એર ઇન્ડિયા 1,000થી વધુ પાઇલટની ભરતી કરશે
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ગુરુવારે કેપ્ટન અને ટ્રેનર્સ સહિત 1,000થી વધુ પાઈલટની ભરતી કરવાની યોજના કરી હતી. વિમાન કાફલા અને નેટવર્કના વિસ્તરણની યોજનાના ભાગરૂપે એરલાઇને આ ગતિવિધિ કરી છે. હાલમાં 1,800થી વધુ પાઇલટ ધરાવતી એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસને 470 વિમાનાનો ઓર્ડર આપ્યો છે, જેમાં વાઇડ-બોડી પ્લેનનો સમાવેશ થાય છે. એરબસને આપેલા ફર્મ ઓર્ડરમાં 210 A320/321 Neo/XLR અને 40 A350-900/1000નો સમાવેશ થાય છે.
Read More...