વિદેશી કામદારો માટે કુવૈત સૌથી ખરાબ, મેક્સિકો શ્રેષ્ઠ
એક્સપેટ્સ ઇન્સાઇડર 2023 નામના એક ગ્લોબલ સરવેમાં મેક્સિકો અને સ્પેન વિદેશી કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે જ્યારે કુવૈત અને નોર્વેને સૌથી ખરાબ દેશ ગણવામાં આવ્યા છે. આ સરવેમાં કુલ 53 દેશોને આવરી લેવાયા હતા જેમાં ભારત 36મા સ્થાને આવ્યું છે. એટલે કે વિદેશીઓ માટે ભારતમાં કામ કરવું એટલું સરળ નથી. તેની તુલનામાં મેક્સિકો, પનામા, સ્પેન, મલેશિયા અને તાઈવાનમાં બહારના લોકો સુખેથી કામ કરી શકે છે. આ વિગતો બહાર આવી હતી. નવાઈની વાત એ છે કે વિદેશીઓ માટે ખરાબ દેશોમાં જર્મની, સાઉથ કોરિયા, તુર્કી, નોર્વે અને કુવૈતનો સમાવેશ થાય છે.
Read More...