રદબાતલ ગ્રીન કાર્ડ્સના ફરી ઉપયોગની ભલામણને બાઈડેનના સલાહકાર પંચની મંજૂરી
અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડેનના એડવાઇઝરી કમિશને 1992 પછી ઉપયોગ નહીં થયાના પગલે રદબાતલ થયેલા ફેમિલી અને જોબ્સ આધારિત 230,000થી વધુ ગ્રીન કાર્ડ્સના ફરી ઉપયોગની ભલામણ સ્વીકારી છે. આનાથી હવે ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા હજ્જારો ઇન્ડિયન અમેરિકનોને લાભ થશે. વિદેશીઓને અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીન કાર્ડ સૌથી મહત્વનો ડોક્યુમેન્ટ છે. પ્રેસિડેન્ટ જો બાઇડેનના એડવાઇઝરી કમિશન ઓન એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઇયન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડર્સના સભ્ય અને ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન અજય ભૂટોરિયાએ કમિશન સમક્ષ પોતે કરેલી ભલામણો અંગે જણાવ્યું હતું કે, 1992થી 2022 સુધી ઉપયોગ નહીં થઈ શકવાના કારણે રદબાતલ થઈ ગયેલા જોબ્સ આધારિત 230,000થી વધુ ગ્રીન કાર્ડ્સનો ફરી ઉપયોગ કરવા અને આ વર્ષ સહિત આગામી થોડા નાણાકીય વર્ષોમાં દર વર્ષે તેમાંથી કેટલાક કાર્ડ ઇસ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ.
Read More...