અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશથી ભારતીયો, એશિયન્સને ફાયદો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગત ગુરુવારે જાતિ અને વંશને આધારે યુનિવર્સિટીઓમાં એડમિશન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનાથી આફ્રિકન અમેરિકન તથા કેટલાક અન્ય લઘુમતી સમુદાયો માટે શિક્ષણની તકોને પ્રોત્સાહન આપતી દાયકા જૂને નીતિઓ સામે સવાલ ઊભો થયો છે. મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટસે બહુમતી અભિપ્રાયમાં લખ્યું હતું કે એફિર્મેટિવ એક્શન પ્રોગ્રામનો હેતુ સારો છે અને સદભાવના સાથે તેનો અમલ થયો છે, પરંતુ તે કાયમ માટે રાખી શકાય નહીં અને તે અન્ય લોકો સામે ગેરબંધારણીય ભેદભાવ સમાન છે. વિદ્યાર્થી સાથે તેના એક વ્યક્તિ તરીકેના અનુભવને આધારે વ્યવહાર થવો જોઇએ, વંશીય આધારે નહીં. યુનિવર્સિટીઓ અરજદાર જાતિવાદી ભેદભાવના અનુભવ સાથે મોટા થયા છે કે નહીં જેવા તેમના બેકગ્રાઉન્ડને આધારે તેમની અરજીની વિચારણા કરી શકે છે, પરંતુ પ્રાથમિક રીતે અરજદાર શ્વેત, શ્યામ કે અન્ય છે તેના આધારે નિર્ણય લેવો તે પોતે વંશીય ભેદભાવ છે.
Read More...