P&G ગુજરાતને તેનું ગ્લોબલ એક્સપોર્ટ હબ બનાવશે
વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G)એ ભારતમાં એક્સપોર્ટ હબ સ્થાપવા માટે ગુજરાતમાં રૂ.2,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. પર્સનલ હેલ્થકેર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં હેલ્થકેર પ્રોડક્ટ્સ અને ખાસ કરીને ડાયજેસ્ટિવ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી થોડા વર્ષોમાં કાર્યરત થશે અને વૈશ્વિક સ્તરે P&G માટે નિકાસ હબ બનશે. તેનાથી P&G ઈન્ડિયાને સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને પ્રોડક્ટ્સ પહોંચાડવામાં મદદ મળશે. આ રોકાણ સાથે, P&G ઇન્ડિયા સેંકડો પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થશે.
Read More...