંતુ 94 વર્ષ જૂની પારલે બ્રાન્ડની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે, એમ તાજેતરના એક સરવેમાં બહાર આવ્યું છે. આ બ્રાન્ડ વિદેશી બ્રાન્ડ્સને પણ હંફાવી રહી છે.

Read More...
ભારતની કંપનીઓ હવે ગિફ્ટ સિટીમાં લિસ્ટિંગ કરાવી શકશે

ભારત સરકારે ગુજરાતમાં નવા ફાઇનાન્શિયલ હબમાં કંપનીઓના શેરના લિસ્ટિંગને મંજૂરી આપી છે. તેનાથી ભારતીય કંપનીઓ સસ્તુ વિદેશી ફંડ સરળતાથી એકત્ર કરી શકશે, એમ કેન્દ્રીય કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું. અત્યાર સુધી ભારતની

Read More...
ITC હોટેલ બિઝનેસ ડિમર્જ કરી અલગ કંપની બનાવશે

ભારતની જાણીતી આઈટીસી લિમિટેડ કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તે તેનો હોટેલ બિઝનેસ અલગ કરશે અને આઈટીસી હોટેલ્સ લિમિટેડ નામની સંપૂર્ણ સબસિડિયરી કંપની બનાવશે. તેના કારણે કંપની યોગ્ય રોકાણકારોને અને સ્ટ્રેટજિક પાર્ટનર્સને આકર્ષી શકશે.

Read More...
AAHOAએ NTTISP માટેની ટીપ્પણીઓમાં હોટેલ ઉદ્યોગની ભૂમિકાને હાઇલાઇટ કરી

નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યૂહાત્મક યોજના પર ટિપ્પણી માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને કરેલી વિનંતીના જવાબમાં લાંબા-અંતરની મુસાફરી અને પર્યટનને ટેકો આપવા માટે પરિવહન

Read More...
AAHOAનું આર્થિક ઉન્નતિ અધિનિયમ માટે કામદારોને સમર્થન

AAHOA એ ચાલુ હોટેલ કર્મચારીઓની અછતના પ્રતિભાવમાં કામદારો માટેના આર્થિક ઉન્નતિ માટેના કાયદાને સમર્થન આપ્યું છે. આ કાયદો બજાર-સંચાલિત વિઝા પ્રણાલિની દરખાસ્ત કરે છે, જેનો ઉદ્દેશ્ય યુએસ

Read More...
જેનેલ ઝેડિકને PHM વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરાવ્યા

પીચટ્રી હોસ્પિટાલિટી મેનેજમેન્ટના પીપલ અને કલ્ચર માટે જેનેલ ઝેડિકને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએચએમમાં જોડાતા પહેલા,

Read More...
  Entertainment

જેકી શ્રોફ અને સુભાષ ઘાઇ ફરીથી સાથે

બોલીવૂડના શોમેન-ફિલ્મકાર સુભાષ ઘાઇ ઓકટોબરમાં પોતાની નવી ફિલ્મ સલાખેનું શૂટિંગ શરૂ કરવાના છે. જેમાં જેકી શ્રોફ મહત્વના રોલમાં કામ કરતો જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત થતાં જ લોકો માનવા લાગ્યા હતા કે, આ ફિલ્મ ખલનાયકની સિકવલ બની રહી છે. જેમાં જેકીએ રામકુમાર નામના એક ઇમાનદાર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

Read More...

શાંતિપ્રિયાનો અક્ષયકુમાર પર મદદ નહીં કરવાનો આરોપ

હિન્દી ફિલ્મોમાં એવા ઘણા નામ છે જે ક્યારે આવ્યા અને ક્યારે ગાયબ થઇ ગયા તેની કોઈને ખબર પણ નથી રહી. આવા જુદા જુદા નામોમાં શાંતિપ્રિયાનું નામ લેવામાં આવે છે. અક્ષયકુમારની પ્રથમ ફિલ્મ ‘સોગંદ’ માં શાંતિપ્રિયા મુખ્ય ભૂમિકામાં હતી. હવે શાંતિપ્રયાએ અક્ષયકુમાર પર ગંભીર આરોપો લાગાવ્યા છે જેને કારણે બોલીવૂડમાં ચર્ચા જાગી છે, કારણ કે,

Read More...

હવે પરવીન બાબીની બાયોપિક બનશે

ગત મહિને કાન ફેસ્ટિવલ દરમિયાન રૂ. 276 કરોડનો નેકલેસ પહેરીને છવાઈ ગયેલી ઉર્વશી રાઉતેલાએ થોડા સમય પહેલા મુંબઈ ખાતે રૂ.190 કરોડનો બંગલો ખરીદ્યો હતો. જીવનમાં સફળતાના શિખરો સર કરી રહેલી ઉર્વશીને બોલિવૂડમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. એક સમયની આકર્ષક અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક બનવાની છે, જેમાં મુખ્ય ભૂમિકા માટે ઉર્વશીની પસંદગી કરવામાં આવી છે.

Read More...

રીટા રીપોર્ટર અને રોશનભાભી નવા શોમાં સાથે દેખાશે

ઘરે ઘરે લોકપ્રિય બનેલા તારક મહેતા કા ઉલટા ચશ્મા શો ઘણી બાબતોમાં ચર્ચામાં રહે છે. અગાઉ શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શો ના નિર્માતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેનિફર પછી શો માં રીટા રિપોર્ટરનું કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ શો ના મેકર્સ પર ઘણા આરોપ લગાવ્યા હતા. હવે એવું લાગી રહ્યું છે કે પ્રિયા આહુજા અને જેનિફર મિસ્ત્રી કોઈ નવા શો માટે એક સાથે આવી ગયા છે. પ્રિયાએ એક વીડિયો શેર કર્યો છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store