વિરોધ પક્ષોના બહિષ્કારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રવિવાર, 28 મેએ એક ભવ્ય સમારંભમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની તકતીનું અનાવરણ કર્યું હતું. સવારે હવન અને સર્વધર્મ પ્રાર્થના પછી ઉદ્ઘાટન સમારંભનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન મોદી સવારે 7.30 વાગ્યે નવા સંસદ ભવન પહોંચ્યા હતા. તેઓ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પૂજા કરવા બેઠા હતા. પૂજા પૂરી થયા બાદ વડાપ્રધાને ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલને પ્રણામ કર્યા હતા. તમિલનાડુ અધીનમ અથવા સંતોએ વડાપ્રધાનને ‘સેંગોલ’ સોંપ્યો હતો. વડાપ્રધાન ઐતિહાસિક રાજદંડને લોકસભા ચેમ્બરમાં લઈ ગયા અને તેને અધ્યક્ષની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યો હતો.
એક અગ્રણી અમેરિકન કોંગ્રેસવૂમને શુક્રવારે યુએસ કોંગ્રેસમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફેડરલ રજા જાહેર કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું, જેનું દેશભરના વિવિધ સમુદાયો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાન્ત પર ગત બુધવારે પ્રથમ જ વખત રાતના અંધકારમા MiG-29K યુદ્ધવિમાને સફળતાપૂર્વક ઉતરાણ કરીને એક ઇતિહાસ રચ્યો હતો.
ગર્ભપાત અંગેના ચુકાદા પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ ઘટી 50 વર્ષના નીચા સ્તરે પહોંચ્યો છે, એમ મુખ્ય ટ્રેન્ડ અંગેના એક સરવેમાં જણાવાયું હતું.
ફ્લોરિડાના ગવર્નર અને રીપબ્લિકન નેતા રોન ડીસાન્ટિસે પણ 2024ની અમેરિકાના પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં પોતે મેદાનમાં હોવાની વિધિવત જાહેરાત કરી હતી.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે 19 મે, 2023ના રોજ સુપિરિયર કોર્ટના 27 ન્યાયાધીશોની નિમણૂકની જાહેરાત કરી હતી. તેમાં ત્રણ ભારતીય અમેરિકન્સ માર્શા બિપિન અમીન,
‘ચિલ્ડ્રન્સ એક્ટ’ પસાર નહીં થાય તો લાખો ભારતીય અમેરિકન યુવાઓનું અમેરિકન ડ્રીમ એક ‘દુઃસ્વપ્ન’ બની જશે અમેરિકામાં રહેતા લાખો ભારતીય યુવાઓનું સ્વપ્ન અમેરિકાના એક જ કાયદા પર ટકેલું છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પહેલાં એક નોંધપાત્ર હિલચાલમાં અમેરિકન કોંગ્રેસની એક શક્તિશાળી સમિતિએ ભારતનો નાટો પ્લસમાં સમાવેશ કરી
ન્યૂયોર્ક પોલીસ વિભાગના એક ઓફિસર તથા અન્ય નવ લોકોનું પ્રેસિડેન્ટ બાઇડેને મેડલ ઓફ વેલોર વડે સન્માન કર્યુ છે. મેડલ ઓફ વેલોર પબ્લિક સેફટી ઓફિસરને આપવામાં આવતું દેશનું સર્વોચ્ચ સન્માન છે.
ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ, ઉત્તર ગુજરાત, ભાવનગર, આણંદ સહિતના વિસ્તારોમાં રવિવાર, 28મેની સાંજે 4 ઇંચ સુધી તોફાની વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં આઈપીએલની ફાઈનલના દિલધડક મુકાબલામાં છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ માટે પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો.
એક સપ્તાહ જેટલા સમયમાં લંડનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટેના સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદીમાં એક ફેરફાર કર્યો છે.
અમેરિકાના ક્રિકેટ હોલ ઓફ ફેમ (CHOF) દ્વારા તાજેતરમાં ઈન્ડિયન અમેરિકન મલ્ટી સ્પોર્ટ્સ કોચ જતીન પટેલને ક્રિકેટ હોલ ઓફ ફેમ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત
ભારતના સ્ટાર બેડમિંટન ખેલાડી એચ. એસ. પ્રણોયે મલેશિયાના કુઆલાલમ્પુરમાં રમાઈ ગયેલી મલેશિયા માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશ માટે એક નવો રેકોર્ડ કર્યો છે.
ઇન્ડિયન એરફોર્સ અને નેવી માટે 2004માં 24 હોક 115 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ભારતની તપાસ એજન્સી સીબીઆઇએ સોમવારે બ્રિટિશ મલ્ટિનેશનલ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કંપની રોલ્સ રોયસ અને તેના ટોચના એક્ઝિક્યુટિવ સામે કેસ દાખલ કર્યો હતો. એજન્સીએ આ ખરીદીમાં ભારત સરકાર સાથે છેતરપિંડીના કથિત પ્રયાસ બદલ કંપનીના ઇન્ડિયા ડિરેક્ટર ટિમ જોન્સ, આર્મ્સ ડીલર્સ સુધીર ચૌધરી અને ભાનુ ચૌધરી અને બ્રિટિશ એરોસ્પેસ સિસ્ટમ્સ (બીએઇ સિસ્ટમ્સ) સામે કેસ નોંધ્યો હતો.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપની વિશ્વની સૌથી ઇનોવેટિવ કંપનીઓની યાદીમાં ટાટા ગ્રૂપને 20મુ સ્થાન આપવામાં આવ્યું હતું. આ યાદીમાં ટાટા ગ્રૂપ ભારતની એકમાત્ર કંપની છે. સૌથી વધુ ઇનોવેટિવ હોય તેવી ટોચની 50 કંપનીઓની આ યાદીમાં આઇફોનનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની એપલ પ્રથમ ક્રમે રહી છે. બીજા ક્રમે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ઈ-કોમર્સ કંપની એમેઝોન છે. ગયા વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી યાદીમાં ટેસ્લા ત્રીજા નંબરે હતી
ટેસ્લાની એક ટીમે ભારતની મુલાકાત લીધાના થોડા દિવસો પછી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે ઓટોમેકર આ વર્ષના અંત સુધીમાં નવી ફેક્ટરી માટે સ્થળ પસંદ કરશે. વોલ સ્ટ્રીટ જર્નલના થોરોલ્ડ બાર્કરે એક કાર્યક્રમમાં મસ્કને પૂછ્યું કે શું ભારત રસપ્રદ છે, તો તેમણે કહ્યું, “ચોક્કસ”. મસ્કે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે નવી ફેક્ટરી માટે ભારત તેમના રડાર પર છે. ભારતના ટેકનોલોજી પ્રધાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવાની તેની યોજનાઓ વિશે “ગંભીર” છે .
NRI રોકાણકાર રાજીવ જૈનના GQG પાર્ટનર્સ અદાણી ગ્રૂપમાં તેમના હિસ્સામાં આશરે 10 ટકાનો વધારો કર્યો છે. આ હિસ્સાનું મૂલ્ય આશરે 3.5 બિલિયન ડોલર થાય છે. હિન્ડનબર્ગના રીપોર્ટના પગલે અદાણી ગ્રૂપના શેરોમાં ધોવાણ ચાલું હતું ત્યારે રાજીવ જૈનની આ કંપનીએ આશરે રૂ.15,000 કરોડનુ રોકાણ કર્યું હતું. જૈને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં અમે અદાણી ગ્રૂપના અદાણી પરિવાર પછીના એક અગ્રણી રોકાણકાર બનવા માગીએ છીએ. જૈનના આ રોકાણના કારણે અદાણીના સ્ટોક્સને ઘણી સ્થિરતા મળી હતી.
અબુ ધાબીમાં યોજાયેલા આઇફા એવોર્ડ 2023 સમારંભમાં અજય દેવગણ અભિનીત “દ્રશ્યમ 2″ને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. આલિયા ભટ્ટ અને રિતિક રોશનને અનુક્રમે શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. નિર્માતા ભૂષણ કુમાર અને કુમાર મંગતે”દ્રશ્યમ 2” માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સ્વીકાર્યો હતો. આ ફિલ્મને બેસ્ટ એડેપ્ટેડ સ્ટોરીનો એવોર્ડ પણ મળ્યો હતો. આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં ભૂમિકામાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ટોપ 10 હીટલિસ્ટમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ટોચના સ્થાને હતો. આ કુખ્યાત ગેંગસ્ટરે કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની તપાસમાં કબૂલાત કરી હતી. લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે વર્ષ 1998માં સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો, જેને બિશ્નોઈ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને સમુદાયની લાગણી દુભાવવાનો બદલો તે અભિનેતાને મારવા માંગે છે.
લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં તેની ભૂમિકા માટે જાણીતી બનેલી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર નિર્માતા જેડી મજેઠિયાએ શેર કર્યા હતા. આ અકસ્માત ઉત્તર ભારતમાં થયો હતો. અભિનેત્રી તેના મંગેતર સાથે કુલ્લુની મુલાકાત લેવા નીકળી હતી અને ત્યાં આ અકસ્માત થયો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સહિત ઘણા ટીવી સ્ટાર્સ તથા ગુજરાતી ફિલ્મના જગતની હસ્તીઓએ અભિનેત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહેલી યુવા અભિનેત્રી નુસરત ભરુચાની ગણના બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેણે બોલીવૂડમાં ઓળખ બનાવવા માટે જેટલો લાંબો સમય આપ્યો એટલી જ લોકપ્રિયતા તે અત્યારે મેળવી શકી છે. અનેક પ્રયાસો અને અથાગ પરિશ્રમ પછી તેને રૂ. 100 કરોડની ફિલ્મ મળી હતી. `પ્યાર કા પંચનામા`ની જાણીતી આ અભિનેત્રી નુસરતને હવે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા છે.