ફોર્બ્સની ગ્લોબલ-2000ની યાદીમાં રિલાયન્સ આઠ સ્થાન કુદાવી 45મા ક્રમે
બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્બ્સની વિશ્વભરની ટોચની 2000 કંપનીઓની વર્ષ 2023ની યાદીમાં આઠ સ્થાન કૂદાવીને 45મા ક્રમ પર રહી છે. ગત વર્ષ કરતાં રિલાયન્સ આ યાદીમાં 8 ક્રમ ઉપર રહી છે. રિલાયન્સ આ યાદીમાં જર્મનીની બીએમડબ્લ્યુ, સ્વિત્ઝર્લેન્ડની નેસ્લે, ચીનની અલીબાબા, અમેરિકાની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જાપાનની સોની જેવી જાયન્ટ કંપનીઓ કરતાં આગળ રહી હતી. કુલ 55 ભારતીય કંપનીઓ આ યાદીમાં છે. અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ-અદાણી એન્ટરપ્રાઈસ (1062મો ક્રમ), અદાણી પાવર (1488), અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (1598)નો આ યાદીમાં સમાવેશ છે.
Read More...