Vol. 1 No. 12 About   |   Contact   |   Advertise April 27, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
અમેરિકા આ વર્ષે ભારતીયોને રેકોર્ડ 1 મિલિયન વિઝા ઇશ્યુ કરશે

અમેરિકા આ વર્ષે ભારતીયોને રેકોર્ડ 1 મિલિયન વિઝા ઇશ્યુ કરશે તેમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝાને પ્રાધાન્ય અપાશે. અમેરિકા ભારતના લોકો માટે ડોમેસ્ટિક વિઝા રીન્યુઅલ ફેસિલિટી ફરી ચાલુ કરવાનું પણ વિચારી રહ્યું છે. અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન ડોનાલ્ડ લૂએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “અમે આ વર્ષે 10 લાખથી વધુ વિઝા આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિક્રમ સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા સાથે તે અમારા માટે એક રેકોર્ડ છે. જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પાનખરમાં ચાલુ થાય છે તેવા વિદ્યાર્થીઓની તમામ અરજીઓ આ ઉનાળામાં પ્રોસેસ કરવા અમેરિકા પ્રતિબદ્ધ છે. પ્રથમ વખતના વિઝા અરજદારો માટે લાંબા વેઇટિંગ

Read More...
નરોડાગામ હત્યાકાંડ કેસમાં તમામ 67 આરોપીઓનો નિર્દોષ છુટકારો

ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન નરોડા ગામ હત્યાકાંડ કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની અને બજરંગ દળના બાબુ બજરંગી

Read More...
કેનેડામાં વધતા જતા હિંદુ ફોબિયાની કન્ઝર્વેટિવ પાર્ટીના એમપી પોઇલીવ્રેએ ઝાટકણી કાઢી

ટોરોન્ટોઃ કેનેડામાં મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર પિયેરે પોઇલીવ્રેએ દેશમાં હિંદુ ફોબિયાના વધી રહેલા બનાવની આકરી ટીકા કરી હતી. આમ પોઇલીવ્રે કેનેડામાં આ પ્રકારની પરિસ્થિતિનો

Read More...
ઈન્ડિયન અમેરિકન CEO ન્યૂયોર્કમાં વંશીય ન્યાય સલાહકાર બોર્ડના સભ્ય નિમાયા

ઈન્ડિયન અમેરિકન સીઈઓ ઉદય તાંબરની ન્યૂ યોર્ક સિટીમાં નવા રચાયેલા વંશીય ન્યાય સલાહકાર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ કરાયા છે. આ એડવાઈઝરી બોર્ડમાં તાંબર સહિત કુલ 15

Read More...
સુરતના માનહાનિકેસમાં રાહુલ ગાંધીને રાહત ન મળી

મોદી સરનેસ અંગેના બદનક્ષીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોટી પીછેહટ થઈ છે. સુરતની કોર્ટે ગુરુવારે તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આનો અર્થ છે કે રાહુલ ગાંધી હજુ સંસદ

Read More...
ઓસ્ટ્રેલિયાની 5 યુનિવર્સિટીએ ગુજરાત સહિતના રાજ્યોના વિદ્યાર્થીઓ પર નિયંત્રણો મૂક્યાં

ઓસ્ટ્રેલિયનની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ પર નિયંત્રણો અથવા પ્રતિબંધો મૂક્યા છે. અભ્યાસની જગ્યાએ નોકરી કરવાના

Read More...
અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં 3 વર્ષમાં 1.49 લાખ ભારતીયો ઝડપાયા

અમેરિકાની સરકારના આંકડા અનુસાર,ફેબ્રુઆરી 2019થી માર્ચ 2023ના ગાળામાં બોર્ડર ક્રોસ કરી ગેરકાયદે રીતે અમેરિકા ઘૂસવાના પ્રયાસમાં 1.49 લાખ ભારતીયો પકડાયા છે.

Read More...
US કોર્ટે તહવ્વુર રાણાની સ્ટેટસ ક્વો મોશન ફગાવીઃ પ્રત્યાર્પણનો નિર્ણય 30 દિવસમાં

યુએસ કોર્ટે 2008ના ઘાતક મુંબઈ ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ જેલમાં ગયેલા ઉદ્યોગપતિ તહવ્વુર રાણાની સ્ટેટસ ક્વો મોશન અરજી ફગાવી દીધી છે. તેની સાથે જણાવ્યું છે કે

Read More...
અમેરિકામાં ઇન્ડિયન ડાયસ્પોરા અગેઇન્સ્ટ હેઇટ દ્વારા ભારતીયો વિરુદ્ધ હિંસા વખોડાઇ

છેલ્લાં કેટલાક સમયથી વિવિધ દેશોની ભારતીય સંસ્થાઓ, ડિપ્લોમેટિક મિશન્સમાં તોડફોડના પ્રયાસો થયા છે ત્યારે 44 જેટલા ઇન્ડિયન અમેરિકન સંગઠનોએ આવી હિંસક ઘટનાઓને વખોડી કાઢી છે.

Read More...
ન્યૂયોર્ક વિશ્વનું સૌથી અમીર શહેર, લંડન ચોથા ક્રમે

ન્યૂયોર્કે ફક્ત અમેરિકાના જ નહી વિશ્વના સૌથી ધનવાન શહેરનું બિરુદ જાળવી રાખ્યું છે. આ શહેરમાં ૫૮ બિલિયોનેર્સ વસે છે. ન્યૂયોર્કમાં લગભગ ૩,૪૦,૦૦૦ લખપતિ રહે છે.

Read More...

  Sports
એશિયા કપમાં ભારતની મેચો પાકિસ્તાન બહાર યોજવા પીસીબીની તૈયારી

ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન જવાની નથી. તેના પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે એશિયન ક્રિકેટ કાઉન્સીલ સમક્ષ એવી તૈયારી બતાવી

Read More...
એશિયા કપ તિરંદાજીમાં પાંચ ગોલ્ડ, 10 મેડલ સાથે ભારત પ્રથમ ક્રમે

યુએઈના શારજાહમાં યોજાઈ ગયેલી એશિયા કપ તિરંદાજી સ્પર્ધાના સ્ટેજ થ્રીમાં ભારતે શાનદાર દેખાવ કરતાં પાંચ ગોલ્ડ મેડલ સાથે કુલ 10 મેડલ જીતી લીધા હતા. આ સાથે મેડલ ટેબલમાં ભારત ટોચના

Read More...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલની ભારતીય ટીમમાં રહાણેની વાપસી

ઈંગ્લેન્ડના ઓવલ ખાતે આગામી તા. 7 થી 11 જુન સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ મેચ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત સોમવારે

Read More...
રોહિત શર્માનો આઈપીએલમાં સૌથી વધુ છગ્ગાનો ભારતીય રેકોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સના અને ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં ધમાકેદાર બેટિંગ કરતાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, આઈપીએલમાં 250

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
એમેઝોન 9,000 અને વોલ્ટ ડિઝની 7,000 કર્મચારીઓની છટણી કરશે

અમેરિકાની દિગ્ગજ કંપનીઓ એમેઝોન અને વોલ્ટ ડિઝની ફરી છટણી માટે સજ્જ બની છે. એમેઝોને ફરી એકવાર 9000 લોકોની છટણી કરવાનો સંકેત આપ્યો છે, જ્યારે વોલ્ટ ડિઝનીએ 7,000 લોકોને છૂટા કરવાની યોજના બનાવી છે. એમેઝોન અગાઉ 2023ના પ્રથમ મહિના સુધીમાં કંપનીએ 18000 લોકોની છટણી કરી હતી. છટણીના પ્રથમ તબક્કામાં રિટેલ, હાયરિંગ, એચઆર અને ડિવાઈસ ડિપાર્ટમેન્ટમાંથી વિભાગમાંથી કર્મચારીઓની છુટા કરાયા હતા. છટણીના બીજા તબક્કામાં એટલે કે આ વખતે કંપની બિઝનેસ, લાઈવસ્ટ્રીમિંગ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગમાંથી કર્મચારીઓને છુટા કરવાની તૈયારી કરી દીધી છે.

Read More...
એપલે ભારતમાં બે રીટેલ સ્ટોર્સ ખોલ્યાં

અગ્રણી અમેરિકી ટેકનોલોજી કંપની એપલના સીઇઓ ટીમ કૂકે ગયા સપ્તાહે ભારતમાં બે રીટેલ સ્ટોર્સને ખૂલ્લા મૂક્યા હતા. કંપનીના સીઇઓએ મંગળવારે ભારતમાં કંપનીનો પ્રથમ સ્ટોર મુંબઈમાં ખુલ્યો મુક્યો હતો. આના બે દિવસ પછી બીજો સ્ટોર ખુલ્લો મૂક્યો હતો. ભારતમાં એપલના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સ્ટોર ખોલવામાં આવ્યા હતા. વિશ્વભરમાં આ આઇકોનિક બ્રાન્ડના પ્રથમ સ્ટોર અંગે એપલના ચાહકોમાં ભારે ઉત્તેજન ઊભી થઈ હતી. એપલના પ્રથમ ગ્રાહક બનવા માટે સ્ટોર્સની આગળ લાંબી લાઇનો લાગી હતી.

Read More...
ગૌતમ અદાણીની શરદ પવાર સાથે સૂચક મુલાકાત

અદાણી-હિંડનબર્ગ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની વિપક્ષની માગણી વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં એનસીપીના ધારાસભ્યો અજિત પવારની આગેવાની હેઠળ ભાજપમાં જોડાશે તેવી અટકળો થઈ રહી છે ત્યારે આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે દક્ષિણ મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે યોજાયેલી આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી.

Read More...
અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું

ગયા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ૧૨૮.૫૫ બિલિયન ડોલર રહ્યો હતો. આ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બીજી તરફ, ૨૦૨૨-૨૩માં ભારત-ચીનનો વેપાર અગાઉના વર્ષના ૧૧૫.૪૨ બિલિયન ડોલરથી ૧.૫ ટકા ઘટીને ૧૧૩.૮૩ બિલિયન ડોલર થયો હતો. ભારતના વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨-૨૩માં ૭.૬૫ ટકા વધીને ૧૨૮.૫૫ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે.

Read More...
  Entertainment

રાઉડી રાઠૌરની સીક્વલમાં સિદ્ધાર્થ અને કિયારા મુખ્ય ભૂમિકામાં

સફળતા માટે સીક્વલ ફિલ્મનો પ્રયોગ કરી રહેલા બોલિવૂડમાં ‘રાઉડી રાઠૌર’ના સેકન્ડ પાર્ટની તૈયારીઓ ચાલી રહી છે. ઓરિજિનલ ફિલ્મમાં અક્ષયકુમારનો લીડ રોલ હતો અને હવે સીક્વલમાં સિદ્ધાર્થ મલહોત્રાને પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોઈ શકાશે. 2012 આવેલી ‘રાઉડી રાઠૌર’માં અક્ષયકુમારે ડબલ રોલ કર્યો હતો. અક્ષયની સાથે સોનાક્ષી સિંહા લીડ રોલમાં હતી, પરંતુ સીક્વલમાં સોનાક્ષીના સ્થાને કિયારાને પસંદ કરવામાં આવી છે. ફિલ્મ મેકર શબીના ખાને ફિલ્મની કથા-પટકથા નક્કી કરી દીધી છે.

Read More...

માધુરીએ ખરીદી ખૂબ જ વૈભવી સ્પોર્ટસ કાર

બોલીવૂડની પીઢ અભિનેત્રી માધુરી દીક્ષિત અત્યારે તેણે કરેલી મોંઘેરી ખરીદીઓને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં જ અંદાજે રૂ. 3. 8 કરોડની વૈભવી સ્પોર્ટસ કાર ખરીદી છે. તે તેના પતિ સાથે આ કારમાં લટાર મારતી જોવા મળી હતી. માધુરી પાસે અગાઉથી જ સાત લક્ઝરી કાર છે તેવું કહેવાય છે, હવે તેમાં પોર્શની નવી કારનો વધારો થયો છે. 911 ટર્બો એસ મોડલની આ કાર 2.6 સેકન્ડમાં જ 100 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. માધુરીએ ગત વર્ષે જ મુંબઇના પોશ વિસ્તાર વરલીમાં 48 કરોડનું આલિશાન ઘર ખરીદ્યું છે, જેના માટે તેણે એક ચોરસ ફૂટના રૂ.

Read More...

દિશા પટાણીની ફિલ્મ 10 ભાષામાં દર્શાવાશે

સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર સૂર્યાની 42મી ફિલ્મનું પ્રોડક્શન 2022ના વર્ષમાં શરૂ થયું હતું. આ ફિલ્મનું નામ ત્યારે જાહેર કરાયું ન હતું, પરંતુ હવે મેકર્સે તેનું નામ નક્કી કરી દીધું છે અને કહાની પણ જાહેર કરી છે. આ ફિલ્મમાં સૂર્યાની સાથે દિશા પટાણી મુખ્ય ભૂમિકામાં છે. સૂર્યાની આ ફિલ્મનું નામ ‘કંગુવા’ રાખવામાં આવ્યું છે. અગ્નિની શક્તિ ધરાવતા વ્યક્તિના પ્રતીક તરીકે આ નામ પસંદ કરાયું છે. કંગુવાનો હીરો અત્યંત શક્તશાળી છે અને તેની પાસે અગ્નિ જેવો શક્તિ પણ છે. શિવાએ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને ડાયરેક્શન કર્યું છે. ફિલ્મને 3 Dમાં તૈયાર કરવામાં આવી છે અને તેને 10 ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

Read More...

KBC 15ની તૈયારી શરૂ

ભારતના ટેલીવિઝન શોના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય રિયાલિટી ક્વિઝ ‘શો કૌન બનેગા કરોડપતિ’ ફરીથી આ વર્ષે જોવા મળશે. અમિતાભ બચ્ચનની વધતી ઉંમરને પગલે દર વર્ષે આ શો પૂર્ણ થાય, ત્યારે એ સવાલ લોકોના મનમાં જરૂર હોય છે કે આવતા વર્ષે આ શોનું સંચાલન કોણ કરશે? અને અમિતાભ દર વર્ષે ફેન્સને સરપ્રાઇઝ આપતાં આ શોનું હોસ્ટિંગ કરવા પરત ફરે છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જ હવે 15મી સીઝનનું સંચાલન કરશે. નિર્માતાઓએ શો માટે રજિસ્ટ્રેશન 29 એપ્રિલથી શરૂ થવાની જાહેરાત કરી છે. આ શોના પ્રોમોમાં બિગ બીને હોટ સીટ પર બેઠેલા જોઈ

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store Untitled Document