મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, વિપક્ષનો બહિષ્કાર
વિરોધ પક્ષોના બહિષ્કારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રવિવાર, 28 મેએ એક ભવ્ય સમારંભમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની તકતીનું અનાવરણ કર્યું હતું. સવારે હવન અને સર્વધર્મ પ્રાર્થના પછી ઉદ્ઘાટન સમારંભનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન મોદી સવારે 7.30 વાગ્યે નવા સંસદ ભવન પહોંચ્યા હતા. તેઓ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પૂજા કરવા બેઠા હતા. પૂજા પૂરી થયા બાદ વડાપ્રધાને ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલને પ્રણામ કર્યા હતા. તમિલનાડુ અધીનમ અથવા સંતોએ વડાપ્રધાનને ‘સેંગોલ’ સોંપ્યો હતો. વડાપ્રધાન ઐતિહાસિક રાજદંડને લોકસભા ચેમ્બરમાં લઈ ગયા અને તેને અધ્યક્ષની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યો હતો. આ કાર્યક્રમમાં 25 પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. વડાપ્રધાને 10 ડિસેમ્બર, 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને હવે ઉદ્ઘાટન કર્યું છે.
Read More...