Vol. 3 No. 346 About   |   Contact   |   Advertise July 28, 2023


 
 
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ હતી. ખાસ કરીને 21 જૂલાઈએ જુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળતાંડવ સર્જાયું હતું. રાજકોટ શહેર અને જિલ્લાના અનેક ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જાનમાલને ભારે નુકસાન થયું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાના આદેશ આપ્યાં હતાં.

Read More...
અમેરિકનો, બ્રિટિશરોએ 2024થી યુરોપ જવા માટે ‘વિઝા’ લેવા પડશે

યુરોપિયન યુનિયનમાં હંમેશા વિઝા ફ્રી મુસાફરી કરતાં અમેરિકનો અને બ્રિટિશરોએ આગામી વર્ષથી યુરોપની યાત્રા માટે ટ્રાવેલ ઓથોરાઇઝેશન લેવું પડશે. યુરોપિયન યુનિયન આગામી વર્ષથી યુરોપિયન ટ્રાવેલ ઇન્ફોર્મેશન એન્ડ ઓથોરાઇઝેશન સિસ્ટમ (ETIAS)નો અમલ કરશે.

Read More...
નિષ્ક્રિય PAN બાબતે ભારતના ઇન્કમ ટેક્સ વિભાગની NRI તથા વિદેશી નાગરિકોને ખાસ સૂચના

નિષ્ક્રિય PAN બાબતે ભારતના ઇન્કમ ટેક્સ વિભાગની NRI તથા વિદેશી નાગરિકોને ખાસ સૂચના ભારતના ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું હતું કે, જે વિદેશવાસી ભારતીયો (NRI) અને વિદેશી નાગરિકોનો ભારતનો પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)

Read More...
રોયલ મેઇલના કોરોનેશન સ્ટેમ્પમાં નીસ્ડન મંદિરનો સમાવેશ

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને રોયલ મેઈલના ‘ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પમાં દર્શાવવામાં આવ્યું છે. કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેકની યાદમાં ખાસ સ્ટેમ્પ્સનો

Read More...
ઋષિ સુનકે ચૂંટણી જીતવા 10 લાખ ઘર બનાવવાનું વચન આપ્યું

ગયા અઠવાડિયે ત્રણમાંથી બે પેટાચૂંટણી હારનાર ટોરી પાર્ટી માટેનું સમર્થન જીતવાના પ્રયાસમાં બર્મિંગહામમાં હાઉસિંગ ડેવલપમેન્ટની મુલાકાતે ગયેલા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે તા.

Read More...
પેટાચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ્સને ભારે નુકસાન

વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ્સ પાર્ટીને પેટાચૂંટણીઓમાં ત્રણ પૈકી બે બેઠકોમાં હારનો સામનો કરવા પડ્યો હતો. અક્સબ્રિજ અને રાયસ્લિપમાં થયેલી પેટાચૂંટણીમાં કોન્ઝર્વેટીવ પાર્ટીની માંડ 495

Read More...
ડૉ. નિક કોટેચા OBEને યુનિવર્સિટી ઑફ લેસ્ટર દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી અપાઇ

બ્રિટિશ એશિયન બિઝનેસમને અને ફિલાન્થ્રોપિસ્ટ, ડૉ. નિક કોટેચા OBE DL ને સમાજમાં તેમના યોગદાન બદલ યુનિવર્સિટી ઓફ લેસ્ટર તરફથી ગુરુવારે તા. 20ના રોજ ડી મોન્ટફોર્ટ હોલમાં આયોજિત પદવીદાન સમારોહ દરમિયાન માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરાઇ છે.

Read More...
APPG બ્રિટિશ ગુજરાતીઝ દ્વારા ગુજરાતની ડાયરેક્ટ ફ્લાઇટ માટે રજૂઆત કરાઇ

ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતીઝ (APPG) ના ચેરમેન, હેરો વેસ્ટના એમપી અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેના શેડો મિનિસ્ટર ગેરેથ થોમસ દ્વારા હીથ્રો એરપોર્ટ પરથી ગુજરાતને સાંકળતી વધુને

Read More...
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન હાલતમાં પરેડ કરાવાતા દેશભરમાં આક્રોશ

આશરે છેલ્લાં એક મહિનાથી હિંસાગ્રસ્ત મણિપુરમાં એક ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી હોવાનો એક કથિત વીડિયો બુધવારે બહાર આવતા ચકચાર મચી હતી અને સરકાર પર પસ્તાળ પડી હતી.

Read More...
અમદાવાદમાં અકસ્માત જોવા ભેગાં થયેલા લોકો પર કાર ચઢી જતાં 9નાં મોત

અમદાવાદમાં બુધવારની મોડી રાત્રે ઇસ્કોન ફ્લાયઓવર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાં હતાં અને અન્ય 10 ઘાયલ થયાં હતાં.

Read More...

  Sports
એશિયા કપ ક્રિકેટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી શ્રીલંકા, પાકિસ્તાનમાં રમાશે

આખરે પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ ગયા સપ્તાહે જાહેર કરાયો હતો. આ ટુર્નામેન્ટ શ્રીલંકા અને પાકિસ્તાનમાં હાઈબ્રીડ મોડેલના આધારે રમાશે.

Read More...
ચોથી ટેસ્ટ ડ્રો, ઓસ્ટ્રેલિયાએ એશિઝ જાળવી

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસની રમત સતત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને મેચ ડ્રો થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં 2-1ની લીડના આધારે એશિઝ જાળવી રાખી છે.

Read More...
વરસાદમાં બીજી ટેસ્ટની છેલ્લા દિવસની રમત ધોવાઈ, મેચ ડ્રો

પોર્ટ ઓફ સ્પેન ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટના છેલ્લા દિવસે સોમવારે વરસાદના કારણે આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી અને મેચ ડ્રો થઈ હતી. આ રીતે ભારતને 2-0થી સીરીઝ જીતવાની તક હતી તે છીનવાઈ ગઈ અને પ્રવાસી ટીમ ફક્ત

Read More...
ભારતના સાત્વિક – ચિરાગ કોરીઆ ઓપન બેડમિંટનમાં ડબલ્સ ચેમ્પિયન

ભારતના બેડમિન્ટન સ્ટાર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ કોરીઆ ઓપન બેડમિન્ટનમાં વર્લ્ડ નંબર 1 ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રીઆનની ઈન્ડોનેશિયાની જોડીને 17-21, 21-13, 21-14થી હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટાટા ગ્રુપ $5 બિલિયનના રોકાણ સાથે UKમાં EV બેટરી પ્લાન્ટ સ્થાપશે

ભારતના અગ્રણી ઔદ્યોગિક ગ્રૂપ ટાટા ગ્રૂપે બુધવાર, 19 જુલાઇએ યુકેમાં 4 બિલિયન પાઉન્ડથી વધુના રોકાણ સાથે ગ્લોબલ બેટરી સેલ ગીગાફેક્ટરીની સ્થાપના કરવાની મેગા યોજનાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરીનો હેતુ ઓટોમોટિવ ક્ષેત્રના ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનની પ્રક્રિયાને મદદ કરવાનો છે. નવી ગીગાફેક્ટરીમાં ઉત્પાદન 2026માં શરૂ થવાનો અંદાજ છે. આ નવી ગીગાફેક્ટરી પશ્ચિમ ઇંગ્લેન્ડના સમરસેટમાં સ્થાપવામાં આવે તેવી ધારણા છે. યુકે સરકારે ગ્રૂપની 40GW બેટરી સેલ ગીગાફેક્ટરી માટેની યોજનાઓને આવકારી હતી.

Read More...
પેન્ટાગોનને પાછળ રાખી સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બની

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત ખાતે આવેલી ડાયમંડ બુર્સની બિલ્ડિંગ હવે અમેરિકાના પેન્ટાગોનને પાછળ રાખીને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું સ્થાન મેળવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ 15 માળનું કોમ્પ્લેક્સ છે જેની ફ્લોર સાઈઝ લગભગ 71 લાખ ચોરસ ફૂટ કરતા પણ વધારે છે. આશરે રૂ 32 અબજના ખર્ચે તૈયાર થયેલી ગુજરાતની આ બિલ્ડિંગે તેની સાઈઝના આધારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કોમ્પ્લેક્સ 35 એકર કરતા વધુ જમીન પર પથરાયેલું છે. વિશ્વના ટોચના મીડિયા જૂથોએ આ સિદ્ધિની નોંધ લીધી હતી.

Read More...
બાબા રામદેવની પતંજલિ ફૂડમાં NRIની કંપનીનું રૂા. 2,400 કરોડનું રોકાણ

કટોકટીના સમયમાં અદાણી ગ્રૂપમાં અબજો ડોલરનું રોકાણ કરનારી એનઆરઆઇ રાજીવ જૈનના વડપણ હેઠળની ફ્લોરિડા સ્થિત GQG પાર્ટનર્સએ બાબા રામદેવનીની પતંજલિ ફૂડ્સમાં પણ રૂ.2400 કરોડનું રોકાણ કર્યું છે. આમ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સને એક બહુ મોટા વિદેશી રોકાણકાર મળી ગયા છે. પતંજલિ ફૂડ્સે તાજેતરમાં ઓફર ફોર સેલ (OFS) લાવી હતી. જેમાં GQG પાર્ટનર્સે 5.96 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પતંજલિના કુલ મળીને 2.15 કરોડ શેર ખરીદવામાં આવ્યા છે જેની કિંમત લગભગ 2400 કરોડ થાય છે. આ ઓએફએસમાં શેરની ફ્લોર પ્રાઈસ 1000 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ નોન-રિટેલ ઈન્વેસ્ટરોને 1103 રૂપિયાના ભાવે શેર એલોટ કરાયા હતા.

Read More...
જેટ એરવેઝના પૂર્વ પ્રમોટર નરેશ ગોયલના ત્યાં દરોડા

ભારતની તપાસ એજન્સી ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ બુધવારે જેટ એરવેઝના ભૂતપૂર્વ પ્રમોટર નરેશ ગોયલ અને તેમના સહયોગીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા હતા, ED દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોને આવરી લઇને આ કાર્યવાહી કરી હતી. અગાઉ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શુક્રવારે ₹538 કરોડના કથિત બેંક છેતરપિંડીમાં જેટ એરવેઝના ચેરમેન, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ FIR નોંધી હતી. જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ, નરેશ ગોયલ, તેમની પત્ની અનીતા નરેશ ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓને FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

Read More...
  Entertainment

કંગનાએ રણબીર-આલિયાનાં લગ્નને નકલી કહીને વિવાદ છેડ્યો

બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા વિવાદો ઊભા કરવામાં યુવા અભિનેત્રી કંગના રણોતનું નામ મોખરે છે. સોશિયલ મીડિયા દ્વારા તે દિગ્ગજ ફિલ્મકારોની ટીકા કરવાનું છોડતી નથી. હવે તેણે એક દંપત્તી અંગે નવી વાત કહીને ફરીથી વિવાદ છેડ્યો છે. જોકે, તેણે તેમનું નામ નથી આપ્યું પણ આ દંપત્તીનાં વિદેશ પ્રવાસની વાત કરી છે. કંગનાએ જણાવ્યું કે, “આ ટ્રિપમાં પત્ની અને પુત્રી નહોતાં ગયા.” ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રણબીર કપૂર માતા નીતુનાં જન્મ દિવસે લંડનમાં હતો, જ્યારે આલિયા ભટ્ટ અને દીકરી રાહા ભારતમાં જ હતા. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી પોસ્ટમાં લખ્યું છે, “એક નકલી પતિ-પત્ની અલગ અલગ ફ્લોર પર રહે છે. કપલ હોવાનો દેખાડો કરે છે.

Read More...

સલમાન ખાનને ‘બિગ બોસ’ માટે વિશેષ લગાવ

સલમાન ખાન કહે છે કે, ‘બિગ બોસ ઓટીટી 2’થી તેને ખાસ લગાવ છે. આ શો તે છોડી રહ્યો હોવાની ચર્ચા ચાલી હતી. તે સેટ પર ​એટલે કે સ્ટેજ પર સિગારેટ સાથે જોવા મળ્યો હતો. આ શો બે અઠવાડિયાં લંબાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે સલમાન એને છોડી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ વિશે પૂછતાં સલમાન ખાને કહ્યું કે ‘મારા માટે ​‘બિગ બોસ’ એક ઇમોશન છે. હું હંમેશાં કહું છું કે હું અટેચમેન્ટથી દૂર રહું છું, પરંતુ ‘બિગ બોસ’ અલગ છે. મેં એને ઘણાં વર્ષોથી હોસ્ટ કર્યો છે અને મને એવું લાગે છે કે એ મારી લાઇફનું જ એક એક્સટેન્શન છે.’

Read More...

અજય દેવગણે મુંબઇમાં રૂ.45 કરોડની બે ઓફિસો ખરીદી

અજય દેવગણ બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોની યાદીમાં સામેલ છે. કહેવાય છે કે, તેણે મુંબઇમાં પ્રોપર્ટીમાં મોટું રોકાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અજયે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં ઓફિસ સ્પેસમાં આ રોકાણ કર્યું છે. સત્તાવાર જગ્યા કુલ 13 હજાર 293 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. પ્રથમ એકમ 8 હજાર 405 ચોરસમાં બનેલો વિસ્તાર છે. આ યુનિટ સિગ્નેચર બિલ્ડીંગ, ઓશિવારાના 16મા માળે આવેલું છે. યુનિટની કિંમત રૂ. 30.35 કરોડ હોવાનું કહેવાય છે અને અજયે તેના માટે રૂ. 1.82 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પર પણ ભરી લીધી છે.

Read More...

ડિજિટલ પ્લેટફોર્મ પર જેનેલિયાનું પદાર્પણ

બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી જેનેલિયા ડિસોઝા દેશમુખનું ડિજિટલ પદાર્પણ થઇ રહ્યું છે. જેનેલિયાની આ પ્રથમ ઓટીટી ફિલ્મ ‘ટ્રાયલ પીરિયડ’ છે. જેનેલિયાએ તેમાં બંગાળી માતાનો રોલ કર્યો છે, જે એકલા હાથે સંતાનને ઉછેરે છે. દીકરાની દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઝઝૂમતી એકલ માતાની અનોખી કહાની આ ફિલ્મમાં જોવા મળશે. આ ભૂમિકા અંગે જેનેલિયાએ જણાવ્યું હતું કે , અગાઉ ક્યારેય બંગાળી મહિલાનો રોલ કર્યો નથી. તેથી આ પ્રકારનું કેરેક્ટર મારા માટે નવું શીખવાની તક સમાન છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store