અમેરિકાના ટુરિસ્ટ, સ્ટુડન્ટ વીઝા મોંઘા થયા
અમેરિકાના વિદેશ મંત્રાલયે ગયા સપ્તાહે ઈન્ડિયામાં આપેલી માહિતી પ્રમાણે બિઝનેસ અથવા ટુરિસ્ટ્સ માટેના વિઝિટર વિઝા (B1/B2) તેમજ બીજા નોન-પિટિશન – જેવા કે સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર વિઝાની ફી ૧૬૦ ડોલરથી વધારીને ૧૮૫ ડોલર કરવામાં આવી છે. આ નવા ફીના દર 30મી મે, 2023થી અમલી બનશે. આ ઉપરાંત, કેટલાક ટેમ્પરરી વર્કર્સ (H, L, O, P, Q અને R કેટેગરી) માટે ચોક્કસ પિટિશન આધારિત નોન ઈમિગ્રેશન વિઝાની ફી ૧૯૦ ડોલરથી વધારીને ૨૦૫ ડોલર કરવામાં આવી છે.
Read More...