Vol. 3 No. 340 About   |   Contact   |   Advertise June 16, 2023


 
 
જૉન્સનના રાજીનામાને પગલે ટોરીમાં વિગ્રહ

ભૂતપૂર્વ વડા પ્રધાન, બોરિસ જૉન્સને શુક્રવાર તા. 9ના રોજ સંસદ સભ્ય તરીકે રાજીનામું આપવાનો અચાનક નિર્ણય લઇ ટોરી પાર્ટી નેતાગીરી સામે બાંયો ચઢાવતા ટોરી પાર્ટી ભીંસમાં મૂકાઇ છે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં બોરીસ જૉન્સન બે-બે હાથે લડી લેવા માંગે છે. તો સામે પક્ષે જૉન્સને વડા પ્રધાન પદ છોડતા પહેલા પોતાના પિતા સહિત પાર્ટીગેટ કૌભાંડમાં સંડોવાયેલા મિત્રો અને મળતીયાઓને શિરપાવો આપ્યા તે મુદ્દે તેમને બદનામ કરી તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત કરી દેવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જૉન્સન, તેમના સમર્થક નાદીન ડોરિસનું રાજીનામુ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના નિવેદનો આવતા વર્ષે આવી રહેલી સામાન્ય ચૂંટણી પહેલા શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઊંડુ વિભાજન અને ટોરી પાર્ટીમાં વિગ્રહને દોરશે એ ચોક્કસ છે.

Read More...
ભૂતપૂર્વ પીએમ જૉન્સને પાર્ટીગેટમાં સામેલ મિત્રો સહિત સમર્થકોને માન-મરતબો આપ્યા

ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જૉન્સને પોતાના મિત્રો, સમર્થકો અને પાર્ટીગેટ કૌભાંડમાં સામેલ કેટલાક લોકો પર મન મૂકીને વરસ્યા હોવાનું અને તે સૌને વિવિધ પ્રકારના માન-મરતબો આપીને ખુશ કર્યા હોવાનું બહાર આવ્યું છે.

Read More...
સુનક અને બાઇડેનની એઆઈ, મિનરલ્સ અને યુક્રેન બાબતે ભાગીદારી

યુએસ પ્રમુખ જો બાઇડેન અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે ઐતિહાસિક સુરક્ષા જોડાણને મજબૂત બનાવવાનો હેતુ સાથે ગુરુવારે તા. 8ના રોજ બન્ને દેશો વચ્ચે અદ્યતન ટેક્નોલોજી,

Read More...
ભારતીય હાઇ કમિશનમાં તોડફોડ કરનારા લોકોને પકડવા NIAની અપીલ: પાંચ વિડિયો અપલોડ કર્યા

લંડનમાં ભારતીય હાઇ કમિશન પરિસરમાં ખાલિસ્તાની તરફી દેખાવકારોએ 19 માર્ચે કરાયેલી તોડફોડની તપાસ કરતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે સીસીટીવીના લગભગ બે કલાક લાંબા કુલ

Read More...
ભારતીય ડાયસ્પોરા સૌથી મોટો અને વધુ પ્રભાવશાળી

વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ છોડીને વિકાસના ક્ષેત્રે આગળ વધી રહેલા ભારતના ઇમીગ્રન્ટ્સ તેમના ચીની સમકક્ષો કરતાં વધુ સફળ છે અને મોટી માત્રામાં વિદેશમાં વસી રહ્યા છે.

Read More...
સરકારના પતન માટે સુનકને આંશિક રીતે જવાબદાર માનતા જૉન્સન

શુક્રવારે રાજીનામાના નિવેદનમાં, જૉન્સને તેમની સરકારના પતન માટે સુનકને આંશિક રીતે જવાબદાર ગણાવીને સુનકની પ્રીમિયરશિપની ટીકા કરવા આ તકનો ઉપયોગ કર્યો હતો.

Read More...
ડિયાજિયોના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ સર ઇવાન મેનેઝીસનું અવસાન

ભારતીય મૂળના, ડિયાજિયોના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ અને એક દાયકા સુધી FTSE 100 ડ્રિંક્સ કંપનીનું નેતૃત્વ કરી જોની વોકરને પુનર્જીવિત કરનાર સર ઇવાન મેનેઝીસનું 7 જૂન, 2023ના રોજ 63

Read More...
મોદીના ભવ્ય સ્વાગત માટે ઇન્ડિયન અમેરિકનોનો અદમ્ય ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 21-થી 24 જૂન દરમિયાન અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ઇન્ડિયન અમેરિકનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Read More...
બિપરજોય વાવાઝોડાંના સામના માટે તડામાર તૈયારીઓઃ મોદીએ બેઠક યોજી

બિપરજોય વાવાઝોડું ગત સોમવારે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ફંટાઇ રહ્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે તેવું અનુમાન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે

Read More...
ગુજરાતમાં ISKPના ટેરર મોડ્યુલનો પર્દાફાશ, સુરતની મહિલા સહિત 4ની ધરપકડ

ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ શનિવારે સુરતમાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP)ના એક ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો

Read More...

  Sports
ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન

સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા છતાં ભારતીય ક્રિકેટ ટીમે ચાહકોને ફરી નિરાશ કર્યા હતા. રવિવારે (11 જુન) લંડનના ધી ઓવલ મેદાન ઉપર પુરી થયેલી વર્લ્ડ

Read More...
ભારતના શિરે જુનિયર એશિયા કપ મહિલા હોકીનો તાજ

ભારતીય હોકી ટીમે જુનિયર મહિલા એશિયા કપની ફાઈનલમાં ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને ઈતિહાસ સર્જયો હતો. રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતીય ટીમ દક્ષિણ કોરિયાને

Read More...
ઇગા સ્વાઇટેક ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન વિજેતા

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી પોલેન્ડની ઇગા સ્વાઇટેકે પણ આ વર્ષે પોતાની કેરિયરનો ત્રીજો ફ્રેન્ચ ઓપનનો તાજ હાંસલ કર્યો હતો. સ્વાઇટેકે ફાઇનલમાં ત્રણ સેટની ભારે સ્પર્ધામાં ચેક

Read More...
યોકોવિચ વિશ્વ ટેનિસનો સરતાજ, ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન

સર્બિઅન ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચે રવિવારે પેરિસના રોલાં ગેરોસ ખાતે ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં 3 કલાકથી વધુના સંઘર્ષ પછી કેસ્પર રડને 7-6, 6-3, 7-5થી હરાવી ત્રીજી વાર ફ્રેન્ચ ઓપનનો

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
યુરોપનું અર્થતંત્ર મંદીમાં પ્રવેશ્યું

વ્યાજદરમાં સતત વધારો અને ઊર્જાના ઊંચા ભાવને પગલે યુરોપનું અર્થતંત્ર ચાલુ વર્ષના પ્રારંભમાં ટેકનિકલ મંદીમાં પ્રવેશ્યું હતું. યુરોપના અર્થતંત્રમાં 2022ના ચોથા ક્વાર્ટરમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પણ તેના અર્થતંત્રમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. આમ સતત બે ક્વાર્ટર સુધી અર્થતંત્રમાં ઘટાડો થાય ત્યારે તેને ટેકનિકલ ભાષામાં મંદી કહેવામાં આવે છે.20 દેશોના બનેલા યુરોઝોનના આર્થિક વૃદ્ધિના ડેટામાં ઘટાડા તરફી સુધારો કરવામાં આવ્યો છે. સુધારેલા ડેટામાં 2022ના ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને ઝીરોથી ઘટાડીને માઇનસ 0.1 ટકા કરાઈ છે,

Read More...
મોદીની યાત્રા પહેલા યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ “વેડિંગ મેળા”નું આયોજન કરશે

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યું કે પ્રેસિડન્ટ જો બાઇડનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત એક “બિગ ડીલ” છે અને બંને દેશોનું ભવિષ્ય એકસાથે જોડાયેલું હોવાનો મજબૂત સંકેત આપે છે. કેશપે જાહેરાત કરી કે વડા પ્રધાન મોદીની મુલાકાતની પૂર્વસંધ્યાએ યુએસઆઈબીસી યુનાઈટેડ સ્ટેટ્સ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે “વેડિંગ મેળા”નું આયોજન કરશે, જે સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકન અને ભારતીય

Read More...
ICICI બેંકના બોર્ડે ચંદા કોચર સામે કાર્યવાહીની મંજૂરી આપી

રૂ.3,250 કરોડના લોન ફ્રોડ કેસમાં CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર સામે ચાર્જશીટ સબમિટ કર્યાના બે મહિના પછી આ તપાસ એજન્સીએ બુધવારે વિશેષ અદાલતને જાણ કરી હતી કે સક્ષમ અધિકારી પાસેથી કાર્યવાહી માટે મંજૂરી મળી ગઈ છે. ચંદા કોચરને જાહેર સેવક ગણવામાં આવે છે કારણ કે તેઓ ICICI બેંકના CEO હતા. બેંકના બોર્ડ પાસેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે બેંકને કોઈ નુકસાન થયું નથી.

Read More...
પાકિસ્તાને આઇકોનિક રૂઝવેલ્ટ હોટેલ ન્યૂયોર્ક સરકારને ભાડે આપી

આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેની પ્રતિષ્ઠિત રૂઝવેલ્ટ હોટેલ ત્રણ વર્ષ માટે ન્યૂ યોર્ક સિટી સરકારને ભાડે આપી છે. તેનાથી તેને $220 મિલિયન આવક થશે. ઉડ્ડયન પ્રધાન ખ્વાજા સાદ રફીકે રવિવારે જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક વહીવટીતંત્ર સરકાર સંચાલિત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ કોર્પોરેશનની માલિકીની સદી જૂની હોટલના 1,025 રૂમમાંથી દરેક માટે $210 જેટલું ભાડું ચૂકવશે. આ હોટેલનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે. તેની ગણતરી ન્યૂયોર્કની મોટી અને ખ્યાતનામ હોટલોમાં થાય છે.

Read More...
  Entertainment

પિતા સાથે ફરીથી કામ કરવા અભિષેક આતુર

બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સ્વપ્ન દરેક અભિનેતાનું હોય છે. તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ તેમાંથી બાકાત નથી. અભિષેકે જણાવ્યું હતું કે, મેગા સ્ટાર પિતા સાથે કામ કરવું છે, પરંતુ અમે સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જેથી દર્શકોને યાદગાર અનુભવ આપી શકાય. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને અગાઉ બંટી ઔર બબલી, સરકાર, સરકાર રાજ, કભી અલવિદા ના કહેના અને પા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

Read More...

રજનીકાંત અને અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી એકસાથે જોવા મળશે

ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરીથી મોટા પડદા પર ફરી એકસાથે જોવા મળશે. હમ, અંધા કાનૂન અને ગિરફ્તાર જેવી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા પછી આ બંને લગભગ 32 વર્ષ પછી થલાઈવર 170 નામની આગામી ફિલ્મ એકસાથે કરી રહ્યાં છે.

Read More...

તબ્બુ, કરીના કપૂર અને ક્રિતિ સેનન પ્રથમવાર ફિલ્મમાં સાથે દેખાશે

બોલીવૂડની એ-ગ્રેડની ત્રણ હીરોઈન સાથે ‘ધ ક્રૂ’ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે. ‘આદિપુરુષ’માં સીતાજીના રોલ માટે ચર્ચામાં છવાયેલી ક્રિતિ સેનન, દૃશ્યમની દમદાર એક્ટ્રેસ તબ્બુ અને એવરગ્રીન કરીના કપૂર ખાન પ્રથમવાર કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોવાઈ રહી છે,

Read More...

જેઠાલાલે ‘કોમેડી સર્કસ’ની ઓફર કેમ ફગાવી હતી?

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા દિલીપ જોષીએ એક મીડિયા મુલાકાતમાં પોતાનાં સંઘર્ષનાં દિવસો યાદ કર્યા હતા. એક ઇન્ટર્વ્યૂમાં તેમણે કારકિર્દીનાં પ્રારંભનાં દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2007માં તેમની પાસે કોઈ કામ નહોતું. એ વર્ષે હું જે નાટક કરતો હતો તે બંધ થઈ ગયું. એક શો ચાલતો હતો તે પણ બંધ થઈ ગયો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store