Vol. 1 No. 16 About   |   Contact   |   Advertise May 25, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
અમેરિકામાં ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને રક્ષણ આપતું બિલ રજૂ થયું

અમેરિકાની સંસદમાં બંને રાજકીય પક્ષોના સાંસદોના એક ગ્રુપે ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સના બાળકોને દેશનિકાલથી રક્ષણ આપવાની દરખાસ્ત કરતું એક બિલ રજૂ કર્યું છે. સામાન્ય રીતે લાંબા ગાળાના વિઝા ધારકોના સંતાનો ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ તરીકે ઓળખાય છે. તેમની સંખ્યા આશરે 2,50,000 હોવાનો અંદાજ છે. તેઓ અમેરિકામાં કાયદેસર રીતે ઉછર્યા છે, પરંતુ તેઓ 21 વર્ષના થાય ત્યાં સુધીમાં તેમના માતા-પિતાને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે નહીં તો એ યુવા પેઢીને અમેરિકા છોડવું પડે તેનું જોખમ ઊભું થાય છે. હાલની સિસ્ટમ મુજબ ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સે અમેરિકા છોડીને તેમના જન્મના દેશમાં પાછા ફરવું પડે છે. તેનાથી અમેરિકામાં તેમનું ભવિષ્ય અને આજીવિકા છીનવી છીનવાઈ જાય છે.

Read More...
અમેરિકામાં મોદીને આવકારવા ‘ભારત એકતા કૂચ’ યોજાશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મહિને અમેરિકાની ઐતિહાસિક મુલાકાત પહેલા, ભારતીય-અમેરિકનો 18 જૂને દેશના 20 મોટા શહેરોમાં ‘ભારત એકતા દિવસ’ કૂચ સાથે તેમનું સ્વાગત કરવાની યોજના

Read More...
અમેરિકાના નાગરિકોના 8.3 મિલિયન સગા અને કાયમી નિવાસીઓ ગ્રીન કાર્ડના ઈન્તજારમાં

અમેરિકામાં 2022માં પોતાના પરિવાર દ્વારા સ્પોન્સર કાયમી નિવાસ (પીઆર)ની પ્રક્રિયાના વિવિધ તબક્કામાં અંદાજે 8.3 મિલિયન ઇમિગ્રન્ટ્સ રાહ જોઈ રહ્યા હોવાનો નવો રેકોર્ડ થયો છે, જે 2019 કરતા

Read More...
કેલિફોર્નિયાની કોર્ટે 26/11ના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની મંજૂરી આપી

કેલિફોર્નિયાની કોર્ટે જેલમાં બંધ પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ કરવાની છૂટ આપી છે. મુંબઈમાં 2008ના આતંકી હુમલામાં તેની સંડોવણી છે અને ભારતે તેને વોન્ટેડ જાહેર

Read More...
પ્રિન્સ હેરી-મેગનની કારનો પાપારાઝીઓ દ્વારા જોખમી રીતે પીછો કરાયો

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન માર્કેલની કારનો ન્યૂયોર્કમાં મંગળવારની રાત્રે પાપારાઝી (ફોટોગ્રાફ)એ ખતરનાક રીતે પીછો કર્યો હતો. તેનાથી બંને માટે જોખમ ઊભું થયું હતી.

Read More...
યુક્રેન યુદ્ધ પછી પ્રથમવાર મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત

રશિયા અને યુક્રેન યુદ્ધના 15 મહિના પછી પ્રથમ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે હિરોશીમામાં 20મેએ બેઠક યોજાઈ હતી.

Read More...
G-7 સમિટમાં વડાપ્રધાન મોદીની વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત

જાપાનના હિરોશિમા શહેરમાં G-7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના અનેક અગ્રણી દેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે શનિવારે યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ સાથે

Read More...
ન્યૂ જર્સીમાં 25 ફૂટના હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર સાકાર થશે

ન્યૂ જર્સીમાં મનરો સ્થિત ઓમ શ્રી સાઈ બાલાજી મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રે 14 મે, 2023ના રોજ 25 ફૂટના હનુમાનજીની મૂર્તિ સાથે મંદિરનો અદભુત ભૂમિપૂજન (શિલાયાત્રા) સમારંભ યોજ્યો હતો.

Read More...
વિવાદાસ્પદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દરબાર અંગે વિવાદ

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના વિવાદાસ્પદ બાબા પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં મે મહિનાના અંતભાગમાં યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સૌપ્રથમ સુરતમાં દરબાર યોજાશે.

Read More...
મોદી કેબિનેટમાં ફેરફાર, કિરણ રિજિજુને કાયદા પ્રધાન પદેથી હટાવાયા

લોકસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલા કિરણ રિજિજુને ગુરુવારે કેન્દ્રીય કાયદા પ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યાં હતાં અને તેમના સ્થાને અર્જુન રામ મેઘવાલ કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા છે.

Read More...

  Sports
ગુજરાતે બેંગલોરને હરાવ્યું, ગીલની સતત બીજી સદી

આઈપીએલમાં ગત વર્ષના ચેમ્પિયન ગુજરાતે રવિવારે બેંગલોરને તેના ઘરઆંગણે છેલ્લી લીગ મેચમાં છ વિકેટે હરાવી પ્લે ઓફમાં પહોંચવાની યજમાન ટીમની તક ઝુંટવી લીધી હતી અને

Read More...
નાડાલ ઈજાગ્રસ્ત, ફ્રેન્ચ ઓપનમાં નહીં રમે

સ્પેનિશ ટેનિસ સ્ટાર અને ક્લે કોર્ટનો કિંગ ગણાતો રફેલ નાડાલ આગામી તા. 28મી મે થી શરુ થઈ રહેલી સિઝનની બીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા – ફ્રેન્ચ ઓપનમાં ઈજાના કારણે નહીં રમે.

Read More...
ગિલનો 2023માં જબરજસ્ત રેકોર્ડ

ભારતના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલે ઈતિહાસ સર્જ્યો છે. રવિવારે આઈપીએલમાં સતત બે સદીનો એક નવો રેકોર્ડ પણ તેણે કરી કોહલીની આવી સિદ્ધિને થોડી ઝાંખી પાડી દીધી હતી.

Read More...
ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ડ્યુક્સ નહીં, કુકાબુરા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. એ મેચ ડ્યુક્સ બોલથી નહીં પણ કુકાબુરા

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતીય રિઝર્વ બેન્કે રૂ.2,000ની નોટો બજારમાંથી પાછી ખેંચી લીધી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે જણાવ્યું હતું કે તે બજારમાંથી રૂ.2,000ની ચલણી નોટો પાછી ખેંચી લેશે અને લોકો 30 સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકે છે અથવા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 19 પ્રાદેશિક કચેરીઓ અને અન્ય બેંકો 23મેથી ₹2,000ની નોટ લેવાનું શરૂ કરશે અને બદલામાં નીચા મૂલ્યોને નોટો આપશે. જોકે રૂ.2,000 નોટ લિગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. RBIએ તમામ બેંકોને ₹2,000ની નોટો જારી કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹1,000

Read More...
બીટી ગ્રૂપ 2030 સુધીમાં 55,000 કર્મચારીઓની છટણી કરશે

બ્રિટનના સૌથી મોટા ટેલિકોમ અને બ્રોડબેન્ડ ગ્રૂપ બીટીએ 2030 સુધીમાં 40,000થી 55,000 કર્મચારીઓની છટણી કરવાની 18મેએ જાહેરાત કરી હતી. તેનાથી કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યામાં 31થી 42 ટકા સુધીનો જંગી ઘટાડો થશે. બીટીના કર્મચારીઓ અને થર્ડ પાર્ટી વર્કર્સ સહિતના કર્મચારીઓ રોજગારી છીનવાશે. ફાઇબર રોલઆઉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજીના ઉપયોગને કારણે ગ્રૂપ આવી મોટાપાયે છટણી થશે. અગાઉ બીટી ગ્રૂપની હરીફ વોડાફોને પણ તેના વૈશ્વિક સ્ટાફમાં 11,000નો કાપ મૂકવાની જાહેરાત કરી હતી.

Read More...
ટેસ્લાએ ભારતમાં રસ દર્શાવ્યો, સરકારનો સંપર્ક કર્યો

વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેસ્લાએ બેઠક યોજવા માટે ભારત સરકારનો સંપર્ક કર્યો છે. જોકે સરકાર હાલમાં આયાત જકાતમાં કાપ મૂકવાની કોઇ વિચારણા કરી રહી નથી, કારણ કે સરકાર સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માગે છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. અગાઉ ટેસ્લાએ આયાત જકાતમાં કાપ મૂકવાની દરખાસ્ત કરી હતી, જેને સરકારે સ્વીકારી ન હતી. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ટેસ્લા અગાઉની દરખાસ્ત સાથે અન્ય કોઇ દરખાસ્ત સાથે બેઠક યોજવા માગે છે તેની અમારી પાસે જાણકારી નથી.

Read More...
અમેરિકા-ચીનની માગ ઘટતાં ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફટકો

અમેરિકા અને ચીનની માગમાં ઘટાડાને કારણે ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે. ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન મુખ્ય માર્કેટ ગણાય છે.આ બંને દેશો આર્થિક નરમાઈમાંથી પસાર થઈ રહ્યા હોવાથી ડિમાન્ડને અસર થઈ છે તેમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું. વિશ્વમાં ભારત સૌથી વધુ ડાયમંડ પોલિશ કરે છે અને ડાયમંડ પોલિશિંગનું હબ ગણાય છે. માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની એક્સપોર્ટ 10 ટકા ઘટીને 22 બિલિયન ડોલર થઈ હતી. રશિયા – યુક્રેન યુદ્ધના કારણે રશિયાથી રફ ડાયમંડની સપ્લાય અનિશ્ચિત બની ગઈ છે.

Read More...
  Entertainment

સુપ્રીમ કોર્ટે બંગાળમાં ‘ધ કેરાલા સ્ટોરી’ પરનો પ્રતિબંધ હટાવ્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. જોકે કોર્ટે ફિલ્મમાં તે વાસ્તવિક સ્થિતિ દર્શાવતી નથી તેવું ડિસ્ક્લેમર મૂકવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી હતી કે મુઠ્ઠીભર લોકો પ્રતિબંધ નક્કી કરી શકે નહીં. પ્રતિબંધ હટાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોઈને ફિલ્મ પસંદ ના હોય તો તેણે ફિલ્મ ના જોવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર લોકોની ભાવનાઓ પર નિર્ભર નથી.

Read More...

ટીવી અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનો મૃતદેહ મળ્યો

ટીવી અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ કો-ઓર્ડિનેટર આદિત્ય સિંહ રાજપૂત મુંબઈના અંધેરી વિસ્તારમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઉંમર 32 વર્ષની હતી. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રાજપૂતના મૃત્યુનું કારણ જાણી શકાય ન હતું. મીડિયા રીપોર્ટ મુજબ 22 મેએ ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના 11મા માળે રહેતા આદિત્યની ડેડ બોડી સૌથી પહેલા તેના મિત્રએ જોઈ હતી.

Read More...

શાહરુખ ખાન પાસેથી રૂ.25 કરોડની લાંચના કેસમાં સમીર વાનખેડેની પૂછપરછ

અભિનેતા શાહરૂખ ખાન પાસેથી રૂ.25 કરોડની લાંચ માગવામાં આવી આવી હોવાના મામલે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબીની) મુંબઈ શાખાના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેની રવિવાર, 21 મેએ સતત બીજા દિવસે પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન સામે કાર્યવાહી ન કરવા માટે વાનખેડેએ આ લાંચ માગી હોવાનો આરોપ છે. સીબીઆઇની ઓફિસમાં પ્રવેશતાં પહેલા વાનખેડે જણાવ્યું

Read More...

શાહરૂખની ‘જવાન’માં 19 કલાકારોનો કાફલો

શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘પઠાણ’ની ધમાકેદાર સફળતા પછી હવે ‘જવાન’ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમની આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથ ઇન્ડિયન ફિલ્મોના જાણીતા ફિલ્મકાર એટલી કરી રહ્યા છે. શાહરુખના ચાહકો તેમની ‘જવાન’ ફિલ્મ માટે ખુબ જ ઉત્સુક છે અને તેઓ આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં જ જવાનની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે, તે મુજબ આ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રિલિઝ થશે. ફિલ્મ જવાનમાં શાહરૂખની સાથે દક્ષિણની ફિલ્મોના અને બોલીવૂડના અનેક કલાકારો

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store