Vol. 3 No. 337 About   |   Contact   |   Advertise May 26, 2023


 
 
સુનક – મોદીએ એફટીએની સમીક્ષા કરી

વડાપ્રધાન ઋષિ સુનક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રવિવારે (21 મે) જાપાનના હિરોશીમા ખાતે બન્ને દેશોના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ – એફટીએ) વિષે, ઈનોવેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ બન્ને દેશો વચ્ચે સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી વિષે ચર્ચા કરી હતી. જાપાનમાં યોજાયેલી જી-7ની બેઠકમાં મળેલા બન્ને દેશોના નેતાઓએ દ્વિપક્ષી સંબંધોના વ્યાપક પાસાઓ અંગે પણ ચર્ચા કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે, “અમે વેપાર, ઈનોવેશન, વિજ્ઞાન તેમજ અન્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગમાં વૃદ્ધિ વિષે મંત્રણા કરી હતી.”

Read More...
હિન્દુજા પરિવારના વડા શ્રીચંદ હિન્દુજાનું 87 વર્ષની વયે અવસાન

અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ચાર હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા, શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનું બુધવારે સવારે લંડનમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું.

Read More...
રાજાઓ સાથે ચાલનાર એસપી હિન્દુજાએ સામાન્ય સંપર્ક ગુમાવ્યો નહતો

એસપીના નામે ઓળખાતા શ્રીચંદ પરમાનંદ હિન્દુજા અન્ય લોકો માટે ખરેખર કેવા હતા? હું કહું છું કે ‘’તેઓ ખરેખર સારા માણસ હતા. નોંધપાત્ર રીતે વિનમ્ર હતા. થોડા ગુસ્સે પણ હોય તો

Read More...
“ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ 2023’’માં હિન્દુજા પરિવાર ટોચના સ્થાને

બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવારોની યાદી બહાર પાડતા 35મા “ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ 2023’’માં ફરી એકવાર ભારતીય મૂળના હિન્દુજા પરિવારે ટોચનું સ્થાન મેળવ્યું છે.

Read More...
નીસડન મંદિર ખાતે ‘બ્રિટીશ હિન્દુ યોગદાનની ઉજવણી’ કરાઇ

પ. પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતીમાં નીસડન મંદિર ખાતે 19 મેના રોજ બ્રિટિશ હિંદુઓના ચેરિટી અને સામાજિક કાર્ય; બાળકો અને યુવાનોના વિકાસ;

Read More...
મેયર સાદિક ખાને પ. પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા

લંડનના મેયર સાદિક ખાને રવિવાર 21 મે 2023ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાત લઇ વિશ્વસ્તરે આદરણીય હિંદુ આધ્યાત્મિક નેતા પ. પૂ. મહંત સ્વામી મહારાજને

Read More...
મહારાજા અને રાણી ચેલ્સી ફ્લાવર શોની મુલાકાતે

મહારાજા કિંગ ચેલ્સી અને ક્વીન કેમિલાએ 101મા ચેલ્સી ફ્લાવર શોની મુલાકાત લીઘી હતી. તો પ્રિન્સેસ ઓફ વેલ્સે શાળાના 100 બાળકો માટેની પિકનિકમાં હાજરી આપી હતી.

Read More...
‘હિન્દુ અવેરનેસ કેમ્પેઇન’નો મુસ્લિન સંગઠનો દ્વારા વિરોધ

ચાઇલ્ડ સેક્સ ગૃમીંગ અંગે યુકેના વિવિધ શહેરોમાં યોજાઇ રહેલા ‘હિન્દુ અવેરનેસ કેમ્પેઇન’નો લેસ્ટર સ્થિત ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ અને યુકે ઈન્ડિયન મુસ્લિમ

Read More...
અમેરિકામાં મોદીને આવકારવા ‘ભારત એકતા કૂચ’ યોજાશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મહિને અમેરિકાની ઐતિહાસિક મુલાકાત પહેલા, ભારતીય-અમેરિકનો 18 જૂને દેશના 20 મોટા શહેરોમાં ‘ભારત એકતા દિવસ’ કૂચ સાથે તેમનું

Read More...
વિવાદાસ્પદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દરબાર અંગે વિવાદ

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના વિવાદાસ્પદ બાબા પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં મે મહિનાના અંતભાગમાં યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સૌપ્રથમ સુરતમાં દરબાર યોજાશે.

Read More...

  Sports
ગુજરાતે બેંગલોરને હરાવ્યું, ગીલની સતત બીજી સદી

આઈપીએલમાં ગત વર્ષના ચેમ્પિયન ગુજરાતે રવિવારે બેંગલોરને તેના ઘરઆંગણે છેલ્લી લીગ મેચમાં છ વિકેટે હરાવી પ્લે ઓફમાં પહોંચવાની યજમાન ટીમની તક ઝુંટવી લીધી હતી અને

Read More...
નાડાલ ઈજાગ્રસ્ત, ફ્રેન્ચ ઓપનમાં નહીં રમે

સ્પેનિશ ટેનિસ સ્ટાર અને ક્લે કોર્ટનો કિંગ ગણાતો રફેલ નાડાલ આગામી તા. 28મી મે થી શરુ થઈ રહેલી સિઝનની બીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા – ફ્રેન્ચ ઓપનમાં ઈજાના કારણે નહીં રમે.

Read More...
ગિલનો 2023માં જબરજસ્ત રેકોર્ડ

ભારતના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલે ઈતિહાસ સર્જ્યો છે. રવિવારે આઈપીએલમાં સતત બે સદીનો એક નવો રેકોર્ડ પણ તેણે કરી કોહલીની આવી સિદ્ધિને થોડી ઝાંખી પાડી દીધી હતી.

Read More...
ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ડ્યુક્સ નહીં, કુકાબુરા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. એ મેચ ડ્યુક્સ બોલથી નહીં પણ કુકાબુરા

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતીય રિઝર્વ બેન્કે રૂ.2,000ની નોટો બજારમાંથી પાછી ખેંચી લીધી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે જણાવ્યું હતું કે તે બજારમાંથી રૂ.2,000ની ચલણી નોટો પાછી ખેંચી લેશે અને લોકો 30 સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકે છે અથવા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 19 પ્રાદેશિક કચેરીઓ અને અન્ય બેંકો 23મેથી ₹2,000ની નોટ લેવાનું શરૂ કરશે અને બદલામાં નીચા મૂલ્યોને નોટો આપશે. જોકે રૂ.2,000 નોટ લિગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. RBIએ તમામ બેંકોને ₹2,000ની નોટો જારી કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹1,000

Read More...
બીટી ગ્રૂપ 2030 સુધીમાં 55,000 કર્મચારીઓની છટણી કરશે

બ્રિટનના સૌથી મોટા ટેલિકોમ અને બ્રોડબેન્ડ ગ્રૂપ બીટીએ 2030 સુધીમાં 40,000થી 55,000 કર્મચારીઓની છટણી કરવાની 18મેએ જાહેરાત કરી હતી. તેનાથી કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યામાં 31થી 42 ટકા સુધીનો જંગી ઘટાડો થશે. બીટીના કર્મચારીઓ અને થર્ડ પાર્ટી વર્કર્સ સહિતના કર્મચારીઓ રોજગારી છીનવાશે. ફાઇબર રોલઆઉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજીના ઉપયોગને કારણે ગ્રૂપ આવી મોટાપાયે છટણી થશે.

Read More...
ટેસ્લાએ ભારતમાં રસ દર્શાવ્યો, સરકારનો સંપર્ક કર્યો

વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેસ્લાએ બેઠક યોજવા માટે ભારત સરકારનો સંપર્ક કર્યો છે. જોકે સરકાર હાલમાં આયાત જકાતમાં કાપ મૂકવાની કોઇ વિચારણા કરી રહી નથી, કારણ કે સરકાર સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માગે છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. અગાઉ ટેસ્લાએ આયાત જકાતમાં કાપ મૂકવાની દરખાસ્ત કરી હતી, જેને સરકારે સ્વીકારી ન હતી. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ટેસ્લા અગાઉની દરખાસ્ત સાથે અન્ય કોઇ દરખાસ્ત

Read More...
અમેરિકા-ચીનની માગ ઘટતાં ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફટકો

અમેરિકા અને ચીનની માગમાં ઘટાડાને કારણે ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે. ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન મુખ્ય માર્કેટ ગણાય છે.આ બંને દેશો આર્થિક નરમાઈમાંથી પસાર થઈ રહ્યા હોવાથી ડિમાન્ડને અસર થઈ છે તેમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું. વિશ્વમાં ભારત સૌથી વધુ ડાયમંડ પોલિશ કરે છે અને ડાયમંડ પોલિશિંગનું હબ ગણાય છે. માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની એક્સપોર્ટ 10 ટકા ઘટીને 22 બિલિયન ડોલર થઈ હતી.

Read More...
  Entertainment

સુપ્રીમ કોર્ટે બંગાળમાં ‘ધ કેરાલા સ્ટોરી’ પરનો પ્રતિબંધ હટાવ્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. જોકે કોર્ટે ફિલ્મમાં તે વાસ્તવિક સ્થિતિ દર્શાવતી નથી તેવું ડિસ્ક્લેમર મૂકવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી હતી કે મુઠ્ઠીભર લોકો પ્રતિબંધ નક્કી કરી શકે નહીં. પ્રતિબંધ હટાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોઈને ફિલ્મ પસંદ ના હોય તો તેણે ફિલ્મ ના જોવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે

Read More...

ટીવી અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનો મૃતદેહ મળ્યો

ટીવી અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ કો-ઓર્ડિનેટર આદિત્ય સિંહ રાજપૂત મુંબઈના અંધેરી વિસ્તારમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઉંમર 32 વર્ષની હતી. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રાજપૂતના મૃત્યુનું કારણ જાણી શકાય ન હતું. મીડિયા રીપોર્ટ મુજબ 22 મેએ ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના 11મા માળે રહેતા આદિત્યની ડેડ બોડી સૌથી પહેલા તેના મિત્રએ જોઈ હતી.

Read More...

શાહરુખ ખાન પાસેથી રૂ.25 કરોડની લાંચના કેસમાં સમીર વાનખેડેની પૂછપરછ

અભિનેતા શાહરૂખ ખાન પાસેથી રૂ.25 કરોડની લાંચ માગવામાં આવી આવી હોવાના મામલે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબીની) મુંબઈ શાખાના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેની રવિવાર, 21 મેએ સતત બીજા દિવસે પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન સામે કાર્યવાહી ન કરવા માટે વાનખેડેએ આ લાંચ માગી હોવાનો આરોપ છે.

Read More...

શાહરૂખની ‘જવાન’માં 19 કલાકારોનો કાફલો

શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘પઠાણ’ની ધમાકેદાર સફળતા પછી હવે ‘જવાન’ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમની આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથ ઇન્ડિયન ફિલ્મોના જાણીતા ફિલ્મકાર એટલી કરી રહ્યા છે. શાહરુખના ચાહકો તેમની ‘જવાન’ ફિલ્મ માટે ખુબ જ ઉત્સુક છે અને તેઓ આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં જ જવાનની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે, તે મુજબ આ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રિલિઝ થશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store